SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ-ટીકા અંગે થોડુંક ચિંતન घटते, भाषकपरिणामान्तरसम्भवेन वचनप्रवृत्ते-रुपपद्यमानत्वात् ।' ખરેખર તો અત્રે આત્માના પરિણામિત્વ વગેરેનો કોઈ સંદર્ભ જ નથી. વળી, વચન એ ભાષકના પરિણામરૂપ હોય કે ન હોય, આત્મા પરિણામી હોય કે ન હોય - એનાથી દુષ્ટ અને ઇષ્ટથી અબાધિત વચનની ગવેષણા શી રીતે જરૂરી બને ? માટે આ શબ્દોની ટીકા આ રીતે કરવી યોગ્ય જણાય છે - - एतदपि - वचनमपि, एवमेव हि-लोकशास्त्रयोरुभयोरविरोधेनैव शुद्धं भवति; अन्यथा શ્રદ્ધામાàાન્ચે સત્ તત્ વિપરિતામિષ્ટ ન મતિ (- પૂર્વ શ્લોકનો સંદર્ભ અત્રે પકડવાનો છે.) तस्माद् दृष्टेष्टाभ्यामबाधितमेव तद् मृग्यं भवति । જેમ યોગ લોક અને શાસ્ત્રથી અવિરુદ્ધ હોવો જોઈએ, તેમ તે યોગનું પ્રતિપાદક વચન પણ લોક-શાસ્ત્ર ઉભયથી અવિરુદ્ધ હોવું જોઈએ એવું અત્રે તાત્પર્ય સમજાય છે. *લોકરંજન માટે થતી ધર્મક્રિયા લોકપક્તિ કહેવાય છે. આવી ક્રિયા સામાન્યતઃ કીર્તિ, ધન વગેરે સ્પૃહાથી થાય છે. અને તેથી જ મહાન ધર્મની અવહેલનામાં નિમિત્ત બનનારી તે ક્રિયા અતિશય નિંદ્ય ગણાય છે. આવી ક્રિયા ‘વિષાનુષ્ઠાન” કહેવાય છે, કેમ કે એનો વિપાક દારુણ હોય છે. હવે જે જીવ ધર્મક્રિયા કરતી વખતે અનાભોગથી વર્તે છે, મતલબ કે જેનું ચિત્ત પ્રવર્તમાન ક્રિયાને બદલે બીજા વિચારમાં છે, તેવા જીવની ધર્મક્રિયા ‘સમૂછનજ ક્રિયા' ગણાય છે. કેમ કે તે જીવ ક્રિયામાં સમૂછનજ – અસંજ્ઞી જીવની જેમ પ્રવર્તે છે. હવે આ લોકપક્તિવાળા જીવની અને અનાભોગવાળા જીવની બંનેની ધર્મક્રિયા જોકે અશુદ્ધ જ છે, તોપણ લોકપક્તિવાળા જીવની ક્રિયા અનાભોગક્રિયાની સરખામણીમાં વધુ નિંદ્ય છે. કેમ કે તેમાં ધર્મની હીલના છે. આ વાત યોગબિંદુ - શ્લોક ૯૧માં રજૂ થઈ છે : लोकपक्तिमतः प्राहुरनाभोगवतो वरम् । धर्मक्रियां न महतो, हीनताऽत्र यतस्तथा આની ટીકા આમ થઈ શકે - નોવત્તમતો - તો વિસ્તાર ધનપ્રથાની સાશાત્ નામાવત:-सम्मूर्छनजप्रायस्य धर्मक्रियां वरं - प्रधानं यथा भवति तथा प्राहुः योगीन्द्राः । कुतो हेतोः ? यतः अत्र अनाभोगवतो धर्मक्रियायां न महतो धर्मस्य हीनता तथा - लोकपक्तिमतो धर्मक्रियावत् । પરંતુ ટીકાકારે આવી ટીકા કરી છે - તો વિત્તમતો - નો વિસ્તાર ધનપ્રધાનસ્ય પ્રાણું: - વૃવતે कीदृशस्येत्याह - अनाभोगवतः - सम्मूर्च्छनजप्रायस्य स्वभावत एव वैनयिकप्रकृतेः वरंपूर्वोक्ताल्पबुद्धिधर्मक्रियायाः सकाशात् प्रधानं यथा भवति... અર્થાત્ ટીકાકાર “નામાવત' ને ‘તોપવિત્ત મંતઃ'નું વિશેષણ ગણે છે. તેથી અનાભોગવાળો લોકશક્તિમાન અને અલ્પબુદ્ધિ લોકપક્તિમાન એવા ભેદ પાડી તેમાં તરતમતા ઘટાવે છે. આ વાત કેટલી અસંગત થાય છે તે વિદ્વજ્જનો સમજી શકશે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy