SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન સમયમાં જૈન-સંસ્કારનું મહત્ત્વ કહે છે કે, “જીવન સંસ્કૃત કરે તે સંસ્કાર.” જૈન સંસ્કારોના ચાર પ્રકાર છે : (૧) મૂળભૂત સંસ્કારો – જે જીવન જીવવાની કળા શીખવે છે. (૨) જીવનશૈલી ઘડનાર સંસ્કારો. (૩) આધ્યાત્મિક સંસ્કારો. (૪) સૈદ્ધાંતિક સંસ્કારો. આ ચારે સંસ્કારો વર્તમાન જગતમાં કેવી રીતે ઉપયોગી છે તેની ચર્ચા આપણે અહીં કરીશું. ૧. મૂળભૂત સંસ્કારો : આઠમી સદીમાં પ્રવર્તતા આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના ષોડશક પ્રકરણ” ગ્રંથમાં આ મૂળભૂત સંસ્કારોની વાત કરી છે. જેની વર્તમાન સમયમાં ખૂબ આવશ્યકતા છે. (૧) ઔચિત્ય – ઔચિત્ય એટલે સૌમ્યતા, ભદ્રતા. આ સંસ્કારથી વાણી અને વર્તનમાં વિવેક આવે છે. આવા ઔચિત્યવાળી વ્યક્તિનું સાન્નિધ્ય બીજાને પણ પ્રસન્નતા અર્પે છે. વર્તમાન સમયમાં આ સંસ્કારી વર્તન સુવાસ પાથરી શકે છે. વર્તમાન સમયમાં જ્યારે માનવીનાં વાણી અને વર્તન બન્ને તુચ્છ થતાં જાય છે, ત્યારે આવું ઔચિત્યભરેલું વર્તન માનવીના ઝેરને ઓકાવી હૃદયને પ્રેમથી ભરી શકે છે. (૨) દાક્ષિણ્યતા – એટલે બીજાની સાથે ભદ્ર વ્યવહાર. આ સંસ્કાર માતાપિતાને બહુમાનપૂર્વક સાચવવાનું, અને વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખવાનું શીખવે છે. વળી પોતાના સ્વજનો, સંબંધીઓ છાયાબહેન શાહ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy