SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ નફળ ત્યાર પછી નકુળ ઉત્તર જ્યાતિષ અને દિવ્ય કટકપુર ગયા હતા. આ ઉપરથી જણાય છે કે એ પશ્ચિમથી ઉત્તરે વળ્યા. પશ્ચિમ દિશાવાસી રામઠ, હારકૂણુ એમને છતી એ આનમાં કૃષ્ણુના નગર દ્વારકામાં આવ્યા. કૃષ્ણે પ્રીતિપૂર્વક કર આપ્યા હતા. ત્યાંથી પેાતાના મામા મદૅશાધિપતિ શલ્યને ત્યાં શાલનગરમાં ગયા હતા. એણે એનુ' પ્રીતિપૂર્વીક સન્માન કરી અપાર દ્રવ્ય આપ્યું હતું. ત્યાંથી પશ્ચિમમાં સમુદ્રને પડખે રહેનારા ભયકર મ્લેચ્છે, પહલવા, બબ રે, કિરાતા, યવના અને શકે વગેરેને છતી એથેં તેમનો પાસેથી અપાર દ્રવ્ય સંપાદન કર્યું હતું. આ બધું દ્રવ્ય દસ હાર ઊટા ઉપર લાદીને ઇંદ્રપ્રસ્થ આણીને યુધિષ્ઠિરને સમપ્યુ` હતુ`./ ભાર સંભા૦ ૦ ૩૨. કપટવ્રતમાં બધી સંપત્તિ હારી ગયા પછી પાંડવા વનવાસમાં ગયા તે વખતે નકુળ પણ જોડે જ હતા. અજ્ઞાતવાસના સમયમાં જેમ બધાએ નામ બદલ્યું હતું તેમ વિરાટ રાજાને ત્યાં એ ગ્રંથિક નામ ધારણુ કરીને રહ્યો હતા./ ભાર॰ વિરાટ૦ અ૦ ૧૨. અજ્ઞાતવાસ પૂરી થયા પછી કારવા સાથે સમજૂતી કરવા કૃષ્ણે ગયા ત્યારે નકુળ કૃષ્ણને કહ્યું હતું કે દુર્યોધને અમને કેટલે ત્રાસ આપ્યા છે તે તમે જાણે જ છે. માટે બને ત્યાં સુધી યુદ્ધ કરવાનું જ ઠેરવીને આવજો./ભાર॰ ઉદ્યો૦ અ૦ ૮૦. ૨૯૭ મહાભારતના યુદ્ધને આરંભ થયા ત્યારે નકુળને પ્રથમ દુઃશાસનની સાથે યુદ્ધને પ્રસંગ આવ્યા. એના રથના ઘેાડા કાંખેાજ દેશના અને પેપટિયા રંગના હતા. એના ધ્વજ ઉપર ભયંકર શરભપક્ષીનું ચિત્ર રહેતુ'. યુદ્ધ સમયે એને વગાડવાના શંખ સુશ્રેષ નામે પ્રસિદ્ધ હતા. એ પેાતાના હાથમાં વૈષ્ણવ નામનુ' ધનુષ્ય રાખતા. / ભર૦ દ્રોણુ॰ અ૦ ૨૩. ♦ ભારત યુદ્ધ થઈ રહ્યા પછી પાંડવ પક્ષના જે સાત વીરે ઊગર્યા હતા તે પૈકી એ હતેા, યુધિષ્ઠિર જયારે સ્વધામ પધાર્યા ત્યારે એ પણ જોડે ગયા હતા. નક્ત પ્રિયવ્રત વંશના ઋષભદેવના કુળમાં ઉત્પન્ન ૩૮ Jain Education International નાચકેતા થયેલા પૃથુષેણુ રાજાને તેનો આકૂતો નામની સ્ત્રીથી થયેલા પુત્ર, અને વ્રતી અથવા વ્રુતી નામની સ્ત્રી હાઈને તેને ગય નામને પુત્ર હતા. ન′ જલચર. (૧ શબ્દ જુએ.) નગ શત્રુઘ્નને સેનાપતિ. (કુશીલવ શબ્દ જુએ,) નગ્નજિત્ કૃષ્ણની સ્ત્રી સત્યા જેવું બીજું નામ નાિિત એવું હતું, તેને પિતા / ભાગ॰ દશમ૦ અ૦ ૫૮ * પાતે દિગ્વિજય કરવા નીકળ્યા ત્યારે કહ્યું અને જીત્યા હતા. /ભાર૰ વન૦ અને ૨૫૪ ♦ એન્નુપાત્ નામના અસુરના અંશરૂપે જન્મ્યા હતા. / ભાર॰ આદિ૦ ૦ ૬૭° અને તેથી મહાભારતના યુદ્ધમાં એ દુર્યોધનના પક્ષમાં રહેતા હતા. નગ્રહૂ એક બ્રા^ / મત્સ્ય અ૦ ૧૪૩ નચિકેતા ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા આરુણિ ઋષિના પુત્ર, એ સુમારે પાંચ વર્ષના હતા ત્યારે ઉદ્દાલક ઋષિએ યજ્ઞ કર્યા હતા, તેમાં સારી સારી ગાયા પુત્રને માટે જુદી રાખી, બ્રાહ્મણોને આપવાને નારી, વસૂકી ગયેલી, વેાડકી, માંદી, વરાલ, પારેઠ, ખાઈ પી ઊતરેલી અને નિરિદ્રિય એવી ગાયા તૈયાર રાખી હતી. આવાં ગૌદાન પિતાને શ્રેયસ્કર ન થાય ધારી, અને પિતા મારા સ્નેહને લોધે મારી ફિકર કરે છે અને ગૌદાનનેા લાભ લેતા નથી ધારી, પિતાને નચિકેતાએ સૂચનારૂપ પૂછ્યું કે આપ મને કાને આપવાના છે ? ઉદ્દાલક સમજ્યા, પણ કાઈ ઉત્તર આપ્યા નહિ, નચિકેતાએ પુનઃ એ પ્રશ્ન કર્યાં. એમ જ્યારે ત્રણવાર એકને એક પ્રશ્ન પૂછ્યા ત્યારે ઉદ્દાલક ઋષિને ક્રોધ આવ્યો અને એના આવેશમાં એકલી ઊઠયા કે તને હું યમને આપું છું. ક્રોધાન્વિત થઈને ખેાલી તેા દીધું, પણ યમ હમણાં મારા પુત્રને લઈ જશે ધારી દિલગીર થઈ ગયા, પણ નચિકેતાએ આગ્રહપૂર્વક કહ્યું કે આપે જે વચન કહ્યું તે જ પ્રમાણે મને યમને આપે. ઉદ્દાલકે અને યમને સમર્પણુ કરતાં જ એ યમલેકમાં ગયે. યમદૂતાએ એને પૂછ્યું કે તું અહીં કેમ આવ્યા ? આયુષ્ય પૂરું થયા સિવાય યમ કાર્દને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy