SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશેષન–જેટલી કૃષ્ણવદન હરકીશનદાસ કરનું સનાતન રૂપ અને બીજું એ ધર્મનું પાલન કરતાં મનુષ્યની સમાજવ્યવસ્થા અને તેમના આચારવિચારોમાં પ્રત્યક્ષ થતું એ | સત્યનું સામાજિક રૂપ ધર્મનું સામાજિક રૂપ જ્યારે ધર્મના સત્યરૂપને પોષવાને બદલે રૂંધવા માંડે ત્યારે યુગસંદર્ભ પ્રમાણે એને બદલવું પડે. લેખકને લાગે છે કે હિંદુધર્મનું સત્યદર્શન અને એનું વર્તમાનયુગમાં પ્રત્યક્ષ થતું સામાજિક રૂપ એ બંને વચ્ચે ઘણો વિરોધ છે. અહિંસા, અસ્પૃશ્યતા, સર્વધર્મસમભાવ ઇત્યાદિ ગાંધીજીએ વ્યકત કરેલા વિચારો પર રચાયેલો ભારતીય સમાજ હિંદુ ધર્મના સત્યને મૂર્ત કરનારો બની શકે. આમ, લેખકની ધર્મવિચારણા ધર્મસંસ્કરણ અને સમાજસંસ્કરણની વિચારણા બની રહે છે. ૪.ગ. જીવનશોધન-ભા.૧, ૨ (૧૯૨૯,૧૯૩૦): કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાલાને તત્ત્વવિચાર અંગેનું પ્રમાણભૂત ગ્રંથ. આ ગ્રંથમાં દાર્શનિક સિદ્ધાંતોની મીમાંસા છે. વિવિધ દર્શનેની સ્પષ્ટ અને સૂક્ષ્મ સમીક્ષા છે. મુખ્યત્વે લેખકની જીવનને કેન્દ્રમાં રાખીને ચાલનારા ચિંતક તરીકેની છાપ અહીં ઊભી થાય છે. ગંભીર તત્ત્વવિચારને પ્રયોજતી શૈલી વિશદ અને ગૌરવાન્વિત છે. એ.ટો. જીવરાજાની જશવંતરાય વૃજલાલ, રાજીવ' (૫-૧-૧૯૪૩): કવિ, વિવેચક. જન્મ ગારિયાધાર (ભાવનગર)માં. ૧૯૬૬ માં એમ.એ. ૧૯૭૯ માં લોકસાહિત્યના વિષય પર પીએચ.ડી. બોસમિયા કોલેજ, જેતપુરમાં અધ્યાપક. એમણે “અંકુર' (૧૯૮૫) નામના કાવ્યસંગ્રહ આપ્યો છે. વિવિધ સામયિકોમાં એમની કેટલીક ગ્રંથસમીક્ષાઓ પ્રગટ થઈ છે. જૂનું ઘર ખાલી કરતાં: મૃતપુત્રની સ્મૃતિને સ્થળવિશેષથી વિયુકત નથી કરી શકાતી, એની તીવ્ર વ્યથા રજૂ કરતું બાલમુકુંદ દવેનું જાણીતું સૅનેટ. એ.ટી. જનું નર્મગદ્ય (૧૮૬૫): નર્મદનાં ૧૮૫૦ થી ૩૧-૮-૧૮૬૫ સુધીનાં ગદ્યલખાણને પોતાને માટે છપાવેલે સંગ્રહ. નર્મદ પહેલાં દુર્ગારામ, દલપતરામ કે મહીપતરામ દ્વારા જૂના સંદર્ભમાં ખેડાયેલું ગદ્ય નર્મદને હાથે જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં અભિવ્યકિતની ક્ષમતા ધારણ કરવું અહીં પહેલીવાર સર્જનકોટિએ પહોંચવા મથે છે. નર્મદ ગુજરાતી ગદ્યને પ્રણેતા જ નથી, સંવર્ધક અને સંમાર્જક પણ છે. નર્મદનાં આ લખાણે મુખ્યત્વે વ્યાખ્યાનશૈલીનાં છે; તેથી તેમાં જનસમુદાયને થતું સીધું સંબોધન અને તળપદાપણું છે. કયાંક પત્રકારને એમાં સંસ્પર્શ છે. નિબંધસ્વરૂપમાં મેકોલે, બેકન, એડિસન વગેરેનાં અંગ્રેજી લખાણો નજર સમક્ષ હોવાને સંભવ છે. અહીં, ‘મંડળી મળવાથી થતા લાભથી શરૂ કરી ‘રણમાં પાછાં પગલાં ન કરવા વિશે’ સુધીમાં ૧૪ જેટલા નિબંધે, બાળવ્યાકરણથી માંડી પ્રાર્થના પર્યન્તનાં જુદા જુદા પ્રકારનાં ૧૦ જેટલાં ‘ફુટવિષયનાં લખાણો તેમ જ 'કવિચરિત્ર' વિભાગમાં નરસિંહથી માંડી દયારામ સુધીના કવિઓને પરિચય છે. આ લખાણમાં પ્રસંગના જસ્સાઓની નિશાની છે અને માટે એમાંના વિચારોને ચોમાસાનું ડહોળાયેલું પાણી સમજવા નર્મદની ભલામણ છે, તેમ છતાં નર્મદની સુપેરે ઊભી થતી વ્યકિતતા આ લખાણાનું કિમપિ દ્રવ્ય છે. ચં.ટો. જૂનું પિયરઘર: પરણ્યા પછી પિયર પહોંચેલી નાયિકા પ્રેમના પ્રભાવથી પોતાના બાલ્યકાળનાં સ્વજનો વચ્ચે પણ નાયકની બાલમૂર્તિને સમાવિષ્ટ થતી જુએ છે- એ ચમત્કાર રચનું બળવંતરાય ક. ઠાકોર સેનેટ. એ.ટો. જે. એમ. કે. : બધપ્રધાન વાર્તા ‘નકટે નાકે દીવાળી થાન કાણામીયાંકી કમબખતી' (૧૮૮૭) ના કર્તા નિ.વા. જે. એસ. એમ. : ‘ભરૂચ પ્રદર્શન વર્ણન અથવા ભરૂચના મેળાની, કવિતારૂપ ટૂંક હકીકત' (૧૮૬૯)ના કર્તા. નિ.વા. જેટલી કૃષ્ણવદન હરકીશનદાસ (૧૩-૯-૧૯૧૪): જન્મ અમદાવાદમાં. ૧૯૩૬ માં અંગ્રેજી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૩૮ માં અંગ્રેજી, ગુજરાતી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૧૯૪૮ દરમિયાન માધ્યમિક શિક્ષક. ૧૯૪૮-૧૯૫૧ દરમિયાન મુંબઈ સરકારના લેબર વેલ્ફર ખાતામાં વર્કર્સલિટરસી ફિરાર. ૧૯૫૧થી માણસામાં, ૧૯૫૩ થી મિયાગામ-કરજણમાં અને ૧૯૬૨ થી ૧૯૭૨ સુધી ખેડામાં શાળાઓમાં આચાર્યપદે. ‘નૌબેલ સાહિત્યકારો' (૧૯૭૬)ના ત્રણ ખંડોમાં એમણે વિજેતા સાહિત્યકારોનાં રેખાચિત્ર આપ્યાં છે. આ ઉપરાંત લિયોનિદ જીવરામ ભટ્ટ: દલપતરામના જાણીતા નાટક ‘મિથ્યાભિમાનનું મૂઢતા અને શઠતાના અજબ મિશ્રણ જેવું ઠઠ્ઠાપાત્ર. ચં.ટો. જીવાણી હથદરઅલી, 'તરંગ': કરાંચીથી પ્રગટ થતા ‘ડોન ગુજરાતી'માં 'તરંગ' ઉપનામથી લખેલા ચિંતનાત્મક તેમ જ હાસ્યરસિક નિબંધોના સંચય ‘તરંગરંગ' (૧૯૬૪)ના કર્તા. જીવી : કાનજીને બદલે ધૂળાને પરણી, પોતાને મારવા જતાં અકસ્માત પતિને મારી બેસતી અને વેદનાની અતિશયતામાં પાગલ થઈ જતી, પન્નાલાલ પટેલની વિખ્યાત નવલકથા 'મળેલા જીવ'ની નાયિકા. ચંટો. જૂનું અને નવું : પ્રાચીન કરતાં અર્વાચીન સમય વધારે ને છે અને અનુભવવૃદ્ધ તરફ આપણી આદરવૃત્તિ હોય છે – એવા સંદર્ભ વચ્ચે નવા અને જૂનાની નવેસરથી વિચારણા કરતા અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદીને નિબંધ. ચંટો. ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy