SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 'વચનસિધ પાથ... – ૫.૫ ૫. મહાબોથિવિજયજી મ.સા. મેં બારસને બદલે તેરસથી ઓળી ઉપાડવાનો નિર્ણય લઇ લીધો પૂજ્યશ્રીની પાસે ખુલાસો કર્યા વગર મેં ઓળી ચાલુ કરી. પ્રાયઃ એકાવનમી કે બાવનમી ઓળી હતી. ૪૫ દિવસ તો બહુ વ્યવસ્થિત ગયા. શંખેશ્વરથી વિહાર કરી પાછા અમદાવાદ પણ આવી ગયા. ઓળીને હવે એક જ સપ્તાહ બાકી હતો. અને અચાનક સ્વાથ્ય અસ્વસ્થથયું. ન ઉઠાય, ન બેસાય, વગર વિહારે આખા શરીરે અશકિત વર્તાય, કાંઇ ચેન ન પડે. એક વખત તો પારણું કરી લેવાનો વિચાર આવી ગયો. સેંટુરીની નજીક આવેલો બેટ્સમેન ૯૨ રને આઉટ થઇ જાય એવી મારી હાલત હતી. એ વખતે પૂજ્યશ્રી અમદવાદમાં કયાંક અન્યત્ર હતા. મારા ગુરુદેવશ્રીને મેં વાત કરી. થોડીક તબીબી સહાય લઇને પણ ઓળી પૂરી કરવાનું નક્કી થયું. એ સપ્તાહમાં સંથારામાં આરામ કરતા કરતા હું સતત વિચારતો રહ્યો, આત્મનિરીક્ષણ કરતો રહ્યો. સાવ સાજો-સારો હતો, આયંબિલ પણ વ્યવસ્થિત ચાલતા હતા. છતાં ગરબડ કેમ થઇ ? અને એક દિવસ મને સૂતા સૂતા મારા જ પ્રશ્નનો જવાબ જડી ગયો. | જવાબ હતો પૂજ્યશ્રીના વચનનું ઉલ્લંઘન ! પૂજ્યશ્રીએ આપેલા મુહૂર્તની અવગણના કરી બીજા દિવસથી ઓળી તો ચાલુ કરી દીધી, પણ આ ઓળીએ છેલ્લે છેલ્લે મને ધોળે દિવસે તારા દેખાડી દીધા. તે દિવસથી મનમાં ગાંઠવાળી કે પૂજ્યશ્રીએ આપેલા મુહૂર્તને કયારેય ઉલ્લંઘવું નહિ એ પછી શાંતિનગર અમદાવાદના ચાતુર્માસમાં પૂજ્યશ્રીના આશીર્વાદ સાથે, પૂજ્યશ્રીએ આપેલા મુહુર્ત અનુસાર ૫૩મી ઓળીનો પ્રારંભ કર્યો..... ઓળીના છેક છેલ્લા દિવસ સુધી બધા જ યોગોમાં અપ્રમત્તતા જળવાઇ રહી. પૂજ્યશ્રીની વચનસિદ્ધિનો જાણે સાક્ષાત્ અનુભવ થયો. મારી જેમ ઘણાને પૂજ્યશ્રીની વચનસિદ્ધિનો અનુભવ છે. - વચનસિદ્ધ પૂજયશ્રીના ચરણોમાં કોટિશઃ વંદના. - પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ આચાર્ય દેવશ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં અમારા ગુરુદેવશ્રી પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાથે વિ. સં. ૨૦૪૭ તથા વિ.સ. ૨૦૪૮ એમ બે ચાતુર્માસ કરવાનો મોકો મળ્યો હતો. - પૂજ્યશ્રીના તપ-જપ, જ્ઞાન-ધ્યાન, સંયમ-નિયમ વગેરે નજીકથી જોવા મળ્યા.... પૂજ્યશ્રીનો સંયમવૈભવ આત્માને સ્પર્શજાય તેવો હતો. e અહીં પૂજ્યશ્રીના વિવિધયોગોની વાત ન કરતા એ મહાપુરુષની વચનસિદ્ધિની વાત કરવી છે. પૂજ્યશ્રી જ્યોતિર્વિદ હતા. ખૂબ જ બારીકાઇથી મુહર્તા જોતા. ઘણીવાર કલાકો - સુધી તેઓશ્રીને પંચાંગના પાના ફેરવતા અમે જોયા છે. વેઢા પર આંગળીઓ ફરતી જાય અને પંચાંગના પાના ફરતા જાય. | વાસણા-અમદાવાદના ચાતુર્માસ પછી શંખેશ્વરજીનો છ'રીપાળતો સંઘ નીકળ્યો. શંખેશ્વર મહાતીર્થમાં થોડા દિવસની સ્થિરતા હતી. મને વર્ધમાન તપની ઓળી કરવાની ભાવના થઇ મેં પૂજ્યશ્રી પાસે મુહૂર્ત માંગ્યું. માગસર સુદ ૧૨નું મુહૂર્ત પૂજ્યશ્રીએ આપ્યું મૌનએકાદશીના ઉપવાસ ઉપર જ આયંબિલ આવતું હોઇ હું જરા ઢીલો પડ્યો. મનોમન ersonal Use Only www.sainelibrary.org v૩
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy