SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જેનધર્મ : એક અદ્ભુત વિજ્ઞાન તંક્વાર્થાધિગમ સૂત્રનાં બે સૂત્રો (જીવવિજ્ઞાનનાં) ખૂબ ધ્યાનાર્હ છે. 9.391T TUTH I Sentience (application of knowledge) is defining characteristic of life of soul. જીવની સંજ્ઞા કે વ્યાખ્યા એ છે કે પૂર્વસંચિત જ્ઞાન તથા અનુભવનો કે બોધનો સ્વોચિત, પોતાની મેળે ઉપયોગ કરે તે જીવ છે. જીવની આવી સચોટ વ્યાખ્યા વિજ્ઞાનમાં પણ ઉપલબ્ધ નથી. ઉપયોગ-બોધને લઈને જ પોતાનું તથા ઇતર પર્યાયોનું જ્ઞાન થાય, સુખ-દુઃખનો અનુભવ થાય... વગેરે. R. RUST CTFIT The function of the soul is to render service to one another. એકબીજાને ઉપકારી થવું તે જીવનો સ્વાભાવિક હેતુ છે. પહેલી નજરે કદાચ આનું ઊંડાણ ખ્યાલમાં નહિ આવે, પરંતુ આ સૂત્રનો હેતુ અહિંસાની આજ્ઞા છે. એક જીવ બીજા જીવના પ્રભાવમાં છે. Mach's principle of physics પ્રમાણે વિશ્વનો એક એક અણુ એકબીજા સાથે સંકળાયેલ છે. વિશ્વમાં એક અણુમાં ક્યાંક ફેરફાર થાય કે ખલેલ પહોંચે તો આખા વિશ્વની સંરચનાને અસર થાય, ખલેલ પહોંચે. તેમ એક જીવ બીજા જીવને દુઃખી કરે તો આખા વિશ્વના પ્રત્યેક જીવને તેની અસર થાય જ. એ વાત આમાં ગર્ભિત રીતે નિહિત છે. We are influenced by the rest. We all are entangled. કોઈ પણ જીવને મન, વચન, કાયાથી દુઃખી ન કરી શકાય. જીવવિજ્ઞાનમાં વનસ્પતિશાસ્ત્ર અન્વયે અનેક મહત્ત્વની વાતોનું વિજ્ઞાન ભરેલું છે. પ્રથમ તો વનસ્પતિમાં જીવ છે અને સંવેદના છે, એવી ગહન જૈન શાસ્ત્રની વાતને વિજ્ઞાનને સિદ્ધ કરતાં ૨૦મી સદી લાગી. જગદીશચંદ્ર બોઝે તે સિદ્ધ કર્યું. એથી વિશેષ જૈન શાસ્ત્રોમાં તો સાધારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. વનસ્પતિકાય જીવને મૂળભૂત સંજ્ઞાઓ (instinct) હોય છે, સંવેદના હોય છે તે તો હવે વિજ્ઞાને સ્વીકાર્યું જ છે. પણ આ જીવોને કષાય હોય છે અને વેશ્યા હોય છે તે જૈન શાસ્ત્રોક્ત વાત સમજવા જેવી છે. જેમ કે વનસ્પતિના આભામંડળના રંગો લીલો, પીળો વગેરે તે તેની વેશ્યા છે. તે તેની ભાવનાઓ અને સ્વભાવ વ્યક્ત કરે છે. જેવું અન્ન તેવો ઓડકાર, જેવું આપણે ખાઈએ તેવા આપણા વિચારો થાય. દા.ત. બટાકા, સૂરણ વગેરે કંદમૂળમાં સંગ્રહવૃત્તિ એટલે કે આવા પદાર્થો લેવાથી શક્ય છે, આપણને લોભ કષાય થાય. ગણિતશાસ્ત્ર : જૈનદર્શનમાં ગણિત-વિજ્ઞાન ઉપર પણ ગ્રંથો લખાયેલા છે. નવમી સદીમાં શ્રી મહાવીરાચાર્યનો ગ્રંથ “ગણિતસાર સંગ્રહ’ ગણિત જેવા કષ્ટસાધ્ય વિષય ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તેના નવ અધ્યાયમાં બીજગણિત, ભૂમિતિ અને અંકગણિતના અદ્ભૂત સિદ્ધાંતો છે, જેમાં વર્ગમૂળ (sqare root), ઘનમૂળ (Cube root), અપૂર્ણાંક (Fraction), સમય, દશાંશ પદ્ધતિ તથા પાઈની સૂક્ષ્મ ગણતરી ઉપર પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય સ્વયંભુવ, દેવનંદિ, આદિનાથ વગેરે જૈનાચાર્યોએ પણ ગણિત ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જૈન આગમોમાં સૂર્યપ્રજ્ઞપ્તિમાં અપૂર્ણાંક ઉપર
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy