SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેશમાં જળવાયેલી હસ્તપ્રતો 223 જૈન હસ્તપ્રતો ત્યાં પરદેશ કેવી રીતે પહોંચી ગઈ ? એ જ ક્ષણે મનમાં ઝબકારો થાય કે શું એ પરદેશીઓ ચોરી કરી ગયા હશે ? અમે પણ એ જ ભ્રમણામાં હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તેઓની સુવ્યવસ્થિત રાજ્યકલા, સંસ્કૃતિ, જીવનશૈલી અને શિક્ષણપદ્ધતિથી ભારતીય પ્રજા પ્રભાવિત થઈ હતી. જેને કારણે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં ઘણા ફેરફારો થયા. ભારતમાં સંશોધનક્ષેત્રે નવી દિશાઓ ખૂલતી ગઈ જેમાંની એક છે હસ્તપ્રતવિદ્યા. યુરોપિયન વિદ્વાનોનો એમાં ઘણો નોંધપાત્ર ફાળો છે. યુરોપિયન વિદ્વાનો જેવા કે ડૉ. વિલિયમ જોન્સ (૧૭૪૯-૧૭૯૪), ડૉ. ઑટોવોન બોઇથલિંગ (૧૮૧૫-૧૯૦૪), ડૉ. મેડ્યૂલર (૧૮૨૩૧૯૦૦), ડૉ. રિચાર્ડ પીશલ (૧૯૪૯-૧૯૦૮), ડૉ. હર્મન યાકોબી (૧૮૫૦-૧૯૩૫), ડૉ. વિલ્હેમ જીગર (૧૮૫૬-૧૯૪૩), ડૉ. મોરિસ વિંટરનિ– (૧૮૬૩-૧૯૩૭), ડૉ. શુબિંગ વોલ્ટર (૧૮૮૧-૧૯૬૯), ડૉ. આલ્સફોર્ડ (૧૯૦૪-૧૯૭૮) ઇત્યાદિ સંશોધકોએ ભારતીય વિવિધ પ્રાદેશિક ભાષામાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું અને વિવિધ ક્ષેત્રે સંશોધનકાર્ય કર્યું. સૌપ્રથમ ડૉ. હર્મન યાકોબીએ ઈ. સ. ૧૮૫૦માં જૈનાગમ કલ્પસૂત્રનું હસ્તપ્રતોને આધારે સંશોધન-સંપાદન કર્યું. ત્યારથી માંડીને આજ સુધી એ દિશામાં સંશોધન, સંપાદન અને પ્રકાશનકાર્ય અવિરતપણે ચાલુ જ છે. એનો બધો જ યશ મુખ્યત્વે યુરોપિયન સંશોધકોને જ જાય છે. આ ઉપરાંત તેઓ પાસેથી હસ્તપ્રતસંગ્રહ અને સુરક્ષાવિષયક પણ ઘણી નવીન પદ્ધતિઓ આપણે અપનાવી છે. જેના થકી આપણો આ અમૂલ્ય વારસો આજે પણ સુરક્ષિત સંગ્રહાયેલો ઉપલબ્ધ છે અને સંશોધન, પ્રકાશનનું કાર્ય અવિરત ચાલ્યા જ કરે છે. - સ્વ. પૂ. આચાર્ય શ્રી જંબૂવિજયજી મ.સા.એ બ્રિટિશ લાઇબ્રેરી અને વિક્ટોરિયા મ્યુઝિયમ લંડનમાં જળવાયેલી જૈન હસ્તપ્રતોના વર્ણનાત્મક સૂચિપત્રની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે, “In this day and age, even in India, the work of researching and cataloguing manuscripts is extremely 'difficult and rarely undertaken. It is therefore all the more to be appreciated that such arduous work is undertaken in foreign countries.” આ પરથી પ્રતીત થઈ શકે કે પરદેશીઓ અને ખાસ કરીને યુરોપિયનોનો હસ્તપ્રતવિદ્યામાં અમૂલ્ય ફાળો છે. જૈનોના અતિ પવિત્ર અને અમૂલ્ય આગમગ્રંથ કલ્પસૂત્ર'ની સૌપ્રથમ સુસંશોધિત આવૃત્તિ એ જર્મન વિદ્વાન ડૉ. હર્મન જે કોબીએ જૈનજગતને અર્પેલી અમૂલ્ય ભેટ છે. એ લોકો પાસેથી જ આપણે સંશોધન-સંપાદનની વિદ્યા પ્રાપ્ત કરી છે અને એ માટે આપણે સદા એમના ઋણી રહીશું. વિદેશમાં માત્ર યુરોપ જ નહીં, પરંતુ ઘણા સ્થળે જૈન હસ્તપ્રત-ગ્રંથભંડારો સુવ્યવસ્થિત સંગ્રહાયેલા મળી આવે છે. બ્રિટિશ લાઇબ્રેરી - લંડન, બ્રિટિશ મ્યુઝિયમ, વી. એન્ડ એ. મ્યુઝિયમ, ધ વેલકમ ટ્રસ્ટ, રોયલ એશિયાટિક સોસાયટી - લંડન, ઑક્સફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટી, પૅરિસ યુનિવર્સિટી, ફ્લોરેન્સ યુનિવર્સિટી, બિબ્લિથિક લાઇબ્રેરી ઑફ ફ્લોરેંસ, રોમ યુનિવર્સિટી, બર્લિન, રશિયા, યુનાઇટેડ સ્ટેટ ઑફ અમેરિકા, બોસ્ટન, વૉશિંગ્ટન, નેપાળ, શ્રીલંકા, બર્મા, કરાંચી, ચાઇના, દુબઈ, સિંગાપોર, મલેશિયા વગેરે વગેરે. સામાન્યતઃ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy