SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પનાબહેન શેઠ વિદેશમાંથી પ્રાપ્ત હસ્તપ્રતો ઘણી ઊંચી ગુણવત્તાયુક્ત હોય છે. કારણ કે એમાંની ઘણી વિદ્વાનોએ પોતે ખરીદી કરેલી હોય છે અને એ હસ્તપ્રતોનો પરદેશી સંશોધકોએ પોતાના સંશોધનકાર્ય માટે ઉપયોગ કર્યો હોય છે. વળી તેઓની સંગ્રહ કરવાની અને જાળવણીની પદ્ધતિ પણ ઉચ્ચ પ્રકારની આધુનિક તકનીકયુક્ત હોય છે. 224 આગળ વાત કરી કે આપણી ભારતીય હસ્તપ્રતો વિદેશોમાં કેવી રીતે પહોંચી હશે તે એક સાશ્ચર્ય વિચારણીય મુદ્દો છે. તો હવે આપણે અહીંયાં વિદેશમાં ભારતીય હસ્તપ્રતો કઈ રીતે ગઈ તે વિશે વાત કરીશું. સામાન્યતઃ આપણામાં એક એવી માન્યતા પ્રચલિત છે કે વિદેશીઓ આપણો આ સાંસ્કૃતિક વારસો ચોરી અથવા અન્યાયી માર્ગે લઈ ગયા હશે, પરંતુ વાસ્તવમાં એવું નથી. અહીંયાં થોડી નક્કર હકીકતો ૨જૂ ક૨વાથી આપણી આ ગેરમાન્યતા દૂર થશે. (૧) વિદેશી સંશોધકો : મુખ્યત્વે યુરોપિયનો આપણા સાંસ્કૃતિક વારસાથી પ્રભાવિત થયા હતા. તેઓએ ઘણી પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસ કર્યો અને સંશોધનકાર્ય ક૨વા લાગ્યા. આ કાર્ય તેઓ ભારત અને પોતાના દેશમાં જઈને પણ કરી શક્યા હોત. તેઓ પોતાના સંશોધનકાર્ય માટે ભારતમાંથી વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતો ત્યાં લઈ જતા. આ બધી હસ્તપ્રતો તેમના સંગ્રહ રૂપે મળી આવે છે. એ બધી તેઓએ કોઈ સંસ્થા કે લાઇબ્રેરીમાં ભેટ રૂપે આપી. ઉદાહરણ રૂપે હર્મન જેકોબીએ પોતાનો સંગ્રહ બ્રિટિશ લાઇબ્રેરી - લંડનને ભેટ રૂપે આપ્યો છે. જે જેકોબી સંગ્રહ તરીકે ત્યાં બ્રિટિશ લાઇબ્રેરી, લંડનમાં સંગ્રહાયેલો - સચવાયેલો મળી આવે છે. ઇટાલિયન વિદ્વાન ગુબરનેટીસ પણ ભારતીય સંસ્કૃતિ, કળા અને પ્રાદેશિક ભાષામાં રસ ધરાવતા અને તેઓએ પણ આ દિશામાં સુંદર ખેડાણ કર્યું છે. તેઓનો પોતીકો હસ્તપ્રત-સંગ્રહ આજે ફ્લોરેન્સની લાઇબ્રેરીમાં વિદ્યમાન છે જેમાં અંદાજિત ૩૭૫ જેટલી જૈન હસ્તપ્રતો છે. (૨) ખરીદી : એ સમયમાં પણ હસ્તપ્રતોની ખરીદી અને વેચાણપદ્ધતિ વિદ્યમાન હતી. પરદેશી વિદ્વાનો ભારતના એજન્ટો પાસેથી હસ્તપ્રતોની ખરીદી કરતા. એ રેકોર્ડ આજે પણ ત્યાંની જે તે સંસ્થામાં તરીખ, કિંમત અને બીજી અન્ય માહિતી સાથે ઉપલબ્ધ છે. ઉદા. સૂરત શહેરના ભગવાનદાસ કેવલદાસ નામના એજન્ટે દુનિયાના ઘણા દેશોમાં હસ્તપ્રતો પહોંચાડ્યાના ઉલ્લેખ મળી આવે છે. કેટલાક સર્વે અને રેકોર્ડ પરથી માહિતી પ્રાપ્ત થાય છે કે જૈન આગમોની સંપૂર્ણ શ્રેણી વિવિધ દેશોના સંગ્રહાલયોમાં વહેંચાયેલી-વીખરાયેલી મળી આવે છે. ઉદાહરણરૂપ વિ. સં. ૧૬૯૪માં ‘જયકરણ’ નામના જૈન શ્રાવકે પૂરા ૪૫ આગમોની હસ્તપ્રતો તૈયાર કરાવેલ. એમાંની બે યુરોપની ‘કેમ્બ્રિજ યુનિવર્સિટી’માં, એક ‘પૅરિસ યુનિવર્સિટી'માં અને એક અમદાવાદ - આમ વિવિધ સ્થળેથી મળી આવે છે. આ ઉપરાંત વિ. સં. ૧૭૨૧માં ‘પાસાવીરા’ નામના શ્રાવકે લખાવેલ આગમશ્રેણીની પ્રતિઓ અમુક બર્લિન, લિપઝિગ, અમદાવાદ જેવાં વિવિધ સ્થળેથી મળી આવે છે. માની શકાય કે આ બધી જ પ્રતિઓ એજન્ટ ભગવાનદાસ કેવલદાસ પાસે હોય અને વિવિધ દેશના વિદ્વાનોએ તેમની પાસેથી ખરીદી કરી હોય આથી તે વિવિધ દેશોમાં વીખરાઈ ગઈ હોય.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy