SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 52 ડૉ. સુધીર શાહ ખૂબ ભાર મૂક્યો છે. જોકે “જ્યોતિષપાતાલ” નામનો જૈન ગ્રંથ અત્યારે અપ્રાપ્ય છે જે સંભવતઃ શ્રી મહાવીરાચાર્યે લખેલ છે. માનસશાસ્ત્ર : માનસશાસ્ત્ર વિશે પણ જૈન ગ્રંથોમાં ઊંડાણપૂર્વક ઉલ્લેખ થયેલો જોવા મળે છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, વિચાર, નિર્ણય એ મતિજ્ઞાન છે અને તે ઇન્દ્રિય અને મનને લીધે છે. એવું પ્રતિપાદન શાસ્ત્રમાં કર્યું છે. મનના બે ભેદ છે : ભાવ મન અને દ્રવ્ય મન. આધુનિક વિજ્ઞાને આ દિશામાં સંશોધન કરવાની જરૂર છે. જેટલું પ્રાણીનું મન-મગજ વધુ વિકસિત તેટલું તે ઉચ્ચતર પ્રાણી કહેવાય છે. સંત્તિના સમન: (અધ્યાય-૧, સૂત્ર-૨૬) આ ઉપરાંત પરપીડનવૃત્તિ વિશે શાસ્ત્રવચન છે કે પરપીડન માનવીના મનનો એક આવિષ્કાર છે. પોતાના કહેવાતા સિદ્ધાંતોની રક્ષા કરવા માટે ઘણા બીજાને પીડે છે. એ વૃત્તિનું ઊર્ધ્વકરણ શક્ય છે. એનો માર્ગ પણ એમાં બતાવ્યો છે. ન્યાયાધીશ ઉત્તમ કક્ષાના પરપીડક છે એમ નથી લાગતું ? lazur Thought - Spect study: | સર્વજ્ઞ શ્રીમહાવીરસ્વામી પરમાત્માએ કહ્યું છે કે, શરીરની ક્રિયાથી, વાણીના ઉપયોગથી અને મનના વિચારમાત્રથી કર્મનો બંધ થાય છે. તેથી મન, વચન, કાયાના યોગમાં સાવધ રહેવું. શારીરિક ક્રિયાથી જેમ કે મારવાથી કર્મબંધ થાય તે તુરત સમજી શકાય. વાણીના દોષથી કોઈને દુઃખ પહોંચાડવાથી કર્મબંધ થાય તે પણ કદાચ સમજી શકાય, પરંતુ વિજ્ઞાન છેક હમણાં સુધી મનના વિચારોને તરંગમય કે abstract માનતું હતું એટલે કે એના અણુમય અસ્તિત્વને સ્વીકારતું નહોતું. જ્યારે spect અને MRIના પ્રયોગોમાં સિદ્ધ થયું છે કે મનનો પ્રત્યેક વિચાર, પ્રત્યેક લાગણી જેમ કે ક્રોધ, દયા વગેરે મગજના એક ચોક્કસ કેન્દ્રમાં ઉદ્દભવે છે અને તે મશીનમાં નોંધાઈ શકે છે એટલે કે તે પૌગલિક છે. એથી પ્રભુની વાત સ્પષ્ટ થાય છે કે આપણો પ્રત્યેક સુવિચાર કે કુવિચાર એક છાપ ઊભી કરે છે. એ આપણા શરીરમાં કે વિશ્વની વ્યવસ્થામાં તેથી જ કર્મબંધનો હેતુ બને છે. આપણી વાણીનો એક એક શબ્દ પણ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત થાય છે અને આખા વિશ્વના અણુએ અણુએ અને જીવમાત્રને અસર કરે છે અને એ પાછો આપણને પોતાને પણ સૌથી વધુ અસર કરે છે. તેથી જ પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક શબ્દ કે પ્રત્યેક વિચારમાં અપ્રમત્ત સાવધ રહેવું, જાગ્રત રહેવું, તેવો પ્રભુ વીર પરમાત્મા વારંવાર ઉપદેશ આપે છે. છસો વર્ષ પહેલાં સાધુઓ માનસપૃથક્કરણ મનોચિકિત્સા કરતા હતા. ખુદ સિગમંડ ફ્રૉઇડને આશ્ચર્ય થાય એવી વાતો એ કાળનાં લખાણોમાં જોવા મળે છે. દિશાશાસ્ત્ર (Directions) : આચારાંગ નિર્યુક્તિ'માં શ્રી ભદ્રબાહુસ્વામીએ દિશાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે ભરતક્ષેત્રમાં જે દિશા સૂર્યોદયની છે તે ઐરાવતક્ષેત્રમાં સૂર્યાસ્તની છે અને ભરતક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે તે ઐરાવતક્ષેત્રમાં સૂર્યોદયની છે પરંતુ બધાં જ ક્ષેત્રમાં ઉત્તરદિશામાં મેરુ પર્વત છે. આ લખવા માટે ચોક્કસ એમની પાસે અમેરિકા (ઐરાવતક્ષેત્ર)ની કોઈક આધારભૂત માહિતી હશે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy