SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવ અરણ્યમાં તપ વડે દેહ ક્ષીણુ કરીને દેહના ત્યાગ કર્યા. મરીને ભગવદાત્તાનુસાર પોતાની અવિચળ પદવી પર એટલે કે ધ્રુવમ`ડલમાં ગયા/ભાગ૦ ૪ સ્કં૦ અ॰ ૧૦-૧૨; મત્સ્ય અ૦ ૪. ધ્રુવ (ર) એક વષુ (અષ્ટવસુ શબ્દ જુએ.) એને કાલ નામે પુત્ર હતા. ધ્રુવ (૩), સેામવંશી પુરુકુલાત્પન્ન ઋતેયુના પુત્ર અતિભારના ત્રણ પુત્રમાને ખીજો પુત્ર. ધ્રુવ (૪) ચંદ્રવંશી યદુકુલાત્પન્ન સાત્વતવંશીય વસુદેવને રાહિણીથી થયેલા સાત પુત્રમાંને! છઠ્ઠો પુત્ર ધ્રુવ (૫) જયદ્રથના વધ થયા પછી રાત્રિયુદ્ધમાં ભીમસેને મારેલા દુર્યોધન પક્ષને કલિંગ દેશના એક રાજા | ભા॰ દ્રોણુ અ૦ ૧૫૫. ધ્રુવ (૬) એ નામને એક બ્રહ્મષિ ધ્રુવસધ્ધિ સૂર્યવંશી ઇક્ષ્વાકુકુળના રામવંશીય રાજા પુષ્યના પુત્ર. એને પુત્ર સુદર્શન. આ ધ્રુવસ ંધિને ભારતમાં પૌષ્ય નામે કહ્યો છે. એને મનારમા અને લીલાવતી નામે બે સ્ત્રીએ હતી. ધ્રુવાÄ સૂર્યવંશના ઈક્ષ્વાકુ કુળના ભાનુમાન રાજાનું ખીજું નામ. ધ્રુવેાધર ભારતીય યુગમાં પાંડવ પક્ષને એક રાજા / ભાર॰ દ્રોણ૦ ૦ ૧૫૮. વજ્રકેતુ દ્રુપદપુત્ર – એક રાજા. જુગ્રીવ રાવણના પક્ષના લકાને એક રાક્ષસ / વારા સુંદર૦ સ૦ ૬ ધ્વજવતી રિમેધા નામના ઋષિની કન્યા, ન Jain Education International ૨૯૬ નકુળ એક બ્રહ્મર્ષિ' (૩. ભૃગુ શબ્દ જુએ.) નકુળ (૨) ચંદ્રવંશી પુરુકુળના અજમીઢ વ‘શના જતુકુળમાં થયેલા પાંડુરાજાના પુત્ર, પાંડુરાજાને માદ્રી નામે બીજી સ્ત્રી હતી. તેની કુખે અશ્વિનીકુમારના અંશથી જે બે પુત્ર થયા હતા તેમાંના મેાટા પુત્ર. એના નાના ભાઈનું નામ સહદેવ હતું. નકુળ બહુ સ્વરૂપવાન હતા. ./ ભાર॰ આશ્રમ અ ૨૫૦૦ નકુળને દ્રૌપદીની કુખે શતાનીક નામે પુત્ર નકુળ થયા હતા. શિશુપાળની કન્યા કરેણુમતી એની ખીજી સ્ત્રી હતી. એ સ્ત્રીને પેટ અને નિરમિત્ર નામે પુત્ર થયા હતા. ધૃતરાષ્ટ્ર પાંડવાને ઇંદ્રપ્રસ્થમાં વસાવ્યા પછી પાંડવાએ ત્યાં રાજસૂય યજ્ઞ કર્યાં હતા. તે વખતે યુધિષ્ઠિરે પેાતાના ચારે ભાઈઓને ચારે દિશાએથી દ્રવ્ય લાવવાની આજ્ઞા કરી હતી. તે સમયે નકુળ પશ્ચિમ દિશાએ ગયા હતા. નકુળે તે વખતે કાં કયાં દિગ્વિજય કર્યાં એનું વર્ગુન ભારતમાં તદ્દન સક્ષિપ્તમાં જ છે. ઇંદ્રપ્રસ્થથી નીકળી આન દેશ જતાં માર્ગીમાં આવતા દરેક દેશમાં એણે જીત મેળવ્યાની હકીકત અન્ય ગ્રંથે! ઉપરથી ઉપલબ્ધ થઈ છે. યુધિષ્ઠિરની આજ્ઞા થતાં જ નકુળ નીકળ્યા તે પ્રથમ તદ્દન પાસે આવેલા જા'ગલ દેશમાં ગયે. ત્યાંથી પશ્ચિમ પાંચાળ, પશ્ચિમ શૂરસેન, યામૂનર્દેશ, પશ્ચિમ મત્સ્યદેશ, સારસ્વતદેશ વગેરે દેશામાં ગયેા. / ભાર૰૧ ક′૦ ૦ ૧૦, ત્યાંથી ઘણા જ દ્રવ્યવાન અને અસખ્ય ગાયાવાળા સહસ્રાર્જુનના હિતકપુરમાં ગયેા. ત્યાંના મત્તમયૂરક નામના પ્રસિદ્ધ રહેવાસી જોડે જબરું યુદ્ધ કરીને તેને જીત્યો. ત્યાંથી મરુધન્વ દેશમાં ગયા. તે જીતીને બહુધાન્યક દેશમાં, શૈરીક દેશ અને મહેલ્થ દેશમાં ગયા. મહેલ્થના આક્રોશ નામના રાજા જોડે એને મેટુ યુદ્ધ થયું. ત્યાંથી એણે પશ્ચિમદશા` દેશના રાન્ત હિરણ્યવર્માને જીત્યા, શિખિ, પશ્ચિમત્રિગના ક્ષેમકરાદિ પાંચ રાજાઓ, બટ્ટ દેશ, પશ્ચિમમાલવ (માળવા) એ બધા દેશા જીત્યા ત્યાર પછી પાંચ ટક, મધ્યમય, વાટધાન અત્યાદિના લાકને જીત્યા. વળી એણે પુષ્કરારણ્યવાસીઓને જીત્યા હતા. અહીથી કઈ દિશા તરફ વળ્યા તે સ્પષ્ટ જણુાતું નથી. ત્યારબાદ પશ્ચિમ ઉત્સવસંકેતવાસીઓને જીતીને સિનદીતીરવાસી (વેશ્યાપુત્ર) ગ્રામણીય રાજને જીતી, સરસ્વતીને તીરે આવેલા શૂદ્ર આભિરંગણને તામે કરી, બધા પ`ચનવાસીઓ(૫ જાખીએ)ને તેમ જ અમર પર્વતવાસીઆને જીતી એ આગળ ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy