SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય ને પથે આ 'ડાશથી પેાતાની વાત વધુ સત્ય લાગી. એમની શ્રદ્ધા વિશેષ પરિપક્વ થઈ. આમ ને આમ થાડા કાળ વ્યતીત થયેા ! ચતુર્માસ પૂર્ણ થતાં ભૂજથી સહુએ વિહાર કર્યાં. વિહારમાં પૂજ વજ્રપાળજીને ભેટ થતાં મુનિજીએ તેમને એકાંતમાં પેાતાના સ્વમની વાત કરી. પૂજજી સત્યશેાધક અને શાસ્ત્રપ્રેમી હતા. જિનપ્રતિમાનાં દર્શન અને પૂજનની ખાનગીમાં હિમાયત પણ કરતા, છતાં વૃદ્ધાવસ્થાને કારણે છડેચેાક જાહેર થઈ સત્યની જાહેરાત કરતાં સકાચ કરતા. એમણે આ જુવાન મુનિની આંખેા સામે એકીટશે જોતાં કહ્યું: - ભાઈ ! તું ભાગ્યશાળી છે! આવું સ્વગ્ન કાકને જ લાધે!' જો મૂર્તિનાં દર્શન સ્વમમાં પણ થાય તે આટલા લાભ થાય, તે સાક્ષાત્ સભાન અવસ્થામાં કરેલાં દર્શીન કેટલાં પુણ્યાનુબ’ધી થાય? આ સત્ય કે તે સત્યના વાવટાળમાં ફસાયેલું મુનિ ધર્મસિંહજીનું ભાવના-જહાજ ધીરે ધીરે સાચા માર્ગ તરફ ફરી રહ્યું હતું. હૃદય પલટાઈ ગયું હતું. વ્યવહાર પલટાવાની વાર હતી. અને તે પણ ઘેાડા વખતમાં થઈ ગયું. વિ. સ. ૧૯૫૯ નું ચતુર્માસ અંજારમાં થયું. ગુરુજીના આદેશ તે। જન્મભૂમિ પત્રીમાં ચતુર્માસ કરવાના હતા પણ પેાતાના વિચારની ભૂમિકા રચવા માટે પત્રી ઠીક ન જણાતાં ગુરુજીને વિનતિ કરી કે ખીજે ચતુર્માસની આજ્ઞા આપે। ! આખરે ગુરુજીએ ત્રણ મુનિએ સાથે અંજારમાં ચતુર્માસ કરવાની આજ્ઞા કરી. કેટલીક વાર નાનું નિમિત્ત પણ મહાન પરિવર્તનનું કારણુ અને છે. સ્થાનક પાસે જ અ'ચલગચ્છનું દેરાસર હતું. વગર અડચણે ત્યાં અવાય જવાય તેમ હતું. મુનિજીએ આ સગવડને લાભ લીધા અને વહેલા મેાડા, બહુ જાહેરાત ન થાય તે રીતે દર્શન કરવા જવા લાગ્યા. Jain Education International ---- For Personal & Private Use Only ૩૫ www •TUFF www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy