SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ-ટીકા અંગે થોડુંક ચિંતન મળ્યો અને જે પાઠ તેઓએ સ્વીકાર્યો તે પાઠ અશુદ્ધ હોય તોપણ એટલો રૂઢ થઈ જાય કે કાળક્રમે એના સિવાય બીજા પાઠની કલ્પના પણ કોઈને નથી આવતી. ટીકા ધરાવતી પ્રતોમાં તો એ પાઠ હોય જ, પણ ટીકા વગરની એકલ મૂળની કેટલીક પ્રતોમાં પણ એ જ પાઠ પ્રવેશી જાય છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને અમે અધ્યયન દરમિયાન યોગબિંદુ-મૂળની પણ પ્રતો સાથે રાખી હતી. આ પ્રતોએ એવા ઘણા પાઠો પૂરા પાડ્યા કે જે ટીકાકારે સ્વીકારેલા પાઠ કરતાં વધુ સંગત લાગ્યા. જેમ કે શ્લોક ૨૦૭ની પહેલી પંક્તિ આમ છે - प्रकृतेरा यतश्चैव नाऽप्रवृत्त्यादिधर्मताम् । આની ટીકા આમ છે - પ્રકૃતેઃ - વર્મસંજ્ઞિતાયાઃ આ - અર્વા યÅવ - ત વ ૬ દેતો: ન - नैव अप्रवृत्त्यादिधर्मताम् - अप्रवृत्तिर्निवृत्ताधिकारित्वं..... અહીં અમને મૂંઝવતો પ્રશ્ન એ હતો કે - આ - • અર્વાનો કોની સાથે અન્વય કરવો ? જો એનો અન્વય પ્રવૃત્યાવિધર્મતાની સાથે કરવાનો હોય તો ત્યાં નિયમાનુસાર પંચમી કેમ નથી ? વળી આવો અન્વય કરીને ‘પ્રકૃતિના અપ્રવૃત્તિધર્મથી પહેલાં' આવો અર્થ કરીએ તો આવા અર્થના સૂચક શબ્દો ‘તથા વિહાય’ બીજી પંક્તિમાં આવે છે તેનું શું કામ ? વિચાર કરતાં જણાયું કે અહીં બીજો જ કોઈ પાઠ હોવો જોઈએ. અને યોગબિંદુ-મૂળની પ્રત જોતાં ‘પ્રતેરાભનચૈવ' આવો સાચો પાઠ મળી આવ્યો. આર્નો અર્થ એ છે કે પ્રકૃતિ અને આત્મા - એ બંનેમાં જ્યાં સુધી અપ્રવૃત્તિ-અન્યાધિકારનિવૃત્તિ વગેરે ધર્મો ન પ્રગટે ત્યાં સુધી સમ્યકૂચિંતન નથી જ થઈ શકતું. આ અર્થ પ્રકરણ સાથે તદ્દન સંગત થાય છે. 25 આવા જ કેટલાક યોગબિંદુ-મૂળની પ્રતમાંથી મળેલા પાઠ. ટીકા સંમત પાઠ શ્લોક ૭ सर्वं न मुख्यमुपपद्यते મૂળ પાઠ सर्वजनुषामुपपत्तितः मलमय्येव ०बन्धकस्यैव ૧૪૧ ૨૫૧ ૨૫૨ ० नीतितस्त्वेष ૨૦૯ न्याय्या सिद्धिन हेत्वभेदतः ૪૮૬ सम्बन्धश्चित्र० ૪૯૫ समाधि० स चित्रश्चित्र० समाधे० तदन्याभाववादे वा ततश्चिन्त्या ૫૧૩ तदन्याभावनादेव ततश्चिन्त्यो ૫૨૧ આ નોંધ ફક્ત નમૂના પૂરતી જ રજૂ કરી છે. આ બધા પાઠોથી ગ્રંથકારનો આશય કેટલી સરસ રીતે જાણી શકાય છે તે વાત અભ્યાસીઓ તે તે સ્થાને ટીકા જોઈને સમજી શકશે. मलनायैव ०बन्धकस्यैवं ० नीतितस्त्वेव न्यायात्सिद्धिन हेतुभेदतः અત્રે યોગબિંદુ-ટીકા અંગે જે ચિંતનીય બિંદુઓ રજૂ કર્યાં છે, તે બધાં સાચાં જ છે એવો આ લેખકનો દાવો નથી. શ્રીહરિભદ્રસૂરિજીએ અનેક યોગપરંપરાઓને અવગાહીને તેનાં રહસ્યોને આત્મસાત્ કરીને પોતાના ગ્રંથોમાં ગૂંથ્યાં છે. તેથી જૈનદર્શનની સાથે ને સાથે અન્ય યોગપરંપરાઓને અવલોકીને જ તેઓના યોગગ્રંથોને યોગ્ય ન્યાય આપી શકાય. તેથી જો કોઈ પ્રાજ્ઞપુરુષ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy