SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ : એક અદ્ભુત વિજ્ઞાન આહાર અને વ્રત તપસ્યાનું વિજ્ઞાન : જૈન ધર્મમાં બતાવેલ ધાર્મિક અનુષ્ઠાનો તથા છ આવશ્યક (સામાયિક અને પ્રતિક્રમણ સહિત), છ અત્યંતર તપ અને બાહ્ય તપ, કઠોર ચુસ્ત તપસ્યા (એકાસણાં, આયંબિલ, ઉપવાસ), આહારના નિયમો, આહારની આદત (આહારવિજ્ઞાન), રાત્રિભોજનત્યાગ, વિગઈ – મહા વિગઈવાળા આહારનો ત્યાગ, કાયોત્સર્ગ અને જૈન ધ્યાનની શરીર પર પડતી સુંદર અસર, ધર્મમાં નિરૂપેલી સોળ ભાવનાઓનું અનુસરણ. આ બધી બાબતો તથા અનુષ્ઠાનો સંપૂર્ણ શારીરિક તથા માનસિક સ્વાસ્થ, ભાવનાત્મક પ્રગતિ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે, તે વાત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. આ દિશામાં આધુનિક પદ્ધતિથી સઘન પ્રયોગો થાય તો સમાજને ખૂબ ફાયદો થાય તેમ છે. એ જ રીતે આપણું તિથિવિજ્ઞાન ધ્યાનથી જોઈએ તો ખબર પડે કે ચંદ્રની પૃથ્વીની આસપાસની પરિક્રમાને લીધે શરીરમાંના પાણીના જથ્થામાં થતા વધારાની, એની શરીરના પી.એ. પર થતી અસરોને ધ્યાનમાં રાખી આ નિયમો ઘડાયા છે. આ કારણે તિથિના દિવસે અમુક પ્રકારનાં લીલાં શાકભાજી ટાળવા માટેના આ નિયમો છે કે જેથી એકંદરે આપણું સ્વાથ્ય સારી રીતે જાળવી શકાય. જૈન ધર્મના રાત્રિભોજન-ત્યાગ સાથે આજનું વિજ્ઞાન પણ સહમત થયું છે. સૂર્યાસ્ત પછી લીધેલ ખોરાકનું શક્તિને બદલે સીધું ચરબીમાં રૂપાંતર થાય છે અને શરીરની ચયાપચયની ક્રિયા અસ્તવ્યસ્ત થઈ જાય છે એવું વૈજ્ઞાનિક પ્રયોગોથી સિદ્ધ થયું છે. વિજ્ઞાન કહે છે કે સાંજે સંધ્યાકાળે શક્ય તેટલા વહેલા જમી લેવું જોઈએ. તેથી રાત્રિભોજન-ત્યાગ સંપૂર્ણપણે કોઈ પણ જાતના અપવાદ વગર અપનાવવાયોગ્ય છે. તેથી વજન પણ કાબૂમાં રહે છે. જોકે જૈન ધર્મમાં સૂર્યાસ્ત વખતે અને પછી અનેક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિથી આહાર દોષિત થાય છે અને તે ખાવાથી હિંસા થાય છે તેનું પણ વર્ણન છે, જેથી રાત્રિભોજન મહાપાપ છે અને આ વાત પણ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે. જૈન શાસ્ત્રમાં આહાર ત્રણ રીતે થાય છે તેની વાત છે. ૧. પ્રક્ષેપાહાર (સામાન્ય આહારપદ્ધતિ), ૨. ઓજાહાર (Embryo feeding) અને ૩. લોમાહાર. લોમાહારની વાત કમાલ છે. અઠવાડિયાંઓ અને મહિનાઓના ઉપવાસ દરમિયાન મનુષ્યો કે પ્રાણીઓ કેવી રીતે જીવતા હોય છે તે વિજ્ઞાન માટે એક કોયડો છે. જૈનદર્શનમાં તેનું દિશાસૂચન તથા સમાધાન લોમાહારમાં છે. ચામડીનાં છિદ્રો ગંધ વગેરે યુક્ત પરમાણુમાંથી યોગ્ય જીવનશક્તિ વૈશ્વિક શક્તિમાંથી મળી શકે. જૈનોમાં સામાયિક (૪૮ મિનિટ આત્મચિંતન, સ્વાધ્યાય, મૌન) અને પ્રતિક્રમણ (ગુરુસમક્ષ પાપોની આલોચના અને પુનઃ કદી ન કરવાં તેની પ્રતિબદ્ધતા)નું ખૂબ મહત્ત્વ છે. તેમાં ધ્યાનવિજ્ઞાન છે. સાથે કર્મક્ષયની પ્રક્રિયા છે. અત્યંત સૂક્ષ્મ વાત છે. સામાયિકમાં સમતા સાથે કર્મનિર્જરા, રાગદ્વેષમુક્તિ, મોહ-શોકથી વિરક્તિની વાત છે. પ્રતિક્રમણમાં ભૂતકાળ માટે પ્રાયશ્ચિત્ત, વર્તમાન કાળ માટે વિશુદ્ધિ અને ભવિષ્ય માટે વિશલ્યની અદ્ભુત પ્રક્રિય છે. જૈન આચારોમાં તપનું વિભાજન બહુ સુંદર રીતે થયું છે. જેટલું મહત્ત્વ બાહ્ય તપનું છે તેટલું જ નહિ બલકે તેથી પણ વધુ મહત્ત્વ આંતરિક | અભ્યતર તપનું છે. બાહ્યતામાં અનશન (ચાર પ્રકાર કે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ), ઊણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું), વૃત્તિસંક્ષેપ (વૃત્તિ ઉપર કાબૂ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy