SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૪) :: ૧૨૬૩ ન થાય, ન સફળ થાય ૧૨૦૬૪ ચંદ્રસૂરિ જે.સાધુ-યતિ ૧૨૦૬૫ સાહેબ પરમકૃપાળુદેવને થતું સંબોધન ૧૨૦૬૬ પૃચ્છા પૂછપરછ, ખબરઅંતર ૧૨૦૬૭ યતિ જૈન સંસારી સાધુ, પરિગ્રહવાળા સાધુ, જતિ; વિ.સં.૧૯૫૪ માં વસોમાં કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહેલું કે પરમાત્મપદને પામેલા, પાર પહોંચેલા. ૧૨૦૬૮ સન્માનવાથી +H સન્માન, સત્કાર કરવાથી ૧૨૦૬૯ દાક્ષિણ્યતા સભ્યતા, વિવેક ૧૨૦૭૦ ડાહી વાતો ક્ષિણ | શાણી, સમજદારીવાળી, બુદ્ધિવાળી વાતો ૧૨૦૭૧ સ્થાનક સંપ્રદાય શ્વેતાંબર અમૂર્તિપૂજક સંપ્રદાય, સ્થાનકવાસી, મૂર્તિપૂજામાં નહીં માનનાર ૧૨૦૭૨ દૂષણ દોષ ૧૨૦૭૩ આરોપ આરોપણ, આક્ષેપ, એકના ગુણદોષ બીજામાં લાગુ કરવા ૧૨૦૭૪ કબીર શ્રેષ્ઠ શ્રી કબીરસાહેબ, વિ.સં.૧૪૫૫ માં જેઠ સુદ ૧૫ ને સોમવારે, ઉત્તર પ્રદેશમાં કાશીમાં લહરતારા નામના તળાવમાં કમળપત્ર પર પ્રગટ થયા. ક્રાન્તિકારી, સમાજસુધારક સંત, તેમના ગ્રંથ બીજકમાં આત્મા જ ગાયો છે. હિન્દુ-મુસ્લિમ બન્નેનો બહુજ આદર પામેલા કબીરજીનો કાશી પાસે મગહર ગામમાં દેહવિલય ૧૨૦૭૫ ભોળાઇથી ભોળપણથી, ફોસલાઈ જવાથી ૧૨૦૭૬ પજવવું સતાવવું, હેરાન કરવું ૧૨૦૭૭ વેશ્યા વિશ્+યત્ નાચવા-ગાવા બજાવવાનો-વ્યભિચારનો ધંધો કરનારી સ્ત્રી,ગુણિકા, વારાંગના ૧૨૦૦૮ ભ્રષ્ટ થઈ ગયા બંન્ પતિત થયા, પડી ગયા, બગડી ગયા ૧૨૦૭૯ નરસિંહ મહેતા ભક્ત કવિ નરસિંહ મહેતા, વિ.સં.૧૪૯૦-૧૫૬૬, જૂનાગઢમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ, નાનપણમાં માતાપિતાનો વિયોગ, ૧૭ મે વર્ષે લગ્ન, પુત્રી કુંવરબાઈ સાસરે, પુત્ર શામળદાસનું અને પત્ની માણેક મહેતાનું અવસાન થતાં લાગ્યું-ગાયું કે, “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ” સમદૃષ્ટિવાન હોવાથી હરિજનોને ત્યાં પણ ભક્તિ કરવા જતા, કૃષ્ણભક્તિ અને તત્ત્વજ્ઞાનસભર અનેક પદો રચનારા: “જે ગમે જગતગુરુદેવ જગદીશને”, “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ”, “જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં”, “ભોળી રે ભરવાડણ હરિને વેંચવા ચાલી” વગેરે વગેરે. ૧૨૦૮૦ ગોદા ખાશે આંગળાં-મૂઠીથી મારવામાં આવતા ઘોદા, ઠોંસા ખાશે ૧૨૦૮૧ વિષ્ણુનો દિવ્યલોક, વિષ્ણુનું દિવ્યધામ ૧૨૦૮૨ માર ખાઇ બેસે નુકશાન થાય ૧૨૦૮૩ સાપેક્ષ અપેક્ષિત, અપેક્ષાવાળું ૧૨ તા.૨૬-૧૧-૧૮૯૯ ૧૨૦૮૪ બીજો ભોઈવાડો મુંબઈમાં ભૂલેશ્વર પાસેનો વિસ્તાર ૧૨૦૮૫ શ્રી શાંતિનાથજી આ અવસર્પિણી કાળના ૧૬ મા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન ૧૨૦૮૬ છેટેથી દૂરથી, આઘેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy