SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. સુધીર શાહ રાખવો), રસત્યાગ (ઘી, દૂધ, દહીં, પકવાન વગેરેનો ત્યાગ), કાયક્લેશ (શરીરને કષ્ટ આપવું), સંલીનતા (શરીરનાં અંગોને સંકોચી રાખવાં) આવે છે. અત્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ (સાધુ, ગુરુજી અને વિદ્વાનો અને વડીલની સેવા-શુશ્રુષા), સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન આવે છે. બાહ્ય અને અત્યંતર બંને પ્રકારનાં તપ આત્માની ઉન્નતિનાં પગથિયાં છે. 54 જૈન ધ્યાનમાં સામાયિક, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગનાં સુંદર નિરૂપણ છે. આ ઉપરાંત પ્રેક્ષાધ્યાન, ગ્રંથિભેદ અને આત્માનું આત્મા વડે ધ્યાન વગેરે અનેક પ્રકારે ધ્યાનસાધના કરવાની વાત આવે છે. ગુણવત્તાની દૃષ્ટિએ જૈનોમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આગવું બતાવી તેમાં જ મન સ્થિર કરવાની આજ્ઞા છે. અશુભ ધ્યાનસ્વરૂપ આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહેવાથી કષાયોથી મુક્તિ મળે છે અને મન પ્રફુલ્લિત રાખી શકાય છે. તબીબી વિજ્ઞાન : તબીબી વિજ્ઞાન વિશે ઉત્તરાધ્યયન સૂત્ર બૃહવૃત્તિ, વિપાક સૂત્ર, આચારાંગ સૂત્ર નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરેમાં સવિસ્તૃત વર્ણન છે. સાત્વિક આહાર, વિગઈ વગરનો આહાર, તપશ્ચર્યા, મનનો નિગ્રહ, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે અપનાવવાથી હૃદયરોગ અને અન્ય હઠીલા રોગો ઉપર પણ કાબૂ મેળવી શકાય છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા સાંપ્રત સમાજનો સળગતો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે તથા જાળવવા માટે જૈન ધર્મના સિદ્ધાંતો સૌથી વધારે અનુરૂપ જણાય છે. તેને અનુસરવાથી હકારાત્મક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, રોગોની નાબૂદી થાય છે. આપણી વર્તમાન જીવનપદ્ધતિ ઘણા જીવનભરના રોગો આપે છે. હૃદયરોગ, બી.પી., ડાયાબિટીસ, લકવો તથા કૅન્સર કારણભૂત છે. આપણી ખોટી જીવનશૈલી, આહારશૈલી, કસરતનો અભાવ તથા મનના નકારાત્મક અભિગમના કારણે રોગો થાય છે. જો જૈન જીવનપદ્ધતિથી જીવવામાં આવે તો આ બધા રોગો ઉપર કાબૂ મેળવી શકાય. આ અંગે થોડુંઘણું સંશોધન થયું છે. પણ જૈન આહારવિજ્ઞાન અને જીવનશૈલી ઉપર વિશેષ સંશોધન ક૨વાની તાતી જરૂ૨ છે, જેનાથી ઘણાનું કલ્યાણ થઈ શકે. જૈન આગમ તંદુલવેયાલિય પયજ્ઞા ગ્રંથમાં ગર્ભવિકાસ(Embryology)નું વર્ણન છે તથા શરીરસંરચના(Anatomy)નું વિવરણ પણ જૈન આગમોમાં છે. અન્ય વિજ્ઞાનો : ધ્વનિવિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન, પર્યાવરણની જાળવણી, અર્થશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન, આભામંડળનું વિજ્ઞાન વગેરે વિજ્ઞાનનું પણ જૈનદર્શનમાં નિરૂપણ થયું છે. જૈન આગમ અનુયોગદ્વાર સૂત્રમાં રાગ-રાગિણી, ધ્વનિ અને શબ્દની અદ્ભુત અસરો ઉપર સુંદર વિવરણ છે. પ્રભુ મહાવીરે માલકૌંસ રાગમાં દેશના આપતાં એવું કહ્યું છે. જૈનોનું મંત્રવિજ્ઞાન,
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy