SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચેકસી ચંદુલાલ ભેગીલાલ – ચેકસી વાડીલાલ જીવાભાઈ પીડાતા પંથી' (૧૯૬૬) અને “મનહર મેના' (૧૯૩૦) આપ્યાં છે. ચોકસી ચંદુલાલ ભોગીલાલ: “સાચી યાત્રા અને કીર્તન' (૧૯૪૪) -ના કતી. કૌ.બ્ર. ચાકસી જદુલાલ નારણદાસ : પદ્યકૃતિ નારી કે નાગણ' (૧૯૨૮), કથાત્મક ગદ્યકૃતિઓ મુંબઈની શેઠાણી યાને સુધરેલી સુંદરી’ (૧૯૨૨) તથા ‘જાદુઈ માછલી અને પથ્થરને બાદશાહ' (૧૯૨૮), જીવનચરિત્ર “ભકતરાજ પ્રફ્લાદ' તેમ જ સંપાદન પ્રેમાનંદ કૃત ‘ઓખાહરણ' (૧૯૨૮) તથા “સોળ વર્ષની સતી અને નવ વર્ષના પતિ' (૧૯૨૯)ના કર્તા. કી.. ચેકસી ઝવેરીલાલ શંકરલાલ: કથાત્મક ગદ્યકૃતિ 'સુબોધસિંહ અને સત્યસિહ : ૧ (ચુનીલાલ હરગોવિંદદાસ જ્ઞાની સાથે, ૧૯૮૬) ના કર્તા. કૌ.બ્ર. ચેકસી નાજુકલાલ નંદલાલ (૨૫-૩-૧૮૯૧,-): ગદ્યલેખક, અનુવાદક. જન્મ વડોદરામાં. ૧૯૦૯માં મૅટ્રિક. વડોદરાના કલાભવનમાં અભ્યાસ અને ત્યાં જ પુસ્તકાલયમાં ચાર વર્ષ કાર્ય. એ પછી ભરૂચ કેળવણી મંડળમાં. ૧૯૩૦માં સત્યાગ્રહની લડતમાં. એ પછી ફરી પુસ્તકાલય-પ્રવૃત્તિ. ‘સ્વામી વિવેકાનંદ'- ભા. ૧-૭ (૧૯૨૦), “ઐતિહાસિક વાર્તામાળા' (૧૯૨૩), ‘હિ તવારીખ' (૧૯૨૩), સ્વામી વિવેકાનંદ – ભા. ૧૧, ૧૨ (નર્મદાશંકર પંડયા સાથે, ૧૯૩૦, ૧૯૩૧), ‘સીતા’ (૧૯૩૨), ધ્રુવ' (૧૯૩૩) વગેરે એમના મૌલિક ગ્રંથો છે; ‘સ્વામી વિવેકાનંદ' (પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ અને મેહનલાલ દલીચંદ દેશાઈ સાથે, ૧૯૨૯), સત્સંગ અને ઉપદેશ' (૧૯૩૦), ‘શીભાકરાનંદજી' (૧૯૪૪), ‘જ્ઞાનયોગ' (૧૯૪૫), “સંઘગીતા” (૧૯૪૯), ‘સેતુબંધ' (૧૯૪૯), ‘સ્ત્રીધર્મસાર' (૧૯૪૯), 'લોહીને લેખ' (૧૯૫૧), 'તિરુવલ્લુવરને ઉપદેશ સાર સંગ્રહ' (૧૯૫૫), ‘વિજયિની' (૧૯૫૫), 'દયાળુ માતા' (૧૯૫૭), ‘બળવાન બના અને ‘હિંદુ ઘરસંસાર’ એમની અનૂદિત કૃતિઓ છે. પા.માં. ચાકસી પ્રધ: ચરિત્રલેખક, સંપાદક, અનુવાદક. “સામ્યયોગી વિનોબા” (નારાયણ દેસાઈ સાથે, ૧૯૫૩), વિનેબાવિષયક ‘ક્રાંતિનું ભાતું' (૧૯૫૪), 'ક્ય જગત’ (૧૯૫૮), ‘ગાંધી-જનને (૧૯૫૮), ‘સત્યાગ્રહ' (૧૯૫૯), ‘સામ્યસૂત્ર’ ઉપરાંત તત્તેયની નવલકથાનો અનુવાદ “ગરીબનો મરો' (૧૯૬૧) તથા ઉપનિષદોને અભ્યાસ', “કાંચીની સંનિધિમાં' (૧૯૫૩) ઇત્યાદિ પુસ્તકોના કર્તા. પા.માં. ચાકસી મનહરલાલ નગીનદાસ, ‘મનહર', 'મુનવ્વર (૨૯-૯-૧૯૨૯): કવિ, નવલકથાકાર. જન્મ સુરતમાં. ૧૯૪૭માં મૅટ્રિક. હિન્દી ‘વિનીત'. ‘ગુજરાતી ગઝલ' (૧૯૬૪) અને “અક્ષર' (૧૯૭૩) એ ગઝલસંચયો; “પ્રીતનાં પારેવડાં' (૧૯૬૩), ‘ઝળહળ અંતરોત (૧૯૬૭) અને હૂંફ' (૧૯૭૮) એ નવલકથાઓ તેમ જ ‘ગંગાસ્નાન' (૧૯૬૪) એ વાર્તાસંગ્રહ એમના નામે છે. ચં... ચેકસી મહેશ હીરાલાલ (૩-૧૨-૧૯૩૧): વિવેચક. જન્મ અમદાવાદમાં. ૧૯૦૨ માં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. ૧૯૫૫ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૨ માં પીએચ.ડી. હાલ ભાષા નિયામકની કચેરીમાં પ્રકાશન અધિકારી, ગુજરાતી નાટટ્યસાહિત્યને વિકાસના તબક્કાઓની અને નાટયલેખકો તેમ જ કૃતિઓની છણાવટ કરતો મહત્ત્વને નાથવિવેચનને ગ્રંથ ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ' (૧૯૬૫) લોકનાટય, વ્યવસાયી રંગભૂમિ, પદ્યનાટક તેમ જ એકાંકીની સૂઝપૂર્વક વિવેચના કરે છે. વિવિધ લેખને સંચય 'નાનાલાલ શતાબ્દી ગ્રંથ' (૧૯૭૩) તથા સંશોધનસૂઝની દૃષ્ટિએ નોંધપાત્ર ‘બિબ્લિઓગ્રાફી ઑવ ઈંગ્લિશ સ્ટેજેબલ પ્લેય ઝ' (૧૯૫૬) નામને સંદર્ભગ્રંથ એમના નામે છે. ૫.ના. ચોકસી મંજુ: બાળવાર્તાઓ “અબુ હસન' (૧૯૪૭), 'ગુલીવર' (ચા. આ. ૧૯૫૬) અને ‘ઢીંગલ’ (ચા. આ. ૧૯૫૨)નાં કર્તા. ક.બ્ર. ચોકસી મૂળજીભાઈ હીરાલાલ: “નવીન વ્યાકરણ : ૧ થી ૩ ' (૧૯૨૯-૩૦)ના ક. ક.છ. ચેકસી મેતીલાલ ભાઈચંદ: પદ્યકૃતિ “રામવિરહ' (૧૮૮૯) ના કર્તા. કૌ.બ. ચેકસી મેહનલાલ દીપચંદ : નવલકથા ‘ચમત્કારિક યોગ' (૧૯૩૨) -ના કર્તા. ચોકસી વાડીલાલ જીવાભાઈ (૬-૧૧-૧૯૦૫): જન્મસ્થળ ખંભાત. અર્ધમાગધી અને ગુજરાતી વિષયો સાથે ૧૯૩૧ માં ગુજરાત કોલેજ, અમદાવાદથી બી.એ. ત્યાંથી જ અનુક્રમે એ જ મુખ્ય અને ગૌણ વિષયમાં ૧૯૩૫ માં એમ.એ. ‘સત્તરમા શતકના જૈન ગુજરાતી કવિઓ' વિષય પર ૧૯૬૧ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કેટલાંક વર્ષ જુદે જુદે સ્થળે શાળામાં શિક્ષણકાર્ય. ૧૯૪૨ થી ૧૯૫૯ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અર્ધમાગધી વિષયના વ્યાખ્યાતા. ૧૯૬૦થી ૧૯૬૨ સુધી પાટણ કોલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. ૧૯૬૩-૬૪ દરમિયાન ખંભાત આર્ટ્સ કોલેજમાં, ૧૯૬૪થી ૧૯૬૬ સુધી ડાકોર કોલેજમાં, ૧૯૬૯થી ૧૯૭૧ સુધી તલોદ કોલેજમાં અને ૧૯૭૧-૭૨માં ચીખલી કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન. વિવેચનગ્રંથ “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનધારા (૧૯૭૯), જૈન કવિઓનાં જીવન અને કવનને પરિચય આપતાં ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૧૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy