SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ભીષ્મ જન્મેલા આઠ પુત્રામાં સૌથી નાના, તે ઘુઃ નામના વસુના અંશ હતા. /ભાર॰ આ૦ ૧૦૬-૧૫ એના આઠ મેાટા ભાઈઓ મરી ગયા અને આ શી રીતે બચ્યા તેનું વૃત્તાંત આમ છે. પૂર્વે અષ્ટ વસ્તુઓને સિષ્ઠના શાપ થયે। હતા કે તમારે મૃત્યુલોકમાં જન્મ થશે; તે ઉપરથી તેમણે ગંગાની પ્રાર્થના કરી કે તને પણ પૃથ્વી પર જન્મ ધારણ કરવાના શાપ છે, તેા અમે તારે પેટે જન્મ લઈશુ. પરંતુ તું અમને જન્મતાંની સાથે જ પાણીમાં ડુબાડતી જજે, એટલે અમને સત્વર પૂર્વ^ યોનિમાં આવવું સુગમ પડશે. આ ગંગાએ માન્ય કર્યું. પછી તે શંતનુની સ્ત્રી થઈ. શાંતનુ સાથે તેણે એવી શરત કરી હતી કે હું જે કાંઈ કરું તે તારે માન્ય હેાવુ. જોઇશે. જે દિવસે તારાથી એમ નહિ થઈ શકે તે ક્ષણે હુ તને તત્કાળ મૂકી ચાલી જઈશ. શાંતનુ તથાસ્તુ કહી તેને વર્યા. એક પછી એક તેને સાત પુત્ર થયા તે તેણે પાણીમાં ડુબાડયા. આઠમેા પુત્ર આ થયા; આને પણ ડુબાડવા તે ચાલી; ત્યારે શંતનુએ કહ્યું કે તેં સાત પુત્રાને ડુબાડયા, પરંતુ મેં તને કશુંયે કહ્યું નથી. ત્યારે હવે આ એક પુત્ર તેા રહેવા દે. આ ઉપરથી ગ ંગાએ તથાસ્તુ કહી, કરેલી શરતનુ તેને સ્મરણ કરાવ્યું અને કહ્યું કે આ પુત્ર મેટા થાય ત્યાં સુન્ની તેને મારી પાસે રહેવા દે; મેાટા થશે એટલે હુ તને આણી આપીશ. આટલું કહી તે સહિત અંતર્ધ્યાન થઈ / ભાર॰ આદિ અ૦ ૧૦૦ કેટલેક કાળે આ પુત્ર–ભીષ્મે થાડા મે।ટા થતાં જ, ગગાએ અને વસિષ્ઠ ઋષિ પાસે વેદાધ્યયન માટે લાવીને મૂકયો; તે પૂર્ણ થયા પછી ધનુવેદ શીખવા માટે જામદગ્ન્ય રામ પાસે તેને લઈ ગઈ. પુત્ર ૩૮ તે વેળાએ તેમણે કહ્યું કે ક્ષત્રિયાને ધનુવેંદન શાખવવાની મારી પ્રતિજ્ઞા છે; માટે તું આને પાછા લઈ જા. પરંતુ ગંગાએ પ્રાર્થના કરીશું કે મારી ખાતર આપે આને વિદ્યા શીખવવી જ જોઈએ. આ ઉપરથી ગગાને માનભંગ ન કરવાના વિચારથી રામે આને તે વિદ્યા .ઉત્તમ પ્રકારે શીખવી. તે વિદ્યા પણ આ પૂર્ણ શીખ્યા જોઈ, ભીષ્મ ગગાએ તેને લાવીને શંતનુને સ્વાધીન કર્યાં અને પે!તે અંતર્ધાન થઈ. આ ગંગાને પેટે જન્મેલે હેવાથી તેને ગાંગેય કહેતા. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવ વડે એ ધ્રુવ સરખે દૈદીપ્યમાન દેખાતે। તેથી તેને દેવવ્રત પણ કહેતા. પૂર્વે ગંગા અંતર્ધાન થઈ ત્યારથી જ શ તનુ વિરહથી પીડાતા હતેા, તેમાં આને લાવીને આપ્યા પછી પુનઃ અંતર્ધાન થઈ તેથી તેને વિરહ બહુ વધી પડયા. પરંતુ નિરુપાયે મન વારી રાખતાં એકદા નદી તીરે ફરતાં ફરતાં તેણે એક સુંદર તે તરુણુ કન્યા જોઇ. આથી શંતનુ કામાંધીન થઈ તુ મારી સ્ત્રી થા એવું તે કન્યાને કહેવા લાગ્યા, હું ધીવરની કન્યા છું, મારા પિતાને પૂછી જુએ, એવું તેણે કહેવાથી શ ંતનુએ પ્રથમ તે કેની કન્યા છે તેની તલાસ કરાવી. તે ક્ષત્રિય કન્યા છે. એવે પૂર્ણ નિશ્ચય થતાં તેણે ધીવરને પૂછ્યું. ધીવરે પણ આ કન્યા તેને શી રીતે પ્રાપ્ત થઈ ઇત્યાદિ વાસ્તવિક વૃત્તાંત કહી શ ́તનુને કહ્યુ કે તારે પ્રથમ સ્ત્રીના પુત્ર છે, તે મેાટા શૂર હાઈ, યૌવરાજ્ય તે જ સભાળે છે; તે। . આ કન્યાને તારાથી થયેલા પુત્રને રાજ્યપ્રાપ્તિને ઉપાય શે, તેને વિચાર કરી મને કહે. જો આના પુત્રને રાજ્ય પ્રાપ્ત થાય જ એવું હશે તેા એ કન્યા હું તને દઈશ. શ ંતનુ ધીવરનાં આવાં વચન સાંભળી નિરાશ થઈ ઘેર આવ્યા; પરંતુ તે દિવસે દિવસે ક્ષીણ થતા ચાલ્યા. આવુ જોઇ ભીષ્મે એક બે વખત તેનું કારણ તેને પૂછ્યું; પરંતુ પુત્રને આ શી રીતે કહેવાય, એવી લા આવવાથી તેણે તેને કાંઈ કર્યું નહીં. છેવટે આ ગુહ્ય વાતની ખબર પડતાં પડતાં ભીષ્મને કાને આવતાં જ તે ધીવર પાસે ગયા, તે તેને કહેવા લાગ્યા કે આ તારી કન્યા, મારા ભય ન રાખતાં, મારા પિતાને આપ; અને પુત્ર થશે તેને હું રાજ્ય પર બેસાડી ને હું' આજીવન બ્રહ્મચારી રહીશ. આ ઉપરથી ધીવરે તે સત્યવતી નામની ન્યા શ'તનુને આપી; ને તેથી ભીષ્મ પર પ્રસન્ન થઈ શ ́તનુએ તું ઇચ્છામરણી થઈશ એવું વરદાન આપ્યું.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy