SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ખબરદાર અરદેશર ફરામજી–ખરાસ મહેરબાન ધનજીશાહ ખબરદાર અરદેશર ફરામજી, ‘અદલ’, ‘મટાલાલ’, ‘ખો ભગત', લેમાનંદ ભટ્ટ', 'નરકેસરીરાવ', 'શંભુનાથ', 'શ્રીધર’, ‘શેષાદ્રિ), ‘લખા ભગત', વલ્કલરાય ઠાર’, ‘હુન્નરસિંહ મહેતા (૬-૧૧-૧૮૮૧, ૩૦-૭-૧૯૫૩): કવિ, વિવેચક, નાટકકાર. જન્મ ગુજરાતના દમણ ગામમાં. પ્રાથમિક શિક્ષણ દમણમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. કોલેજમાં અભ્યાસની તકથી વંચિત. ૧૯૦૯ માં મદ્રાસમાં મેટ-સાઇકલના સામાનને ધંધો શરૂ કર્યો. મદ્રાસ અને મુંબઈમાં વસવાટ. ૧૯૪૧માં અંધેરીમુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. મદ્રાસમાં અવસાન. એમના પહેલા કાવ્યસંગ્રહ “કાવ્યરસિકા' (૧૯૦૧)માં એમણે દલપતરૌલીને અનુસરીને કાવ્યો આપ્યાં, ‘વિલાસિકા' (૧૯૦૫)માં નરસિંહરાવ દીવેટિયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં, તો ‘પ્રકાશિકા(૧૯૦૮) માં અન્ય કાવ્યો ઉપરાંત 'કાન્ત'-'કલાપી'ની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં. ‘ભારતનો ટંકાર' (૧૯૦૯)માં રાષ્ટ્રભકિતનાં ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો આપી આપણા પહેલા રાષ્ટ્રશાયર બન્યા. ૧૯૨૦માં ન્હાનાલાલની ડોલનશૈલીના વિડંબનલેખે ‘ગુજરાતને તપસ્વીને ‘બ્રહ્મદીક્ષા'નાં પ્રતિકાવ્યોરૂપે અનુક્રમે પ્રભાતનો તપસ્વી' અને 'કુકકુટદીક્ષા’ નામક ઉપહાસ-કટાક્ષકાવ્યો આપ્યાં. 'સંદેશિકા' (૧૯૨૫) માં ઇતરકાવ્યો સાથે દેશભકિત રેલાવી, તે “કલિકા' (૧૯૨૬)માં અંગ્રેજી ‘બ્લેન્ક વર્સ'માં વિશિષ્ટ કલ્પનારૂપક-સભર સુદીર્દી પ્રેમકાવ્ય આપ્યું. ‘ભજનિકા' (૧૯૨૮)માં પંચોતેર જેટલાં ભકિતકાવ્યો આપ્યાં, તે રાસચંદ્રિકા' ભાગ ૧ (૧૨) તથા ભાગ ૨ (૧૯૪૧)માં એમણે સવાસે જેટલા રારા ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે આપ્યા. પુત્રી તેહમીનાનું દુ:ખદ અવસાન થતાં ‘દર્શનિકા' (૧૯૩૧) નામને સળંગ ઝૂલણા છંદમાં ધર્મ-તત્ત્વજ્ઞાનથી મંડિત આંતરજીવનના પ્રશ્નો ચર્ચતો, સાત્વિક ચિંતનમય સ્નેહનો વિશ્વધર્મ પ્રબોધતો કાવ્યગ્રંથ આપ્યો. રાષ્ટ્રિકા' (૧૯૪૦)માં શૌર્ય-સ્વાર્પણ પ્રેરતાં રાષ્ટ્રકાવ્યગીત આપ્યાં. ‘કલ્યાણિકા' (૧૯૪૦)માંનાં તત્ત્વદર્શનયુકત ભકિતકાવ્યો એમની પ્રભુપિપાસા દાખવે છે. “શ્રીજી ઈરાનશાહને પવાડો' (૧૯૪૨) મરાઠી પવાડી ઢબનું, ઈરાનશાહ અને પારસી કોમના ઇતિહાસ વિશેનું વર્ણનકાવ્ય છે, તો ‘ગાંધી બાપુને પવાડો' (૧૯૪૮) એ જ ઢબે ગાંધીજીને મહિમા ગાતું કાવ્ય છે. ‘નંદનિકા' (૧૯૪૪)માં જીવન-મંથન આદિ જુદાં જુદાં ખંડોમાં વહેંચાયેલાં પ્રભુવિષયક સૉનેટકાવ્યો છે. ‘ગાંધી બાપુ' (૧૯૪૮)માં ગાંધીજીનું મહિમાગાન કરતાં એકત્રીસ કાવ્ય છે. અવસાનવર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ ‘કીર્તનિકા' (૧૯૫૩)માં વંદન, સ્પંદન, કંદન, મંથન, ચિંતન, રંજન અને નંદન એમ સાત વિભાગોમાં પ્રભુભકિતનાં પંચોતેર કીર્તનકાવ્યો છે. અંગ્રેજી કાવ્યસંગ્રહ 'ધ સિલ્કન ટેસલ' (૧૯૧૮)માં જુદા જુદા વિભાગે થઈ પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી વિષયક ૫૯ તેમ જ ‘જરથુસ્ર-ધ ફર્સ્ટ ફેટ ઓવ ધ વર્લ્ડ' (૧૯૫૦)માં પયગંબર હારશય વિષયક ૧૦૧ સેનેટે મળીને કુલ ૧૨૦ અંગ્રેજી વ્યાં એમણે આપ્યાં છે. ‘અ જરથુષ્ટ્રની ગાથાઓ પર નો પ્રકાશ” (૧૯૪૯)માં ગુજરાતી ભાષામાં એમણ ગાથાવિષયક અભ્યાસમય વિદ્વત્તાસભર લેખ સાથે અથુનવઇતિ ગાથા કવિતામાં આપી છે અને ૧૯૧૧માં એનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. કવિ બહેરામજી મલબારીનાં કાવ્યોમાંથી પસંદ કરેલાં કાવ્યો લાંબા અભ્યાસલેખ સાથે 'મલબારીનાં કાવ્યરત્નો' (૧૯૧૩) નામક ગ્રંથમાં સંપાદિત કર્યા છે. એમણે ૧૯૩૬ માં લખવા માંડેલું ‘મનુરાજ અથવા વિશ્વનાટિકા' નાટક છેવટ સુધી અપૂર્ણ રહેલું છે, જે થના ફાઉસ્ટ' અને હાનાલાલના ભાવનાપ્રધાન નાટકની શૈલીમાં અખંડપદ્ય મહાછંદમાં લખાયું છે અને અદ્યાપિ અપ્રગટ છે. એમણે ૧૯૨૪ માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે અને ૧૯૪૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલાં વ્યાખ્યાને, તેમ જ ૧૯૩૮માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ‘દકર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા’નાં ગુજરાતી કવિતાની રચનાકળા’ પરનાં પાંચ વ્યાખ્યાને ધ્યાનપાત્ર છે. ધ.મા. ખમાર પ્રહૂલાદ પ્રભુદાસ: મુંબઈ, અમદાવાદ અને રાજકોટ વિભાગનાં વિકાસલક્ષી કાર્યોને જોવાના ઉદ્દેશથી થયેલા પ્રવાસનું વાશન આપનું પુસ્તક 'વિકારધામની યાત્રા' (૧૯૫૮)ના કર્તા. નિ.વા. ખમાર મહેન્દ્ર પી.: ‘ઉત્તરભારતયાત્રા-પ્રવાસના કર્તા. નિ.વ. ખરશેદજી નશરવાનજી પેસ્તનજી : રમુજી વાર્તાઓનો સંગ્રહ ‘મરુહે હોકાયત’–ભા. ૧-૨ (૧૮૭૪), ‘હાકાયતે દીલપસંદ', ‘નકલીઆતનામાં’, ‘હીંદુસ્થાનના ઇતિહાસ’ વગેરે પુસ્તકોના કર્તા. નિ.વ. ખરા બપોર (૧૯૬૮): જયંત ખત્રીને ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર' જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો માટીનો ઘડો' અને ‘નાગ'માં પ્રતીક-કલ્પનની સાર્થાત ગૂંથણી કરીને વાર્તાકારે પોતાના કલાકસબનહિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડમાં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિભંજક સહાપસ્થિતિ છે, તે “સિબિલમાં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ખલાસમાં પુરુષપાત્રના વિછિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે, તો ‘જળ’, ‘મુકિત” તથા “ઈશ્વર છે?” અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવે અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે. ધી.મ. ખરાબ કરવાની કળા : જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં ખરાબ કરવાની કળા દ્વારા સ્વામિત્વની કૃતાર્થતા સિદ્ધ કરવાની વૃત્તિને હસી કાઢતો રામનારાયણ વિ. પાઠકનો હળવો નિબંધ અંટો. ખરાસ મહેરબાન ધનજીશાહ : ‘અપીલું સુખી કુટુંબના કર્તા. નિ.વો. ૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy