SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કોઠારી માધવલાલ દલસુખરામ-કોંફેકશનર ખુરદાદ રૂસ્તમજી, કોઠારી હરીશ સુમનલાલ (૧૧-૫-૧૯૪૦): ચરિત્રકાર. જન્મ રાજપીપળામાં. બી.એ. સુધીનો અભ્યાસ. દિહાણમાં શિક્ષક. “મુકિતના મરજીવા' (૧૯૮૩) એમને ચરિત્રગ્રંથ છે. છેલ્લા બે દાયકાના નાંધપાત્ર પ્રગશીલ કવિઓ વિશેની પરિચયાત્મક નોંધ પણ છે. એમણે ‘ગઝલનું નવું ગગન' (૧૯૭૭), ગુજરાતી કવિતાનું અંગ્રેજી ભાષાન્તર “મને-ઇમેજ'- ૭૯” (૧૯૭૯), ‘ગઝલની આસપાસ' (૧૯૮૨) અને “વસિસ' (૧૯૬૯) એ ચાર ગ્રંથોનું સંપાદન કર્યું છે. ચં.ટા. સ.ડ.. કોઠારી માધવલાલ દલસુખરામ : કવિ, નાટયકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. એમની પાસેથી કાવ્યગ્રંથ “અવિનાશાનંદ કાવ્ય' (૧૯૨૧) અને “સત્સંગ શિરોમણિ' (૧૯૨૨); નાટયકૃતિ ‘ભીષ્મ પિતામહ તેમ જ નવલકથાઓ ‘ભાગ્યશાળી અમરસિંહ’ અને ‘ભાવેસન : ભાવસાર કોમને મૂળ પુરુષ’ મળ્યાં છે. આ ઉપરાંત અનૂદિત નાટક ‘મેવાડપતન', અનૂદિત ધર્મગ્રંથ “શિક્ષાપત્રીઅર્થદીપિકા' (૧૯૩૫), “શિક્ષાપત્રી ભાષ્ય': ૧-૨ (૧૯૨૩, ૧૯૨૫) અને સંપાદિત પુસ્તક 'શ્રીજીની પ્રસાદીના પત્રો’ પણ એમની પાસેથી મળ્યાં છે. કૌ.બ. કોઠારી મેવાણી : ચરિત્રાત્મક કૃતિ 'ઝંડાધારી મહર્ષિ દયાનંદ' (૧૯૨૬)ના કર્તા. કોઠારી રમણલાલ છોટાલાલ (૧૨-૧૨-૧૯૨૫): કવિ, વિવેચક. -: જન્મ. ---- She : ગુખ. ૧૯૪૬માં ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાંથી ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એ જ વિષ સાથે એમ.એ. ૧૯૪૮ થી ૧૯૫૫ સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૫-૫૬ નું એક વર્ષ ભૂજની લાલન કૅલેજમાં અને ૧૯૫૬ થી ફરી વિલ્સન કોલેજ, મુંબઈમાં અધ્યાપન. ૧૯૭૧ થી ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. એમના કાવ્યસંગ્રહ ‘વૃંદાવન (૧૯૫૩)માં મિલનવિયોગનાં પ્રણયકાવ્યોની ભાષા શિષ્ટ અને સરલ છે. બીજા કાવ્યસંગ્રહ ‘વન્નરી' (૧૯૫૮)માં ‘કૃધિકારિણી” તથા “શિશુ” સંતર્પક સૅનેટો છે. એમના વિવેચનસંગ્રહ ‘અવલોકન' (૧૯૬૧)માં એક સાહિત્યસ્વરૂપ વિષયક લેખ, એક વૈયકિતક રેખાચિત્ર અને અન્ય પંદર સાહિત્યસર્જક કે સર્જનની સમીક્ષાના લેખે છે. સ્વરૂપવિષયક લેખમાં આખ્યાન-રેડિયો-નાટકને આધુનિક પ્રશ્ન તુલનાત્મક દૃષ્ટિએ રજૂ થયો છે. એમને બીજો વિવેચનગ્રંથ 'ન્હાનાલાલને કાવ્યપ્રપાત' (૧૯૬૮) છે. આ ઉપરાંત એમણે ‘સંનિધિ' (ચિ.શિ. ત્રિવેદી સાથે, ૧૯૭૭) પાઠયપુસ્તકનું સંપાદન પણ કર્યું છે. પ્ર.બ્ર. કોઠારી રમેશ: ‘બુલબુલ’ અને બાળનાટક-સંગ્રહ “નાટક કરી'ના કર્તા. પા.માં. કારી સોમચંદ જસરાજ: નાટયતત્ત્વવાળે રોમાન્સ ધરાવતા ‘ગુલાબસિંહ ચરિત્ર' (૧૮૯૮)ના કર્તા. કૌ.બ્ર. કોઠાવાળા જરબાનુ મહેરવાનજી (૧૮૭૮,-): નવલકથાકાર. જન્મ એડનમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. ‘રસેદ' (૧૯૮૫), ‘બાગે દિલખુશ' (૧૯૦૯), 'સૂરજમહાલની શેઠાણી' (૧૯૦૯), ‘મોટા ઘરની માણેક' (૧૯૨૪) નવલકથાઓ એમણે આપી છે. ચં.ટો. કોઠાવાળા મર્ઝબાન રતનજી: પ્રવાસ-પુસ્તક ‘મોટરમાં મારી મુસાફરી, મુંબઈથી કાશ્મીરના કત. કૌ.. કોડિયાં (૧૯૩૪): કૃષ્ણલાલ શ્રીધરાણીને કાવ્યસંગ્રહ. એમની સિસૃક્ષાને દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ પોષણ આપ્યું છે. ગાંધીવાદને પગલે સમાજવાદની અસર અનુભવવા છતાં વાસ્તવના લેખનથી દૂર રહી એમણે કાવ્યના રસસૌન્દર્યની માવજત કરી છે. અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભકિત, પ્રણય અને પ્રકૃતિ જેવા વિષયેનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી' જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મેહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યમાં ભાવનાત્મક અભિગમ છે. “સ્વરાજ રક્ષર્કમાં છે , પ્રદ જ શેલડીના મિષરસમાં રૂપાંતર પામે એ વકતવ્ય સૂચક છે. “આજ મારો અપરાધ છે, રાજા !'માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુકતક પ્રકારની લધુ ગેયરચનાઓ આપી છે ઉપરાંત સૅનેટ, ગીત અને પ્રસંગકાવ્યોની અજમાવેશ કરી છે. એમાં સેનેટમાં સિદ્ધિ અ૫ છે; પ્રસંગકાવ્યમાં લાગણીના બળની સાથે નાટયાત્મકતા ભળે છે. ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી', 'બુદ્ધનું પુનરામગન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુકિત અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે. નૃ.પા. કોણ કરી લાવે?: ખાળી ન શકાય એવા પ્રયાટાણે વીંટાઈ વળતા વિશ્વના સ્નેહને નિરૂપતું સ્નેહરશ્મિનું ગીત. ચંટો. કોન્ટ્રાકટર મૂકેશ વેણીલાલ (૧૯-૯-૧૯૪૨): વિવેચક. જન્મસ્થળ સુરત. ૧૯૬૩ માં બી.એ. ૧૯૬૭માં એમ.એ. નવયુગ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘રમણલાલ દેસાઈ : એક અધ્યયન' ગ્રંથ એમના નામે છે. નિ.વા. કૉન્સેકશનર ખુરદાદ રૂસ્તમજી: નવલકથા ‘સીતમગર’ (૧૯૧૦)ના ફર્તા. કૌ.. ૮૨: ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy