SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આખી ઉજજેણીને બચાવી લીધી.૧૫ અભયની બુદ્ધિ અને ચતુરાઈથી ખુશ થઈ પજ્જોયે તેને મુક્ત કર્યો. મુક્ત થયા પછી તેણે એક શેઠનો વેશ લીધો અને બે આકર્ષક રૂપાળી ગણિકાઓને સાથે લઈ તે ઉજેણી ગયો. તેણે “હું રાજા પક્ઝોય છું” એમ મોટેથી બોલતા ગાંડા માણસનો પાઠ ભજવવા માટે એક માણસને ભાડે રાખ્યો. જ્યારે સાચો પજ્જોય ગણિકાઓ તરફ આકર્ષાયો ત્યારે ગણિકાઓએ તેને અમુક ચોક્કસ દિવસે એકાંતમાં મળવાનું કહ્યું. અગાઉની યોજના મુજબ પજજોયને પકડવામાં આવ્યો. જ્યારે તે મોટેથી બોલતો હતો કે હું પક્ઝોય છું, રાજા છું' ત્યારે બધાં તેને પેલો ગાંડો માણસ સમજ્યા. આમ તેને અપહરણ કરી રાયગિહ કેદી તરીકે લઈ જવામાં આવ્યો. કાલક્રમે તેને મુક્ત કરવામાં આવ્યો. પંચાલના રાજા દુહ(૩)નો આશ્ચર્યજનક અદૂભુત મુગટ મેળવવા માટે પજ્જોયે તેના ઉપર ચડાઈ કરી પરંતુ તે હારી ગયો અને કેદ થયો. ત્યાં તેને રાજકુમારી મયણમંજરી સાથે પ્રેમ થયો અને તેના પિતા દુખુહની સમ્મતિથી તેણે તેની સાથે લગ્ન કર્યા. ૧૭ વિતિભયના રાજા. ઉદાયણ(૧)ની દાસી દેવદત્તા(૪)નું પોયે અપહરણ કર્યું અને ત્યાંથી તિવૈયર મહાવીરની પ્રતિમા પણ ઉઠાવી ગયો. એટલે પછી ઉદાયણે તેના ઉપર આક્રમણ કર્યું અને તેને બંદી બનાવ્યો. જ્યારે ઉદાયણ પાછો વિતિભય જતો હતો ત્યારે પજુસણા પર્વની આરાધના દરમ્યાન ક્ષમારૂપ સત્કર્મ તરીકે તેણે પજજોયના કપાળ ઉપર દાસીઓનો પતિ એવું લખાણ લખી તેને મુક્ત કરી દીધો.૧૮ પજ્જોયે કામુક વ્યભિચારી માહિસ્સરને મરાવી નાખ્યો હતો.૧૯ ૧. આવચૂ.૨પૃ.૧૯૯. ૧૪. આવયૂ.૨,પૃ.૧૬૧-૧૬૨. ૨. ભગ.૪૯૧. ૧૫. આવયૂ.૨.પૃ. ૨૭૦. ૩. ઉત્તરાનિ.પૃ.૧૩૬. ૧૬. આવચૂ.૨.પૃ.૧૫૯-૧૬૩, આવયૂ.૧. ૪. આવચૂ.૧,પૃ.૨૪૯. પૃ.૫૫૭, નન્ટિમ.પૃ.૧૬૬, સ્થાઅ. પૃ. ૫. આવયૂ.૧.પૃ.૯૧. ૨૫૯, દશન્યૂ.પૃ.૫૩, દશહ.પૃ.૫૩, ૬. આવયૂ.૨.પૃ.૧૬૪. સૂત્રશી. પૃ.૩૨૯. ૭. એજન-પૃ.૨૦૦, આચાચૂ.પૃ.૮૭, ૧૭. ઉત્તરાનિ.પૃ.૧૩૬, ઉત્તરાક.પૃ.૧૮૮. આવનિ.૧૨૯૮. ૧૮. આવયૂ. ૧.પૃ.૪૦૦-૪૦૧, આવયૂ.૨. ૮. આવયૂ. ૨.પૃ. ૧૮૯. પૃ. ૨૭૦, નિશીભા.૩૧૮૫, નિશીયૂ.૩. ૯. વ્યવભા.૩.પૃ.૯૩. પૃ.૧૪પથી, આચાચૂ.પૃ.૬૪, સ્થાઅ. પૃ. ૧૦. આવચૂ.૨.પૃ.૧૬૦. ૪૩૧, પ્રશ્નઅ.પૃ.૮૯-૯૦, દશાચૂ.પૃ. ૧૧. બૃભા.૪૨૨૦, વૃક્ષ.૧૧૪૫. ૬૨, કલ્પચૂ.પૂ.૯૮, ઉત્તરાક.પૃ.૩૪૬, ૧૨. આવયૂ. ૨.પૃ.૧૬૭. ઉત્તરાશા.પૃ.૯૬, કલ્પવિ.પૃ.૨૯૮. ૧૩. આવયૂ.૧.પૃ.૮૮થી, વિશેષાકો. [૧૯. આવયૂ. ૨.પૂ.૧૭૬. પૃ.૩૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy