SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન ૩૬ નાખે, એવા તારામાં આજે આટલી બધી શાંતિ આવી કયાંથી ?! મતે તા એમ લાગે છે કે તું જરૂર કૌરવાથી બી ગયા છે! કૃષ્ણનાં આવાં વચન સાંભળી ભીમે તેને કહ્યું કે, હે કૃષ્ણ, તુ મને અમથાં મ્હેણાં મારીશ નહિં, હું ભીમ તે ભીમ જ છું. પણ ભરતકુલના નાશ ન થાય એ જ હેતુથી મેં તને એવાં ચા કહ્યાં છે. આથી કૃષ્ણને ઘણા હ થયા ને કહ્યું કે હું ભીમ, તુ શૂર છે એ હું જાણું જ છું. મેં તેા સહજ વિનાદ માટે આ શબ્દો કહ્યા. હવે હું જાઉ છું અને આમ કરવાના મારાથી બનશે તેટલા પ્રયત્ન કરીશ અને જો એમ નહિ જ થાય તેા યુદ્ધ થશે જ. આમ કહી કૃષ્ણ હસ્તિનાપુર ભણી ગયા. / ભાર૦ ઉદ્યોગ૦ ૨૦ ૭૪–૭૭, છેવટે કૃષ્ણના સામના ઉપયાગ ન થવાથી કૌરવ પાંડવા વચ્ચે ઘેર યુદ્ધ થવાનું ઠર્યું. ઉભયપક્ષનાં સન્યા કુરુક્ષેત્રમાં આવી પડાવ નાખવા લાગ્યાં, તે વેળા યુદ્ધભૂમિ પર તેના ભાઇ આવ્યા એટલે ભીમ પણ ત્યાં આવ્યા. એને બેસવાના રથ ઘણા જ બળકટ તેમ જ બહુ મેટા હાઈ તેને અસ્વલી રંગના ઘેાડા જોડાતા. તેની ધાપર મેાટા સિંહનું ચિત્ર હતુ. અને વિશેક નામના સારથિ તેને રથ હાંકતા હતા. એના હાથમાં વાયવ્ય નામનું ધનુષ્ય અને વગાડવાને પૌંડૂ નામને શખ હતાં. પરંતુ મયાસુરે વૃષપર્વાના સમયની આપેલી ગદા એનુ મુખ્ય આયુધ ડેાઇ, તે ગદા જ્યારે સ્મુધ પર મૂકી એ રણુાંગણમાં આવતા, ત્યારે સર્વને તે કેવળ યમ જેવે ભાસતા, એ ગદા ઊ ંચકવ નુ` સામર્થ્ય તેનામાં જ હતું. / ભાર૦ દ્રોણુ અ૦ ૨૩. યુદ્ધને ચોથે દિવસે આનું અને દુર્યોધનનું થાડુ' યુદ્ધ થયું. તેમાં દુર્યોધનને પરાભવ કરી એક વખત ચૌદ તે ખીજી વખત આઠ મળી ધૃતરાષ્ટ્રના બાવીસ પુત્ર તેણે માર્યા./ભાર॰ ભીષ્મ॰ અ૦ ૬૪. અભિમન્યુના મરણ પામવાથી, અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી હતી. જયદ્રથનું રક્ષણુ ભીમસેન કરવા દ્રોણાચાર્યે વ્યૂહરચના કરી હતી. તેને ભેદ કરીને કૃષ્ણ અને અર્જુન અંદર ગયા પછી ઘણી વારે શ ́ખના વિપરીત ધ્વનિ યુધિષ્ઠિરને કાને પડયો; તે ઉપરથી સાત્યક્રિને તેમની સહાયે મેાકલ્યા. પરંતુ યુધિષ્ઠિરને કાંઇ ચેન પડે નહિ એટલે એમણે ભીમને જવાની આજ્ઞા કરી. ભોમ જવાને નીકળ્યા અને વ્યૂહાર પર આચાર્ય હતા ત્યાં આવી પહેાંચી અંદર પ્રવેશ કરવા જાય છે એટલે આચાયૅ ખેલ્યા કે, હે ભીમ, મારી સાથે યુદ્ધ કર્યા સિવાય તું વ્યૂહમાં જઈ શકીશ નહિ. ‘તથાસ્તુ' કહી ભીમે યુદ્ધના આરંભ કર્યો. તેણે આચાર્યનું ધનુષ્ય તેાડી રથ સહિત તેમને ઊંચકીને ફે કી દીધા. પુનઃ ખીજ રથમાં બેસી આચા આવ્યા, તેની પણ તેવી જ દશા કરી. એ પ્રમાણે આચાર્યના આઠ રથ તેણે ભાગી નાખ્યા. એમને છેવટે મૂર્ભિત કરો પેતે વ્યૂહમાં પ્રવેશ કર્યો. ત્યાં તેના ઉપર ધસી આવેલા કૃતવર્મા અને કેટલાયે પ્લેન પરાભવ કરી, સાત્યકિ પાસે જઈ કૃષ્ણ અને અર્જુનને મળ્યું. / ભા॰ દ્રોણુ॰ અ૦ ૧૨૭-૧૨૯. વ્યૂહમાં પ્રવેશ કર્યા પછી કૃષ્ણ અને અર્જુન ક્ષેમ છે અને પાતે એમને જઈ મળ્યા છે એવુ યુધિષ્ઠિરને જાણ થાય તે માટે ભીમસેને પોતાના શંખ વગાડયો. તે ઉપરથી તે કુશળ છે, એવું યુધિષ્ઠિરે જાણ્યું. અહીં ભીમે તે દિવસે ધૃતરાષ્ટ્રના એકત્રીસ પુત્ર માર્યા. / ભાર॰ દ્રોણ॰ અ૦ ૧૫૭ ૦ જયદ્રથના મરણ પછી દ્રોણાચાયે` રાત્રિયુદ્ધને! પ્રસંગ આયે, તેના પાંચમે દિવસે એટલે યુદ્ધના પંદરમે દિવસે, માલવદેશાધિપતિ ઈંદ્રવર્મા રાજાને નામાંકિત અશ્વત્થામા નામના હાથી મરણ પામ્યા હેવાથી, કૃષ્ણના સંકેતથી, અશ્વત્થામા હાથી મરાયા, અશ્વત્થામા હાથી મરાયે, એવી મેટેથી બૂમા પ!ડતા દ્રોણાચાર્ય પાસે આવી ઊભા, અશ્વત્થામા” એ શબ્દ માટેથી ખેલે અને હાથી" એ શબ્દ મનમાં ગણગણે; તે જ દ્રોણાચાર્યના મરણુનું કારણ થઈ પડયું. / ભાર॰ દ્રોણુ અ૦ ૧૭૦, કારવ પક્ષના ઘણા વીરા મરણ પામ્યા હતા,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy