SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ યાજ્ઞવલ્કય પણ વિદગ્ધાગ્ય સંજ્ઞય શાકય (ઋગ્વેદમાંની શાકલ્ય શાખાના પ્રવ`ક) ઋષિએ યાજ્ઞવલ્ક્યની અતિશય નિંદા કરવાથી, તેનું પેાતાનું જ માથુ ઊખડી પડી એનું મૃત્યુ થયું. સર્વ ઋષિએ તાતાને આશ્રમે ગયા. પછી જનકે આની પાસે બ્રહ્મવિદ્યા સંપાદન કરી. ત્યારબાદ આ પણ પેાતાને આશ્રમે ગયેા. યાજ્ઞવલ્કય ગૃહસ્થાશ્રમ કરતા હતા. તેની સ્રી મૈત્રેયી તેની પાસેથી બ્રહ્મવિદ્યા સંપાદન કરી ઉત્કૃષ્ટ બ્રહ્મનિષ્ઠ બની હતી. મૈત્રેયીને સંતિત મુદ્દલ જ થઇ નહિ, કાત્યાયનીથી માત્ર ચંદ્રષ્ટાંત, મહામેધ અને વિજય એવા ત્રણ પુત્ર થયા હેાય એમ જણાય છે. ચૌદ હાર શિષ્યા અને આ ત્રણેને મહાદેવના શાપે કરીને રાક્ષસ યાનમાં અવતરવું પડયું હતુ. (૧. ચંદ્રકાંત શબ્દ જુએ.) યાજ્ઞવલ્કયને તેના મામા વૈશ પાયને અતિશય હેરાન કર્યો, માટે તે દિવસથી પેાતાના શરીરસબધ સુધ્ધાં મામાના ગાત્રમાં ન કરવા, આવા તેને કરેલા નિયમ આજપર્યંત વાજસનેયી શાખાવાળા પાળે છે. યાજ્ઞવલ્કચ શુક્લ યજુર્વેદ, શતપથ બ્રાહ્મણુ, બૃહદારણ્યક અને યાજ્ઞવલ્કચસ્મૃતિના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. એ વૈયાકરણી કાત્યાયનની પૂર્વે થઈ ગયા. ધણું કરીને એ મનુની પછીથી થયેા હશે, એની લખેલી યાજ્ઞવલ્કયસ્મૃતિ તે। મનુની સ્મૃતિની પછીથી લખાઈ છે, એ નક્કી છે. એ બાલિ નામના બ્રહ્મર્ષિ'ના, અને મુખ્યત્વે વૈશ`પાયનને શિષ્ય હતા. યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞમાં એ હાજર હતા એમ મહાભારતમાં કહ્યું છે. શતપથ બ્રાહ્મણુમાં કહ્યું છે કે એ સીતાના પિતા, વિદેહના રાજા જનકના દરબારમાં હતા. જનકને ઘણા બ્રહ્મણ્ણાની સાથે સંવાદ થયા હતા. આ સવાદે એની સૂચનાથી થયા ઢાઈ, આ સ`વાદામાં એ જનકને પુષ્ટિ આપતા. યાજ્ઞવલ્કચ તે કાલે પ્રચલિત જ્ઞાનના શિક્ષણુ અને ક્રિયાઓનાં વિધાનાની વિરુદ્ધ હતા, અને સંવાદામાં બધા બ્રાહ્મણાને હરાવતા. વિદગ્ધ શાકલ્ય યાજ્ઞવલ્કય કરીને એક બ્રાહ્મણુ એનેા સામાવાળાએ હતેા; પશુ યાજ્ઞવલ્કયે એને હરાવીને શાપ આપ્યા હતા. એ શાપને લઈને શાકલ્યનું માથું ઊખડી જઈ, એ મરણ પામ્યા હતા, અને એનાં અસ્થિ ચાર લેકે લઈ ગયા હતા. યાજ્ઞવલ્કય કાર્ય ત્યાગ અને ધ્યાનની મહત્તા જણાવતા હેાવાથી એ યેાગને પ્રવર્તીક ગણાતા. એના ઉપદેશ વડે જીદ્દ ભગવાનના ખાધ ગ્રહણુ કરવાની લેાકેાની ચેાગ્યતા થઈ એમ કહેવાય છે. એને બે સ્ત્રીઓ, મૈત્રેયી અને કાત્યાયની નામે હતી. મૈત્રેયીને એણે પોતાની ફિલસૂફી શીખવી હતી; અને એ મેાટી વિદુષી બની હતી. પેાતાના એન્શ્ય’ટ સ`સ્કૃત લિટરેચર' નામના પુસ્તકમાં ૨૨મે પાને સ્વ. મેક્ષમૂલરે મૈત્રેયી અને યાજ્ઞવલ્કયના સંવાદમાંથી અવતરણ આપ્યા, જેમાં યાજ્ઞવલ્કયે પેાતાની ફિલસૂફ્રી સમાવી છે. જે ધર્મભેદને યાજ્ઞવલ્કય ઉત્પાદક અગર અગ્રેસર હતા, તેમાંથી શુકલ યજુર્વેદના ઉદ્ભવ થયા છે. આ વેદના એ ઉત્પાદક અગર અગ્રેસર હેાવાથી કેટલાક આ વેદને વાજસનેયી સહિતા કહે છે. શતપથબ્રાહ્મણુ અને બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્કયે, કેટલું બનાવ્યુ, તે સંદિગ્ધ છે. વખતે કેટલાક ભાગ એણે કર્યા હશે અને કેટલાક એની દેખરેખ નીચે સંગ્રહાયા હશે. કેટલાક વળી એમાં યાજ્ઞવલ્કચ અને એના મત અંગે લખેલુ હાવાથી એનું વાજસતેયી નામ પડયુ એમ પણ કહે છે. બૃહદારણ્યક યાજ્ઞવલ્કય ક્રાંડ નામના ભાગ તા અનેા પેાતાના લખેલા નહિ હ્રાય કેમકે આ ભાગમાં એની કાતિ અને ગુણાનુવાદનાં જ ગાન ઢાવાથી ઘણું કરીને એ એના મરણ પછી લખાયા હશે. યાજ્ઞવલ્કચસ્મૃતિ મનુસ્મૃતિની પાછળથી લખાઈ છે; અને મનુસ્મૃતિ કરતાં એમાંના નિણ્યા ચોક્કસ, યથા અને કડક છે આ ગ્રંથનું મહત્ત્વ માત્ર મનુસ્મૃતિ કરતાં જ ઊતરતું છે. આ ગ્રંથની ‘મિતાક્ષરા' નામની ટીઢા બંગાળા સિવાય આખા હિંદુસ્તાનમાં માન્ય છે.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy