SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ - ૪૦૭ ત્યારે તેની સંપત્તિથી ચડિયાતા પ્રકારની સંપત્તિનું પ્રદર્શન કરી તેનું અભિમાન ઉતાર્યું. પછી દસણભદ્ર રાજા સંસારનો ત્યાગ કરી શ્રમણ થઈ વિચારવા લાગ્યા. ૧. ઉત્તરા.૧૮.૪૪, ઉત્તરાંશા.પૃ.૪૪૮, વિશેષા.૩૨૯૦, આવનિ.૮૪૭, આવ. પૃ. - ૨૭, મનિ.પૃ.૬૫, આવયૂ.૧.પૃ.૩૫૫, ૪૭૯. ૨. આવયૂ. ૧.પૃ.૪૮૦-૪૮૪. ૨. દસષ્ણભદ્ર અણુત્તરોવવાઇયદાનું નવમું અધ્યયન.' તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. ૧. સ્થા. ૭૫૫. ૧. દસધણ (દશધનુષ્ય) આવતી ઉસ્સપ્પિણીમાં થનારા ભરહ(૨) ક્ષેત્ર તેમ જ એરવય(૧) ક્ષેત્રના આ જ નામના ભાવી કુલગર. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૨. સમ.૧૫૯, તીર્થો.૧૦૦૭. ૨.દસધણુ બારવઈના રાજા બલદેવ(૧) અને તેમની રાણી રેવઈ(૩)નો પુત્ર. બાકીનું તેનું વર્ણન સિસઢ(૧)ના વર્ણન જેવું જ છે. ૧. નિર. ૫.૧૧. ૩. દસધણુ વહિદાસાનું અગિયારમું અધ્યયન.' ૧. નિર.૫.૧. દસપુર (દશપુર) એક નગર. વીતિભય નગરના રાજા ઉદાયણ(૧)એ બીજા દસ રાજાઓ સહિત ઉજ્જણીના રાજા પજ્જોય ઉપર આક્રમણ કર્યું અને તેને કેદ કર્યો કારણ કે તે જીવંતસામિની મૂર્તિ ચોરી ગયો હતો. ઉજેણીથી પાછા ફરતાં અડધે રસ્તે એક સ્થાને વરસાદના લીધે ઉદાયણને જવું પડ્યું. ત્યાં તેણે પજુસણા પર્વની આરાધના કરી, એક દિવસનો ઉપવાસ કર્યો અને પન્જોયને મુક્ત કર્યો. તેના દસ સાથી રાજાઓએ ત્યાં માટીનો દુર્ગ સલામતી માટે બાંધ્યો. જ્યારે તેઓ ત્યાંથી છૂટા પડ્યા ત્યારે કેટલાક રાજશ્રેષ્ઠીઓએ ત્યાં વસવાટ કર્યો અને તે સ્થાનનું નામ દસપુર રાખ્યું કેમ કે દસ રાજાઓએ તે દુર્ગ બનાવ્યો હતો. આર્ય રખિય(૧)", જે પુરોહિત સોમદેવ(૩)ના પુત્ર હતા, અહીંના હતા. આ નગરના ઉચ્છઘર નામના ઉદ્યાનમાં આચાર્ય તોસલિપુર પાસે ટિફિવાય ભણવા રખિય ગયા હતા.“રખિયે શ્રમણ તરીકે એક વર્ષાવાસ આ ઉદ્યાનમાં ગાળ્યો હતો.આ નગરમાં તેમણે ફગુરખિયને આચાર્યપદ આપી તેમનું સન્માન કર્યું અને આ નગરમાં જ પોતાનો દેહ છોડ્યો.૧૧ ગોઢામાહિલે આ નગરમાં વીરનિર્વાણ સંવત ૧૮૪માં અબદ્ધિકવાદી પ્રવર્તાવ્યો અને સંઘમાંથી તે છૂટા પડ્યા.૧૪ આર્ય વધ૨(૨)ને આ નગરમાં વાચકની પદવી આપવામાં આવી. ૧૫દસપુરની એકતા માલવામાં આવેલા મન્દસોર સાથે સ્થાપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy