SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Man તે કાળે તે સમયે થયેલ સર ડેવિડઘુમ આજની ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની પ્રથમ બેઠક ભરવાની વેતરણમાં હતા. ધ ક્ષેત્ર પણ ક્રાન્તિના સખત આંચકાઓથી કમ્પી રહ્યું હતું. દક્ષિણમાં થિયેાસેાફીનું જોર જામતું હતું, જ્યારે ઉત્તરમાં આ સમાજે પેાતાનું આધિપત્ય જમાવ્યું હતું. મંગાળમાં પણુ બ્રહ્મસમાજ, સાધારણ બ્રહ્મસમાજ જેવા અનેક પ્રવાહા ગતિમાં આવ્યા હતા. મહર્ષિ દયાનંદસરસ્વતીનું કાન્તિજીવન મધ્યાહ્ને હતું ને એમની હાકે। ધર્મક્ષેત્રમાં પરિવર્તનના હાકારા ગજવી રહી હતી. ધર્મથી રૂઢિઓને અળગી કરી સંસારસુધારાની ચળવળ પગભર થઈ હતી અને આની સામે સનાતન ધર્મ ભાવનાના પછડાટ બહુ ભયંકર હતા. સાહિત્યક્ષેત્રમાં ગૂજરાતમાં નમઁદના યુગ મધ્યાહ્ન હતા. એના · ડાંડિયા' ના ઘા ભલભલા ચમરધારીઓને કમ્પાવી રહ્યા હતા. નવલરામ અને નંદશંકરનું સ્થાન વિવેચકે। તરીકે આગળ પડતું હતું. આ વેળા ૬૪ વર્ષના કવિ દલપતરામ અને એમનાથી તેર વર્ષ નાના નર્મદની કડવી-મીઠી ચર્ચાએ હાંશથી વંચાતી. પાશ્ચિમાત્ય વિદ્યાને સાહિત્ય સાથે ગાઢ સૌંપર્ક ખંધાયા હતા. ઇંગ્લીશ ઉપન્યાસાની પદ્ધતિએ ગૂજરાતના પ્રથમ ઉપન્યાસ ‘ કરણઘેલેા’ રચાયા હતા, જ્યારે અમર ઉપન્યાસ ‘સરસ્વતીચંદ્ર'ના કર્તા વકીલાત કરવી કે નાકરી, તેના લાભાલાભના આંકડા પાડતા હતા. હિંદને એક તારે સાંકળતી રેલ્વેટ્રેનેાના પાટા ધીરે ધીરે અંધે પથરાતા જતા હતા. વઢવાણુથી ભાવનગર અને અમદાવાદથી રાજપૂતાનાના પાટા નખાયે હજી પૂરાં ચાર વર્ષ પણ વ્યતીત નહાતાં થયાં. ભદ્ર ભદ્રીય ' ભાવનાના જમાના ક્યારના મધ્યાકાશ વટાવી ચૂક્યેા હતેા, ને સુધારાની લેાભામણી લાલી ધીરે ધીરે બધે પ્રસરતી જતી હતી. જૈનસમાજના પણ આ કાળના ઈતિહાસ અનેકર'ગી હતા. વર્ષાથી સત્તા જાળવી રહેલા યતિવર્ગ બુઝાતા દીપકની જેમ છેલ્લા ભડકા ચેામેર પ્રસરાવી રહ્યો હતા. વ્યાખ્યાનની પાટેથી એમનું મહત્ત્વ એસરી ગયું હતું. તેમના સત્કાર અને સન્માન ર Jain Education International For Personal & Private Use Only mw •TUT www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy