SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી રૈલોક્યમંડનવિજયજી જીવ એક વાર ગ્રંથિનો ભેદ કરે પછી મિથ્યાદૃષ્ટિ થાય તોપણ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ નથી કરતો. કારણ કે એનો પરિણામ સામાન્યતઃ શુભ જ રહે છે. આ વાત શ્લોક ૨૬૭માં સૂચવાઈ છે – एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतोऽमहाबन्धविशेषतः ।। પરંતુ ટીકાકારે “મહીવન્યવિશેષતા'ના સ્થાને “મહવન્ધવિશેષતા' પાઠ સ્વીકાર્યો છે. અને તેનો અર્થ અવસ્થાન્તરવિશેષ કર્યો છે. પરિણામે અર્થસંગતિ બરાબર નથી થતી. તેને બદલે “અમહાબંધ -ઉત્કૃષ્ટસ્થિતિના અબંધરૂપ વિશેષ હોવાથી' એવો અર્થ લેવામાં સરસ અર્થસંગતિ થાય છે. અવગ્રહની આવી અલના અન્યત્ર પણ જોવા મળે છે. જેમ કે શ્લોક ૪૧૦માં ૩૫ાયોપમેનો અર્થ ૩૫યોડીને (-અપગમનો ઉપાયો કરવાને બદલે ઉપાયોપીને સતિ કર્યો છે. (-ઉપાયનો સ્વીકાર કર્યો છતે). અવગ્રહ તરફ ધ્યાન ન જવાને લીધે અર્થમાં કેટલી ક્લિષ્ટતા આવી છે તે આ શ્લોકની ટીકા જોવાથી જ સમજાશે. શ્લોક ૫૧પમાં પણ અવગ્રહની શક્યતા પર ધ્યાન ન જવાને લીધે એક સરસ દલીલ તદ્દન અસ્પષ્ટ રહી જવા પામી છે. બ્રહ્માદ્વૈતમતમાં જીવમાત્રને પરબ્રહ્મના અંશરૂપ સમજાવવામાં આવે છે. આની સામે તર્ક કરવામાં આવ્યો છે કે એ અંશો જો આવકારી મુક્તબ્રહ્મના અંશો છે તો તેમાં વિકારિત્વ કેવું ? અને જો એ અંશો ખરેખર વિકારી જ છે તો ન્યાય એ જ છે કે અંશી (-પર બ્રહ્મ) પણ અમુક્ત બનશે. કેમ કે જેના અંશો વિકારી છે તે અંશી મુક્ત હોય જ કઈ રીતે? આ દલીલનો શ્લોક આમ છે - मुक्तांशत्वे विकारित्वमंशानां नोपपद्यते । तेषां चेह विकारित्वे सन्नीत्याऽमुक्तताऽशिनः ।। આમાં ચોથા પદમાં મુતા પહેલાં અવગ્રહ નથી એમ સમજીને ટીકાકારે વ્યાખ્યાન કર્યું છે. પરંતુ એને લીધે વક્તવ્ય તદ્દન અસ્પષ્ટ રહે છે. ટીકાકારે કરેલા સર્વનામના અર્થ પણ ઘણી જગ્યાએ બદલવા જેવા લાગે છે. જેમ કે - શ્લોક પદ ટીકા અર્થ સંભવિત અર્થ ૨૧૬ तस्याः मुक्तिच्छायाः ૨૦૦ अस्य स्त्रीरत्नस्य गुरुदेवादिपूजनस्य ૩૪૪ तेनैव पुरुषकारेणैव भावेनैव अस्य पूर्वोक्तयोगभाजः चारित्रिणः ૪૦૭ अयम् अन्यसंयोगः अपगमः ૪૧૯ अध्यात्मादियोगः वृत्तिसंक्षयः ૫૧૩ तद्वैत पुरुषार्थलक्षणे पुरुषद्वैते (पुरुषबहुत्वे) આ અર્થોને લીધે તાત્પર્યમાં ઘણો ફેર પડી જાય છે. સટીક ગ્રંથોની એક સૌથી મોટી સમસ્યા એ હોય છે કે ટીકાકાર ભગવંતને મૂળ ગ્રંથનો જે પાઠ મુt: ૩૭૨ ઉષ:
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy