SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ખલાસિયા મગનલાલ બહેચરલાલ-ખાકી બાવાસાહેબ અહમદઅલી ખલાસિયા મગનલાલ બહેચરલાલ : “દટાવની પરિજાતની વાર્તા-૧' (૧૯૧૪)ના કર્તા. નિ.વો. ખલીલ ઐયુબખાન : નવલકથાકાર, હાસ્યલેખક. એમની એકત્રીસ પ્રકરણમાં વિસ્તરતી સામાજિક નવલકથા અથડાતાં હૈયાં' (૧૯૩૫)નો વિષય પ્રધાનપણે પ્રણય છે. માનવીની સહજ નિર્બળતાઓને કટાક્ષનો વિષય બનાવતા એમના એકત્રીસ હાસ્યલેખોના સંગ્રહ ‘ખલીલનો ખિલખિલાટ' (૧૯૩૬)ની શૈલી સરળ છે. “સંહાર વૈજ્ઞાનિક અભિગમવાળી નવલકથા છે. “માનવી' મૂળે ફ્રેન્ચ સાહિત્યકાર માર્સેલ પ્રેવોની નવલકથા “હિઝ મિસ્ટ્રેસ ઍન્ડ આઈ'નું સરળ રૂપાંતર છે. કૌ.બ. ખલીલ ધનતેજવી : જુઓ, મકરાણી ખલીલ ઈસ્માઇલ. ખલીલ ભાવનગરી : જુઓ, સમેજા ઈબ્રાહીમ સુલેમાન. ખવાસ જીવા માવજી: ‘દાજી સોચસાગર' (૧૮૮૬) ના કર્તા. નિ.. ખવાસ દલાજી બાવાજી: “રત્નસેન અને રત્નાવતી નાટક (૧૮૯૦)ના કર્તા. નિ.. મંડલેવાલા નવરોજી દોરાબજી (૧૮૪૯, ૧૯૩૮): ‘બંદગીનું બળ' પુસ્તકના કર્તા. નિ.વે. ખંડેરિયા જયોત્સના : અઢાર વાર્તાઓને સંગ્રહ ‘તેજછાયા' (૧૯૪૬)નાં કર્તા. પ.માં. ખંડેરિયા મનેજ વૃજલાલ (૬-૭-૧૯૪૩) : કવિ. જન્મ જૂનાગઢમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢથી રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્ર વિષયે સાથે બી.એસસી. ૧૯૬૭માં એલએલ.બી. ૧૯૭૨ થી ૧૯૮૪ સુધી લૅના ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૭૭ થી ૧૯૮૧ સુધી વાણિજ્ય કાયદાના ખંડસમયના વ્યાખ્યાતા. સાથે સાથે ૧૯૬૮ થી વકીલાત. આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. નાજુક અભિવ્યકિત અને પ્રયોગમુખ બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોના વિશેષ કમાલ છે. સૌરાષ્ટ્ર અને ખાસ તે જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલમાં વિશિષ્ટ બન્યો છે. “અચાનક' (૧૯૭૦) માં પીંછું’ કે ‘રસ્તા વસંતના' જેવી ગઝલ કે ‘શાહમૃગે' જેવી લાંબી રચના સર્જકતાની એંધાણી આપે છે. ‘અટકળ' (૧૯૭૯) સંગ્રહમાં ‘ક્ષણોને તેડવા બેસું તો” જેવી અત્યંત સર્જક ગઝલ સાંપડે છે. આ ઉપરાંત કેટલાંક ગીતો અને અછાંદસ રચનાઓ છે. અંજનીગીતના પ્રયોગે ઝાઝા સફળ નથી છતાં ધ્યાન ખેંચે છે. રચંટો. ખંડોલ (મિયાગામવાળા) ધર્મચંદ કેવલચંદ (૧૯મી સદીના ઉત્તરાર્ધ): મૂળે અમરસિંહે રચેલાં નામલિંગાનુશાસન સંસ્કૃતકશ પરથી ગુજરાતી-સંસ્કૃત કોશની કેટલેક અંશે ગરજ સારે એવા, ગુજરાતીમાં વિવેચન સહિતના, ‘અમરકોષ' (૧૯૧૧) ના કર્તા. ચંટો. બંધડીએ જદુરાય દુર્લભજી (૧૬-૫-૧૮૯૯): હાસ્યલેખક. વતન ભાવનગર, જન્મસ્થળ રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચમાં. પછીથી વડોદરાના કલાભવનમાં કૅમર્સને અભ્યાસ કરી લંડન નેશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા, ૧૯૨૪માં સાહિત્યસભાની પરીક્ષા તથા ૧૯૨૬-૨૭માં મુંબઈ ઍમ્બર ઑફ કોમર્સ તરફથી લેવાતી સાયન્ટિફિક એડવરટાઇઝિંગની પરીક્ષા ઉત્તીર્ણ. ૧૯૩૨ માં કેઅન શ્વાન કે. ઇન્ડિયા લિમિટેડમાં ઍકાઉન્ટન્ટ. પછીથી વેપાર. ગુણસુંદરી' માસિકના સહતંત્રી તરીકે પણ કેટલોક સમય કામ કર્યું. ‘દેવોને ખુલ્લા પત્રો' (૧૯૨૬), ‘૯ નવી વાતો' (૧૯૨૬), ‘બુદ્ધિનું બજાર' (૧૯૨૬), ‘દોઢ ડહાપણનો સાગર(૧૯૨૭), ‘હાસ્યદર્શન' (૧૯૨૭), ‘બત્રીસ લખણ' (૧૯૩૪), ‘સવણિક રામાયણ' (૧૯૩૬), ‘આનંદ બત્રીસી' (૧૯૩૭), હાસ્ય પ્રકાશ” (૧૯૪૩), “ચતુર ભાભી અને ચક્રમ મંડળ' (૧૯૫૧), “ચતુર ભાભીનાં પરાક્રમો' (૧૯૫૨) તેમ જ 'હદયની રસધાર' (૧૯૨૬), પાંચ નાટકો ધરાવતા નાટયરગ્રહ ‘ફેન્સી ફાર' (૧૯૨૭) તથા હાસ્યના સ્વરૂપની વિચારણા નિરૂપતું “વિનોદશાસ્ત્ર' (૧૯૨૬) વગેરે નાનાંમોટાં પુસ્તકો એમની પાસેથી મળ્યાં છે. જીવનની રસિકતાઓનું આલેખન કરતા એમના હાસ્યલેખમાં અત્યુકિત અને ધૂળતા, અલબત્ત, જોવા મળે છે, પરંતુ એમાં કોઈ એક કે બીજા વર્ગ પરત્વેના દંશને પ્રહાર જોવા મળતો નથી. ૨.ર.દ. ખંભાતા જહાંગીર પેસ્તનજી (૧૮૫૬, ૧૯૧૬): ‘જુદીન ઝઘડો' જેવું નાટક તેમ જ નાટ્યક્ષેત્રના અનુભવો વર્ણવ ગ્રંથ ‘મહારો નાટકી અનુભવ’ (૧૯૧૪) ના કર્તા. ચં.. ખંભાતા પીરોજશાહ રુસ્તમજી: ‘જમશેદ હોલ'(૧૮૯૯) નવલકથાના કર્તા. નિ.. ખંભાતા રાબજી કાવસજી (૧૮૫૫, ૧૮૯૯): 'બહસ્તનશીન હોમલીબાઈની વાએજ' (૧૮૯૪) નવલકથાના કર્તા. ચંટે. ખાકસાર, ‘બંદા': વિવિધ રાગ-રાગિણીઓમાં લખાયેલાં ગીતાનો સંગ્રહ ‘ઇશ્કે હકીકી' (૧૯૪૧) અને ગૌસુલ આઝમ શેખ અબ્દુલ કાદર જુબાનીનું ટૂંક જીવનવૃત્તાંત'ના કર્તા. નિ.વો. ખાકી બાવાસાહેબ અહમદઅલી : અમદાવાદ જિલ્લાના પીરાણા ગામના વતની. ઇમામશાહ બાવાની સ્તુતિ અને બેધક વચનો વિશેની કવિતા ‘ચિત્તવરણી' (બી. આ. ૧૯૫૨)ના કર્તા. નિ.. ગુન્શી સાહિત્યકોણ - ૨ : ૮૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy