SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિશેષા. ૧૦૨૬. દસચિત્તસમાહિઢાણ (દશચિત્તસમાધિસ્થાન) આયારસાનું પાંચમું અધ્યયન." ૧. સ્થા. ૭૫૫. દસણ (દશાર્ણ) એક આરિય (આર્ય) દેશ જેની રાજધાની મત્તિયાવાઈ હતી.' ચિત્ત(૧) અને સંભૂય(૨) તેમના પૂર્વભવમાં આ દેશમાં એક બ્રાહ્મણના ગુલામ તરીકે જન્મ્યા હતા. રાજા દસણભદ્ અહીં રાજ કરતા હતા. તેની એકતા વર્તમાન પૂર્વ માલવા અને તેની આજુબાજુના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. તેની રાજધાની વિદિશા હતી જે ભિલ્સા પાસે આવેલું વર્તમાન બેસનગર છે.' ૧.પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. [ ૩. ઉત્તરા.૧૮.૪૪,આવનિ.૮૪૭, ઉત્તરાશા. ૨. ઉત્તરા.૧૩.૬, ઉત્તરાયૂ.પૃ. ૨૧૪, | પૃ. ૪૪૮. ઉત્તરાશા.પૃ.૩૭૬. ૪. સ્ટજિઓ.પૃ.૩૪, ૧૫૧. દસણમૂડ (દશાર્ણકૂટ) દસણપુર નગરની ઉત્તરપૂર્વમાં આવેલો ડુંગર. જયારે મહાવીર તેના ઉપર વિચારતા હતા ત્યારે ઐરાવત હાથી ઉપર સવારી કરતા સક્ક(૩)એ તેમને વંદન કર્યા. તે પ્રસંગે હાથીના આગલા પગોની છાપ તેડુંગર ઉપર પડી. તેથી ડુંગરનું નામ ગયગ્નપય પડી ગયું. આ ડુંગર ઉપર આર્ય મહાગિરિએ સલ્લેખના કરી હતી. તેને હાથીનાં પગલાં માટે પ્રસિદ્ધ એવા ઉજ્જિત પર્વતના શિખર તરીકે પણ સમજવામાં આવે છે.’ ૧. આવયૂ.૧.પૃ.૪૭૬. ૩. એજન.૨.પૃ.૧૫૭. ૨. એજન-પૃ.૪૮૪. ૪. આચાશી.પૃ.૪૧૮. દસષ્ણપુર (દશાર્ણપુર) એક નગર જેની ઉત્તરપૂર્વમાં દસષ્ણમૂડ ડુંગર આવેલો છે." તેનો રાજા દસણભદ હતો. આ નગરમાં ઉજ્જણીના જિયસતુ(૨૩) રાજાના પુત્રે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ સ્વીકાર્યું હતું. આ નગર એલકચ્છ તરીકે પણ જાણીતું હતું. ઉત્તરકાલીન સાહિત્યમાં જેમ રાયગિહને મગહપુર નામ અપાયું છે તેમ દસષ્ણ દેશના પાટનગરને દસણપુર નામ અપાયું લાગે છે. ઐતિહાસિક તેમ જ અન્ય પુરાવાઓ વિદિશાને તેના પાટનગર તરીકે સ્થાપે છે. વિદિશાની એકતા ભિલ્લા નજીક બેટવા નદી ઉપર આવેલા બેસનગર સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવયૂ.૧.પૂ.૪૭૫, ૪૭૬, ૪૮૩. | ૪. આવયૂ.ર.પૃ.૧૫૬. ૨. એજન-પૃ.૪૭૯, સ્થાઅ.પૃ.૫૧૦. | ૫. જુઓ હૃભમ.પૃ.૩૭૨. ૩. આચાયૂ.પૃ. ૨૨૬. ૬. સ્ટજિઓ.પૃ.૧૫૧. ૧. દસણભદ્ર (દશાર્ણભદુ) દસણ દેશના અથવા દસણપુર નગરના રાજા. તેને તેની સંપત્તિનું બહુ અભિમાન હતું. એક વાર સક્ક(૩)એ તે નગરમાં મહાવીર પધાર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy