SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તપરસ્પીસ માટે ની નિશ્રામાં જ નાગઢ માં 38 વડી દીક્ષાઓનો ઈતિહાસ - પ.પૂ. આ.ગુણરત્નસૂરિ મ.સા. પાલીતાણાની પવિત્રભૂમિ પર ઐતિહાસિક ૩૮ દીક્ષામહોત્સવનું આયોજન સંપન્ન થયા બાદ માલગાંવનિવાસી સંઘવી ભેરુમલજી હુકમીચંદજી બાકના પરિવાર આયોજિત શ્રી સિદ્ધગિરિ-રૈવતગિરિનો ઐતિહાસિક છ’રી પાલક સંઘ પૂર્ણ થયો.... એ જ વખતે ગુજરાતમાં ગોધરાકાંડ સર્જાયો.... ૩૪ વડીદીક્ષાઓ જાહેર થઇ ગઇ હતી..... તપસ્વી સમ્રાટ પૂ. દાદા હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના તપના પ્રભાવે બધું જ સારું થશે એવી અમને શ્રદ્ધા હતી. અમે સૌ હેમાભાઇનો વંડો, ઉપરકોટ, જુનાગઢ મુકામે રોકાયેલા.... ભીતરમાં પૂ. તપસ્વી મહારાજની શીતળછાયા હતી, તો બહાર કોમી હુલ્લડોની જ્વાળાઓ ભભૂકતી હોવાથી સર્વત્ર કર્ફયુ જાહેર કરવામાં આવ્યો હતો. મહેમાનો વડીદીક્ષામાં કેમ પહોંચશે? એ લાખ રૂપિયાનો સવાલ હતો. પૂ. તપસ્વી મહારાજ એક જ કહે.... * સહુ નિશ્ચિત Mળી આયોજનની પૂરેપૂરી તૈયારી કરી દયો ? ” આાપણા માસક્ષોપકારી પ્રભુ મહાવીરના ૨800જ 61–6યાણ વર્ષ નિમિત્તે વિશાળ સંખ્યામાં સમુહસામાયિક (૨800) શું ખાયોજી પણ થયું હતું. ગામના લોકો પણ આવી શકે છેવી પરિસ્થિતિ હોતી, તો બહારથી લોકો કેવી રીતે ખાવી શૐ ? પણ પૂજય તપસ્વી મહારાજના વચનોથી યમCSIR થયો ! ધીરે ધીરે કર્ફયુમાં ઢીલ થવા માંડી.... a[tdીdi વર્ષાdળી લુહુર્તતા હોવા છતાં 38 વડદીક્ષાનો કાર્યક્રમ અભૂતપૂર્વ સંપBI થયો. આ પ્રસંગ અમારા સહુના માટે જીવનની પોથીમાં એક વિસારી ન વિસરી શકાય તેવી યાદગાર ક્ષણ બની ગઇ પછી તો નાના-મોટા બધા મહાત્માઓ એમની પાસે જાય. વંદન કરે-શાતા પૂછે. તેઓશ્રી વાત્સલ્યથી બધાના મસ્તક પર હાથફેરવે..... આશીર્વાદ આપે... તેમની વિરલ તપશ્ચર્યા.... અનોખી સમતા.... વાત્સલ્યભાવ.... ગિરનારભક્તિ...... દાદાપ્રેમસૂરિજી પ્રત્યે અપાર બહુમાનભાવ..... વાતવાતમાં તેઓશ્રીનું નામ સ્મરણ થતાં જ ખરેખર મસ્તક ઝુક્યા વગર રહેતું નથી. અમે સૌ તેઓશ્રી પ્રત્યે કૃતજ્ઞ છીએ.. ' ધરતીની ખોળે ચમકતો હીરો '' ઍટલે પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. - પ.પૂ.આ. વિઘાનંદસૂ..સા. હિમાલયમાંથી sદીવ પ્રગટતો નથી, શતદલ 5મલમાંથી કદીય સુગંધ જતી નથી; તેમ સાચા સંતના જીવનમાંથી અંતરનું સવિખુટુ પડતું નથી. સંતનો મહિમા નીરાળો છે. એ સંસારના તંતનો અંત આણવા જ મથતા હોય છે. જીવનના અંત પૂર્વે એ અંતરથી મહંત બની જવા મથે છે. એવા સંતો તો આ ધરતીની શોભા છે, શણગાર છે, ને એવાથી જ શાસન જયવંતુ છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સાચા સંતોની જ કસોટી થાય છે. સુવાર્ણ અગ્નિપરીક્ષામાંથી શુદ્ધ બનીને ઝળકી ઉઠે એમ એ સંતો ઝળકી ઉઠે છે. સંતોનું સૌભાગ્ય એ છે કે કાર્યસિદ્ધિ માટે આપેલું કાયાનું તર્પણ શાસન-સંઘની ઉચ્ચતમ ભક્તિનું પ્રતીક બની રહે છે. ભલે એ સંતે આ ભૂમિ પરથી વિદાય લીધી પણ કાળ અને ઇતિહાસની તવારીખમાં તો તેનું નામ આજે અમર બની ગયું છે. વરસોના વરસો સુધી જૈફ વયે અંતિમ સમય સુધી અંતિમ શ્વાસ સુધી તેમના લોહીમાં, બુંદ બુંદમાં સંધ-શાસન બેઠું હતું. આથી જ સકલસંઘની ઐક્યતા માટે ઝઝુમવા તપનું અલૌકિક તેજ-બળ ઉભું કરીને ગયા છે. ભલે આજે આપણને તેમના કાર્યની સિદ્ધિ ન જણાતી હોય પણ તેમના જીવનમાં પ્રગટેલી સંધ ઐક્યતા ની જ્યોત અખંડ દીપક બનીને બેઠી છે, અને આજે નહી તો કાલ એ જયોતના પ્રકાશનો ઝળહળાટ અવશ્ય દેખા દેશે એવા અજોડ તપસ્વી આ ભ.શ્રી હિમાંસૂરીશ્વરજી મ. સા. માટે શું લખવું એ જ પ્રશ્ન છે. Dragape
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy