SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કોન્ટેકશનર નાદીર અ. –કલાન્ત કવિ કૉફેકશનર નાદીર અ. ફ.: ‘કાલાબાથી કાશ્મીરના કર્તા. કૌ.બ્ર. કોયા ભગત: જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ. કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતે (૧૯૩૩): સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોન્યાનના સંકલ્પ ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ કાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સજેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, વિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેને સંદેશ પ્રમુખ હોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. ચંટો. કોલક: જુઓ, દેસાઈ મગનભાઈ લલ્લુભાઈ. કોલહાટકર અયુત બળવંત: ચરિત્રકૃતિ દેશભકત બાબુ મેનુનું જીવનચરિત્ર' (૧૯૩૧) ના કર્તા. ક.બ્ર. કોહિનૂર: જુઓ, નાણાવટી હીરાલાલ ચુનીલાલ. કૌતુક: ધુમ્મસમાં છુપાયેલો સૂર્ય અને ધુમ્મસ બહાર આવેલા સૂર્ય- આ બે વચ્ચે ઈશ્વર અને કૌતુકને એકાકાર કરતો જયોતિષ જાનીને લલિતનિબંધ. રાંટો. કયાં (૧૯૭૦): રમેશ પારેખના ગીત, ગઝલ અને અછાંદસ રચનાને સંગ્રહ. રાજેન્દ્ર નિરંજનના ગીતથી જુદા પડી રાવજીમણિલાલથી આગળ વધેલા ગીતે આ કવિની અપૂર્વ વ્યકિતમત્તાને કારણે નવું કલેવર ધારણ કર્યું છે, એની પ્રતીતિ આપતાં છેતાલીસ જેટલાં ગીતો અહીં છે. સેરઠી લોકલય, ગોપપરિવેશ, ગ્રામીણ નારીનાં વિવિધ સ્વરૂપે તેમ જ એમની તળપદી ચેતનામાંથી વ્યકત બલી-લહેકાઓ, કયારેક તેનલ જેવી કાલ્પનિક નાયિકાને કેન્દ્રમાં રાખીને આવતી ઉકિતઓ-વગેરેમાં નવી તાજગી જોવાય છે. ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, ‘તારો મેવાડ મીરાં છોડશે” જેવાં લોકપ્રિય ગીતમાં કલ્પનપ્રચુર ઇન્દ્રિયાનુરાગી નિરૂપણ અને મનહર પ્રાસયુકત આસ્વાદ્ય લય છે. ઓગણત્રીસ ગઝલમાં કવિ ગઝલને ખૂબ ચુસ્ત સ્વરૂપમાં સ્વીકારતા નથી, તેમ છતાં ‘હવાઓ’ અને ‘ચશમાના કાચ પર’ જેવી તેજસ્વી ગઝલો અહીં છે. અન્ય પરંપરિત લયાન્વિત રચનાઓમાં ‘તમને ફૂલ દીધાનું યાદ અત્યંત આકર્ષક છે. ચંટો. કથા છે બેધિસત્વ?: અનેક રોષોનાં દમન વચ્ચે વિદ્રોહના બુલંદ સૂરની અપેક્ષા રાખતી શ્રદ્ધાને નિરૂપતો શિરીષ પંચાલન ' ચિંતનાત્મક નિબંધ. ચંટો. કાઉસ ચાર્લટ હર્મન, સુભદ્રાદેવી (૧૮-૫-૧૮૯૫,-) : વિવેચક, સંપાદક. જન્મસ્થળ હૉલ (Halle), પૂ. જર્મની. ૧૯૧૪ માં પૂર્વ જર્મનીના દેસાઉની કન્યાશાળામાંથી મૅટ્રિક. પ્રાચીન જર્મન સાહિત્યમાં પીએચ.ડી. પછી ઇન્ડોલોજીને અભ્યાસ. લાઇણિક યુનિવર્સિટીમાં ઇન્ડોલોજી અને તુલનાત્મક ભાષાશાસ્ત્રમાં ફેલે અને મદદનીશ પ્રાધ્યાપક. એ જ યુનિવર્સિટીના ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટમાં કયુરેટર. ૧૯૨૫ માં ભારતીય ભાષાઓ અને જૈન ધર્મના અભ્યાસ માટે યુનિવર્સિટી દ્વારા ભારત. જૈનેની સંસ્થા શ્રી વીરતવ પ્રકાશક મંડળ, શિવપુરી (શાંતિનિકેતન)માં મુનિ વિદ્યાવિજય પાસે જૂની ગુજરાતી અને જેઆગમને અભ્યાસ. પછીનું શેષજીવન શ્રાવિકારૂપે. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ દ્વારા ભારતીય સાહિત્યવિશારદા'નું સંમાન. એમણે “અબુદગમન' (૧૯૨૬), 'જંગલમાં મંગલ' (૧૯૨૬), ‘હું મારા આશ્રમમાં' (૧૯૨૭), ‘ગિરિનાર’ (૧૯૨૯), 'ગુજરાત કાઠિયાવાડની મારી મુસાફરી' (૧૯૨૯), 'મુંડકોપનિષદ અને જૈન ધર્મ' (૧૯૨૭), 'જૈન ધર્મ – એક આલોચના' (૧૯૨૮), ‘આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ' (૧૯૨૭) વગેરે પુસ્તકો લખ્યાં છે. આ ઉપરાંત એમણે “અઘટકથા' (૧૯૨૨), “અંબચરિત્ર (૧૯૨૨), 'પંચાખ્યાન' (૧૯૨૪) તથા ‘નાસકેતરી કથા' (૧૯૨૫) નામના ગ્રંથોનું સંપાદન કરેલું છે. એમણે હિન્દીમાં 'જૈન ઉત્સવોં કી વિશેષતા' (૧૯૨૭),અંગ્રેજીમાં ‘ન્યૂ લાઇટ ઓન ધ વૈદિક ઍન્ડ આસ્તિક રિલિજિયન્સ’ (૧૯૨૯), ધ કેલિડોસ્કોપ ઓવ ઇન્ડિયન વિઝડમ” (૧૯૨૯), ‘એન ઇન્ટરપ્રિટેશન ઑવ જૈન ઍથિ' (૧૯૨૯), ધ હેરિટેજ ઑવ ધ લાસ્ટ અહંત' (૧૯૩૦), ‘શિવપુરી ઑવ ધ શાંતિનિકેતન ઑવ ધ જૈનઝ' (૧૯૩૦), ધ સોશ્યલ એટમોસ્ફિયર ઑવ પ્રેઝન્ટ જૈનિઝમ' (૧૯૩૦), ‘ઇન્ડિવિડ્યુઅલ એન્ડ સોસાયટી ઇન જેનિઝમ' (૧૯૩૧) અને ‘સેઇગ્સ ઑવ વિધર્મસૂરિ (૧૯૩૧) તેમ જ જર્મનમાં ‘હિન્દુસ્તાનની સભ્યતા વગેરે ગ્રંથ લખ્યા છે. ક્રિશ્ચિયન આલ્બર્ટ કહાનજી (૫-૧-૧૯૧૫): કવિ. જન્મસ્થળ બોરસદ. ૧૯૩૪ માં પી.ટી.સી. ૧૯૩૭-૭૩ દરમિયાન વિવિધ માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્ય. એમણે ઈશ્વર, ધર્મ, કુદરત, માનવજીવન, ઋતુઓ અને ફૂલો પરનાં કાવ્યોને સંગ્રહ ‘શેરોનનાં પુષ્પો' (૧૯૮૪) આપ્યો છે. ૨.ર.દ. ક્રિશ્ચિયન લાજરસ : સમાજ શિક્ષણના આશયથી લખાયેલી કથા ‘ગુરુસેવાના કર્તા. કૌ.બ. કલાન્ત કવિ: જુઓ, કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ. કલાન્ત કવિ (૧૯૪૩) : 'કલાન્ત કવિ' (૧૮૮૫), “સૌન્દર્યલહરી' (૧૮૮૬), ‘હરિપ્રેમપંચદશી' (૧૯૦૭)-એ ત્રણે કૃતિઓ ઉપરાંત બીજી પ્રકીર્ણ કૃતિઓને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત ગુજરાતી સાહિત્યકોશ:૨ : ૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy