SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કરોડ લોકોના મન- કે - -- ક = શ્રી ચારિત્ર વિજય ૪૪ો ગે સાધુઓએ સામૈયામાં હાજરી આપવી, એ તેમના મનથી જ વિચળ મનાતા હક સામે સખત વિરોધ ફાટી નીકળ્યો હતો, વી અને એ સહુની સામે શ્રી બુઢેરાયજી અને શ્રી મૂલચંદજી rry મહારાજ જેવા પરમપ્રતાપી સાધુપુરુષે ક્રિયા અને તપશીલતાની અનેરી ભાત પાડતા હતા. સંવેગી સાધુતાને પ્રકાશ દિનદિન તપતો જતો હતો, અને એની સામે યતિસત્તાના પછડાટ ભયંકર થતા જતા હતા. મૂર્તિભંજકોનું પ્રાબલ્ય પણ હવે છેલ્લી વિદાય લેતું હતું ને મંદિરની અશાતના સામે આ પ્રતાપી સાધુઓને પડકાર બહુ ઉગ્ર હતો. જ્યારે પંજાબની ભૂમિને શુદ્ધ સાધુતાથી પરિચિત કરી, તપ અને તારુણ્યના તેજમાં ઝળહળતા શ્રી આત્મારામજી ગુજરાતમાં પુનઃ પધારી ગુરુસમા પ્રતાપી, ગપતિ, વડીલબધુ શ્રી મૂલચંદજી મહારાજની સેવામાં સાથે જ અમદાવાદ ચતુર્માસ રહ્યા હતા. શ્રી બુટ્ટરાયજી અને શ્રી મૂળચંદજી મહારાજની સદુધર્મ પ્રરૂપણાને એ જ વેગે આગળ ધપાવનાર શ્રી આત્મારામજીએ સાહિત્યનું નિર્માણ કરી બહુશ્રતપણાની ગંગા વહેવડાવનાર ભગીરથનું પદ હાંસલ કરવા બીડું ઝડપ્યું હતું. મહર્ષિ દયાનંદ સામેના પડકારમાં અને ગુજરાતને ગૂડ ભરાવી બેઠેલાં કેટલાંક અશાસ્ત્રીયબળે સામે તેમને સામને અપૂર્વ હતો. બધા જૈન ભંડારનું પ્રથમ લીસ્ટ કરનાર ડૉ. પીટર્સન પણ આ કાળે શ્રી આત્મારામજીની મુલાકાત લેતા હતા. આમ આવા પ્રતાપી મુનિપુંગવો દ્વારા સધર્મશીલતાને પાયો જ્યારે નંખાઈ રહ્યો હિતે, ત્યારે શ્રી મેહનલાલજી મહારાજ અજમેરમાં રહ્યા રહ્યા મુંબઈના ક્ષેત્રને અપનાવી ધર્મક્ષેત્ર બનાવવાનાં શુભ સ્વપ્નાં સેવી રહ્યા હતા. આવી વેળાએ શ્રાવકવર્ગમાં અમદાવાદમાં નગરશેઠ પ્રેમાભાઈની હાક બોલતી. ભલભલા પ્રતાપી સાધુઓ પણ તેમની ધર્મઆણ ઉથાપવાની હિંમત ન કરતા. વંશપરંપરાથી ચાલી આવતી નગરશેઠાઈ શાસનસેવાનાં અનેક સુકૃત્યોથી ઝળકતી હતી. અમદાવાદમાં ઇદદ છે કે આ Jain Education International
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy