SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગદ્યમાં છે. વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં આણંદપુરના રાજા ધ્રુવસેનની રાજસભામાં સૌપ્રથમ જાહેરમાં તેનું વાચન થયું. તેના ઉપર મોટી સંખ્યામાં ટીકાઓ લખાઈ છે. ૧. સ્થા.૧૫૫, ભગઅ.પૃ.૬૬૫,કલ્પચૂ. ૪. કલ્પવિ.પૂ.૧૧, આવયૂ.૧.પૃ.૨૩૬. - પૃ.૮૯. ૫. કલ્પસ.પૃ.૧૬૦, કલ્પવિ.પૃ.૧,૯, ૨. કલ્પધ.પૃ. ૨૦૩. કલ્પધ.પૃ.૯, ૧૩૦-૩૧, આ જ વર્ષે ૩. કલ્પવિ.પૃ.૮. તે લેખનબદ્ધ થયું. જુઓ કલ્પ.૧૪૮. પક્સોઅ, પજ્જોત અથવા પજ્જોય (પ્રદ્યોત) ઉજ્જણીનો રાજા. તે મહસણ(૧)૨ અને ચંડપજ્જોય પણ કહેવાતો. જ્યારે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તે સગીર હતો. તેને આઠ પત્નીઓ હતી. તેમનામાં સિવા(૧) અને અંગારવઈ મુખ્ય હતી. સિવા વેસાલીના રાજા ચેડગની પુત્રી હતી. પોયે રાજા ધુંધુમાર ઉપર તેની પુત્રી અંગારવઈને લગ્નમાં મેળવવા આક્રમણ કર્યું પરંતુ તે કેદ થયો. ત્યારબાદ તે અંગારવઈને પરણ્યો. પાલઅ અને ગોપાલએ તેના બે પુત્રો હતા.“તેની પુત્રી વાસવદત્તા(૧) અંગારવઈની કુખે જન્મી હતી. ખંડકણ પોયનો મસ્ત્રી હતો. રાણી સિવા, હાથી ણલગિરિ, દૂત લોહજંઘ અને અગ્નિભીર રથ આ ચાર ૫જ્જોયના ચાર રત્નો હતાં.૧૦ તેના સમયમાં ઉજેણી વિશ્વના બજાર તરીકે પ્રસિદ્ધ હતું.૧૧ કોસંબીના રાજા સયાણીયની રાણી મિગાવઈ(૧)ને પોતાની રાણી બનાવવા માટે પજ્જોય કોસંબી ઉપર આક્રમણ કર્યું. દરમ્યાન પોતાના પુત્ર ઉદાયણ(૨)ને પાછળ મૂકી સયાણીય મૃત્યુ પામ્યો. મિગાવઈએ બુદ્ધિપૂર્વક કુશળતાથી પોયને વિશ્વાસમાં લઈ પોતાની સ્થિતિ મજબૂત બનાવી. પોતાના શીલનું રક્ષણ કરવામાં અને પોતાનું રાજ્ય બચાવવામાં તે સફળ રહી. છેવટે મહાવીર પાસે દીક્ષા લઈ તે શ્રમણી બની.૧૩ ઉદાયણ કોસંબીની ગાદીએ આવ્યો. કંચણમાલાની મદદથી રાજકુમારી વાસવદત્તા ઉદાયણ સાથે ભાગી નીકળી.૧૪ પજ્જોયે રાયગિહના રાજા સેણિય(૧) ઉપર પણ આક્રમણ કર્યું પરંતુ રાજકમાર અભય(૧)ની ચડિયાતી વ્યુહરચનાએ તેને પાછા ઉજ્જૈણી જવા ફરજ પાડી. પોયે અભયને પકડીને કેદ કરી તેનું વેર વાળ્યું. આ માટે તેણે એક રૂપાળી ગણિકાને રોકી. તે અને તેના સહાયક સાથીઓ શ્રાવકો અને શ્રમણોના છૂપા વેશમાં રાયગિહની યાત્રાએ ગયા. યોગ્ય તકનો લાભ લઈ અભયને છળકપટથી દારૂ પીવડાવી દીધો અને પછી પોયના કેદી તરીકે તેને ઉર્જાણી લઈ જવામાં આવ્યો. અભય કેદમાં હતો ત્યારે તેણે પોયના દૂતની જિંદગી બચાવી, લગિરિ હાથીને વશ કરવાની યોજના દ્વારા ઉદાયણને મેળવ્યો, અગ્નિથી નાશ પામતાં ઉજેણી નગરને બચાવ્યું અને સિવાની મદદથી ભયંકર રોગચાળામાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy