SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ છાયાબહેન શાહ અને મિત્રોને મદદરૂપ થવાનું પણ શીખવે છે. આવા સંસ્કારવાળી વ્યક્તિ બીજાને પ્રોત્સાહન આપે છે. બીજાના અપરાધને ક્ષમા કરી દે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે આવો દાક્ષિણ્યપૂર્વકનો વ્યવહાર આદરે તો સમગ્ર વિશ્વ પ્રેમમય બની જાય. દ્વેષ, ઈર્ષા, સંઘર્ષ બધું જ નાશ પામે. માનવ માનવને ચાહતો થઈ જાય. 172 – (૩) પાપનો ભય · આ સંસ્કાર ખૂબ મહત્ત્વનો છે. વ્યક્તિને પાપનો ભય હોય તો તે વ્યક્તિ ઇચ્છા હોવા છતાં પાપ કરતો અટકી જાય છે, કારણ કે તેને પ્રતિષ્ઠા જવાનો, કાનૂનીય સજા થવાનો કે દુર્ગતિમાં જવાનો ભય લાગે છે. આ ભયનો સંસ્કાર હોય તો વ્યક્તિ અનિચ્છાએ પણ ઇચ્છાઓને, ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે. મનને વશમાં રાખે છે. નબળી પળો વીતી જતાં પોતાની નજ૨માં જ પડી જવાના ગુનાથી મુક્ત થવાનો આનંદ પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં પાંચ ઇંદ્રિયોના બેફામ ઉપયોગથી વાસના, વ્યભિચાર, હિંસા વગેરેનું સામ્રાજ્ય ઊભું થયું છે, તેને આ ‘પાપનો ભય’ સંસ્કાર હચમચાવી શકે છે. આ સંસ્કારથી મનુષ્યોનું જીવન સાત્ત્વિક અને શાંતિમય બનાવી શકાય છે. (૪) ચોથો સંસ્કાર છે નિર્મળબોધ એટલે સદ્ઉપદેશ. સાંચન સાંભળવાની, વાંચવાની રુચિં. તત્ત્વ જાણવાની જિજ્ઞાસા, સત્યની પ્રતીતિ કરાવનાર શાસ્ત્રજ્ઞાન જાણવાની આકાંક્ષા. આ સંસ્કારથી વ્યક્તિ સાત્ત્વિક બને છે, આધ્યાત્મિક બને છે. સામાન્ય જીવનશૈલીથી થોડો ઉપર ઊઠે છે. સાત્વિક આનંદ માણી શકે છે. આજના સમયમાં જ્યારે માનવી ઉદાસ, વ્યગ્ર અને ઉદ્વિગ્ન બની ગયો છે ત્યારે આ સંસ્કાર તેને શાંતિ આપે છે, આનંદ આપે છે, તેને ભયમુક્ત કરે છે, ટેન્શન મુક્ત કરે છે, તેની જીવનશૈલીને સંતોષી અને સુખી બનાવી દે છે. (૫) પાંચમો સંસ્કાર છે લોકપ્રિયતા. જે વ્યક્તિમાં ઉપરના ચાર સંસ્કાર હોય તે આપોઆપ લોકપ્રિય બની જાય છે. લોકો તેને અહોભાવથી જુએ છે. તેનું આગમન આવકાર્ય બને છે. તેનો પડ્યો બોલ સહુ કોઈ ઝીલી લે છે. જગતમાં આવા સંસ્કારોવાળી વધુ ને વધુ વ્યક્તિઓ હોય તો તેઓ ને ઘણાં અનિષ્ટ તત્ત્વોને રોકી શકે છે. સુખ, શાંતિનું સામ્રાજ્ય ફેલાવી શકે છે. જેની વર્તમાન સમયમાં ખૂબ જ જરૂર છે. જૈન ધર્મ આવા મૂળભૂત સંસ્કારોનું સિંચન કરી જીવન જીવવાની કળા શીખવે છે. અર્થવિહીન જીવન જીવતા લોકો માટે આવા સંસ્કારો આશીર્વાદરૂપ બને છે. ૨. જીવનશૈલી ઘડનાર સંસ્કારો : જીવન જીવવાની કળાના સંસ્કાર આપ્યા પછી જૈન ધર્મ જીવનશૈલીના સંસ્કાર પણ આપે છે. જીવનશૈલી એટલે રોજિંદા જીવનની શૈલી. આ શૈલી જેટલી સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, વ્યવસ્થિત હોય તેટલું જીવન સફળ બને છે. જૈન ધર્મે આવી ઉમદા જીવનશૈલીના કેટલાક સંસ્કારો બતાવ્યા છે : (૧) ગૃહસ્થ જીવન છે એટલે આજીવિકા કમાયા વિના ચાલવાનું નથી. તો તે ન્યાયથી ઊપર્જવી. (૨) ખર્ચ પણ લાવેલા પૈસાને અનુસાર રાખવો. (૩) જેને ઉચિત ખર્ચ કહેવાય. (૪) પોતે ઉભટ નહીં, પણ છાજતો વેશ પહેરવો તેને ઉચિત વેશ કહેવાય. (૫) વિવાહ સંબંધ ભિન્ન ગોત્રવાળા અને સમાન કુળ તથા આચારવાળા જોડે કરવા જોઈએ એ ઉચિત વિવાહ કહેવાય.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy