SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અશક્ય જેવું લાગે છે - પ.પૂ.આ. રત્નસુંદરસૂરિ. મ.સા. “મોર”નું વર્ણન કરવામાં હજી થોડીક મુશ્કેલી પડે કારણ કે એની કલગીનો રંગ જુદો, એના પગનો રંગ જુદો, એના કાંઠલાનો રંગ જુદો, એના પીછાંનો રંગ જુદો, એની પાંખનો રંગ જુદો પણ વર્ણન જો હંસ નું કરવું હોય તો કોઇ જ તકલીફ ન પડે. તમે એક જ પળમાં જવાબ આપી શકો, કારણ કે એના સંપૂર્ણ શરીરનો એક જ રંગ ‘ધવલ,’ પૂજ્યશ્રીના ગુણવૈભવને નજીકથી માણવાનું સદ્ભાગ્ય જેને પણ સાંપડ્યું છે એને પૂજ્યશ્રીના ગુણવૈભવને વર્ણવતા કોઇ જ તકલીફ ન પડે. એક જ પળમાં એનો એ જવાબ આપી શકે. કારણ કે પૂજ્યશ્રીના સંપૂર્ણ ગુણવૈભવનો એક જ રંગ હતો સંયમશુદ્ધિ. એ પુણ્યપુરુષની આંખ જુઓ તો ત્યાં તમને જીવો પ્રત્યેની કોમળતાની પ્રતીતિ કરાવતી ઇર્યાસમિતિનું નિર્મળપાલન દેખાય. તેઓશ્રીના મુખમાંથી નીકળતા શબ્દોને તપાસો તો ત્યાં તમને જીવો સાથે મધુર વ્યવહાર દાખવતી ભાષાસમિતિની સક્રિયતા દેખાય. ગોચરી વાપરતી વખતે ગોચરીના દ્રવ્યો ઉઠાવતા તેઓશ્રીના હાથજુઓ, ગોચરીના દ્રવ્યો પર ફરતી તેઓશ્રીની આંખો જુઓ કે ગોચરીના દ્રવ્યો આરોગતું તેઓશ્રીનું મુખ જુઓ, ત્યાં તમને સંયમની શુદ્ધિને સાચવતી પ્રભુની આજ્ઞા સિવાય બીજું કશું જ ન દેખાય. મન ભલે તેઓશ્રીનું દેખાતું નહોતું પણ કળાતું તો જરુર હતું. આ આર્યુબલના ખાખરા નિર્દોષ તો છે ને ? આ પાણી આપણાં નિમિત્તે તો નથી બળ્યું ને ? આ દ્રવ્યો મો રાગ તો નહીં કરાવી જાય નેં ? મારા દાંડાબું પડિલેહણ રહી તો નથી ગયું ને ? સાંજની વતિ જોઇ તો લીધી છે મેં ? આ સાંજના સમય પછી વ બહેનો અહીં ડેમ ઉભા છે ? આવી વારંવાર અને અવારનવાર થતી પૃચ્છાઓ પરથી જ ખ્યાલ આવી જતો હતો કે તેઓશ્રીના મનમાં સંયમજીવનમાં લાગી જતા દોષો અંગેની કેવી સાવગિરિ હશે ? In Educa 32 એક જ તંદુરસ્ત મૂળ જેમ વૃક્ષને, થડને, ડાળને, પાર્ગને, પુષ્પને અને ફળને જન્મ આપીને જ રહે છે તેમ પૂજ્યશ્રીના અંતઃસ્તલમાં સ્થિર અને દઢ થઇ ગયેલા સંયમશુદ્ધિના આ ગુણે તેઓશ્રીના જીવનમાં અન્ય ગુણોની જે હારમાળા સર્જી એની ભવ્યતાનું વર્ણન કરવું લગભગ અશક્ય છે. સ્વાધ્યાય પ્રેમ, પ્રભુ પ્રેમ અને તપશ્ચર્યા પ્રેમ, આ ત્રણ ગુણો તેઓશ્રીના પરિચયમાં આવનાર તમામે જે પરાકાષ્ટાએ વિકસિત થયેલા જોયા હશે એમાંના કોઇને ય તમે પૂછી જો જો કે, શું જોયું પૂજ્યશ્રીમાં ? કાં તો એ જવાબ આપવાની સ્થિતિમાં નહીં હોય અને કાં તો જવાબ માટે એના મુખમાંથી નીકળતા શબ્દોમાં તમને લય જળવાતો જોવા નહીં મળે. કારણ ? આ એકજ કે તપશ્ચર્યાથી કૃશ થઇ ગયેલ આવી કાયાએ પણ તપશ્ચર્યાનો યજ્ઞ ચાલુ જ રાખી શકાય છે, એવું એણે કયારેય કહ્યું જ ન હોય ! આ જૈફ વયે અને આ સ્થાને પહોંચ્યા પછી પણ સ્વાધ્યાય માટેની આ તલપ જીવતી રાખી શકાય છે એવું એણે વિચાર્યુ પણ ન હોય અને આટલી બધી સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતી વ્યકિત પ્રભુ દર્શનમાં અને પ્રભુની સ્તવનામાં આ હદે એકાકાર થઇ શકે છે, એવું એણે કયારેય જોયું પણ ન હોય ! આવું ન કલ્પેલું, ન જાગેલું અને ન જોયેલું બધું ય અને જયારે પોતાની આંખ સામે જ જોવા મળે ત્યારે એના શબ્દો મૌન ન થઇ જાય તો બીજું શું થાય ? વાંકાનેરમાં તેઓશ્રીની પાવન નિશ્રામાં થયેલ ઉપધાનતપની આરાધના વખતે મારે તેઓશ્રીના પાવન સાંનિધ્યમાં રહેવાનું બનેલું એ ગાળા દરમ્યાન જોવા મળેલ તેઓશ્રીના ગુણવૈભવે મને વિચારતો કરી મૂક્યો હતો કે હૂંડા અવસર્પિણી કાળના પાંચમા આરામાં ય આવી સાધના શું શક્ય બની શકે છે ? For Private & Personal Use Only
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy