SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતકાળમાં ઇતિહાસ તપાસશો તો છેલ્લા સો વર્ષના કાળમાં સંઘ | એકતાની દાઝવાળા શાસનપ્રભાવના ક્રવાની તમન્નાવાળા ખાખ બંગાળી નિઃસ્પૃહી સંતના દર્શન-વંદન-પૂજન મળવા દુર્લભ છે, તેને સુલભ કરનારા વચનસિદ્ધ મહાપુરષ આચાર્ય ભગવંત હતા, એમની જે આશા હતી તે કંઈ નિરાશામાં ભળી નથી જ. એ આશાના મીનારે મીનારે એમની ભાવનાપી રત્નનો પ્રકાશ આ રસંધને અને શાસનને પ્રકાશિત કરી રહ્યો છે.. - ધન્ય ધરા સૌરાષ્ટ્રની ને જુનાગઢના ગરવા ગિરનાર પર ૨૨માં તીર્થકર પરમાત્માના ત્રણ ત્રાગ કલ્યાગકો થયા છે. આવતી ચોવીશીમાં ચોવીશે ચોવીશ તીર્થકર ભગવંતોનું જ્યાં નિર્વાણ નિશ્ચિત થઇ ચુક્યું છે એવા પવિત્રગિરનારજી પાછળ અનેક આપત્તિ સંકટોની સામે ઝઝમીને દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની પાવનભૂમિ સહસાવન તીર્થનો જિણોદ્ધાર કરાવીને ભવ્ય જિનાલય દ્વારા એક આગમોલ, આગવીને અનુપમ ભેટ શાસનને ધરી છે. આજે એ સમોવસરણ ભૂતકાળના સમવસરાગની ઝાંખી૫ બને છે. જાણે સાક્ષાત બાલબ્રહ્મચારી શ્રી નેમનાથભગવાન ઉપદેશ આપી રહ્યા છે. મને યાદ છે કે મારી સંસારી અવસ્થામાં આજથી લગભગ ૬૦વર્ષ પહેલાની વાત હશે. જામકંડોરણા ચાતુર્માસ બાદ જામકંડોરાગાથી છ’રી પાળતો ગિરનારજીનો સંધ નિકળેલો હતો. તેમાં અમારે જિનમંદિરનું બધુ સંભાળવાનું પૂજ્યશ્રીએ સુપ્રત કર્યુ હતુ દાદાના દર્શન અને તીર્થમાળ ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ હતા માળ થયા પછી જ પારણું કર્યુ પ્રાય ૮ દિવસના ઉપવાસ એમાં યાત્રા કરી ત્યારબાદ પારણું સહસાવનમાં થયું પારાગાનો લાભ અમોને મળેલો પરંતુ સહસાવનમાં જેટલા યાત્રા કરવા, આવે તેની સાધર્મિકભકિત કરવાની, આથી પારાગામાં નિર્દોષ મળી જાય આ બધું મેં પ્રત્યક્ષ નિહાળેલું હતું. એમની તપસ્યાનો રેકોર્ડ ગીનીસ બુકમાં સમાવિષ્ટ થઈ શકે એવો અદ્દભુતને આશ્ચર્યચકિત કરી શકે તેવો પ્રભાવક હતો. જયારે રાજકોટમાં પં, કેવલ વિ. મ. ની નિશ્રામાં જોગ ચાલતા હતા ત્યારે વહોરવા અમારે સંસારી ઘેર પધાર્યા ને વરસાદ શર થયો વરસાદ સતતને અવિરત ચાલુ રહ્યો ોગની ગોચરી પકડીને અપ્રમતપાગે ૪, ૫ કલાક રહેવાનું પાણી વાપરવા બેઠા નહિ, હવે લાગ્યું કે પહોચાશે નહીં. દિવસ અસ્ત થશે. ત્યારે રજા મેળવીને ગોચરી વાપરી, આવી તો એમની મક્કમતા હતી. | વિહારમાં સવારે નીકળવાનું કોઇ નિશ્ચિત નહી, જાપ આદિ દૈનિક ક્રમની વિધિ પૂરી કર્યા પછી જ વિહાર, ભલે ને ભયંકર ગરમી પડતી હોય, પગ ભલેને બળી જતા હોય, પાણીની તરસ કહે મારું કામ. સામા ગામે પહોંચતા ૧૧-૧૨ વાગી જાય તેની ચિંતા નહી. | આયંબિલની ગોચરી આવીને પડી હોય પણ આયંબિલ કરવાનો સમય કોઇ નિશ્ચિત નહી. બપોરે બે વાગે ત્રણ વાગે કે સાંજે પાંચ વાગે તેની કોઇ ચિંતા નહી આવા અલખ ગિરનારી બાબા હતા તપસ્યાના પુણ્યબળથી વચનસિદ્ધિ પ્રાપ્ત થઇ હતી મને તેમના ભક્ત પ્રકાશભાઇ વસાએ જ પોતાની વાત કરી હતી કે, ગિરનારમાં એક ઓરડીના ખૂણામાં શાસનદેવી અંબિકાની પ્રતિમા પડી હતી સ્વપ્નમાં દર્શન થયા પછી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પ્રાપ્ત થઇ તે થોડીક ખંડિત હતી આથી તેને લેપ કરીને ઠીકઠાક કરાવી વતન માણેકપુરમાં પધરાવી જયાં તીર્થ નિર્માણ થયું. હારીજવાળા (હાલ વાસણા) હસમુખભાઇની પત્ની રાજુલાબેન. તેને અઠ્ઠાઇ કરવાની વાત થઇ. ભાવના ઘણી પણ બીજે કે ત્રીજે દિવસે મારે ઉપવાસ કરવા જ નથી પારણું કરવું છે. ખૂબ સમાવે તે માને નહી આથી તેના પતિએ કહ્યું, ચાલો શાંતિનગર જઇએ પૂ. આ.ભ. પાસે નવકારશીનું પચ્ચકખાણ લઇ આવીએ, દર્શન-વંદન પણ થઇ જશે, શાંતિનગર ગયા આ.ભ.ને વંદન કરીને કહ્યું, ૮ ઉપવાસ કરવાની ભાવના હતી પણ હવે પારણું જ કરવું છે એટલે આપની પાસે નવકાશીનું પચ્ચકખાણ કરાવવા લાવ્યો છું. આ.ભ. કહ્યું, કે એમ ઢીલાશ લાવશે તે કેમ ચાલશે ? જા તને કંઇ નહી થાય કરી લે ઉપવાસના પચ્ચખાણ વાસક્ષેપ નાંખી ઉપવાસ થઇ ગયા. આ છે વચનસિદ્ધિનો એક નમુનો. તેમની પાસે જો કોઇ બહેન ઉઘાડે માથે વાસક્ષેપ નંખાવવા આવે તો ફટ દઇને સ્પષ્ટ સંભળાવી દેતા કે, શરમ નથી આવતી ? ઉઘાડે માથે વાસક્ષેપ નંખાવવા આવો છો. આથી કોઇ બહેનની દાગ નથી કે આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પાસે ઉઘાડું માથુ રાખી વાસક્ષેપ નંખાવી શકે. ચોથા વ્રત માટે ખૂબ જ જાગૃત હતા એટલું જ નહી કોઇપણ સાધુનુ પણ વિરાદ્ધ આચરણ ન ચલાવી લે તેવા હતાં. સાંભળવા મળ્યું છે કે તેમના અગ્નિ સંસ્કારના સમયે જ વાસણા નવકારનાં દેરાસરના ભોયરામાં રહેલા શ્રી . નેમનાથભગવાનને અમીઝરણાં શર, થયાં હતાં કારણ કે વાસણા નવકારના દેરાસરજી ના શ્રી નેમનાથ ભગવાનના તેઓ એટલા ચાહક હતા, ઉપાસક હતા કે કલાકોના કલાકો નેમનાથભગવાનનું ધ્યાન કરતાં, સાધના કરતાં હતાં. આવા કલિકાલમાં જિનશાસનના મહાપ્રભાવક અને અજોડતપસ્વી એવા મહાપુરુષ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને કોટિ કોટિ વંદના એમની વિદાયથી સંધ-શાસનને, સમુદાયને ન પૂરી શકાય તેવી જબરજસ્ત ખોટ પડી છે. એમનો મહાન આત્મા જયાં હોય ત્યાં સ્વના કલ્યાણ સાથે સાથે પરના કલ્યાણની કામનાથી અમારા જેવા અબુધ જીવો પર કૃપા વરસાવીને અમને પણ જલ્દીમાં જલ્દી શાશ્વત સુખના ભોકતા બનવા માટે અદૃશ્ય સહાય આપી રખોપું કરે એ જ. 3şlan Education International
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy