SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઝીલાવતા w ગ..... મીઠાશપૂર્વકન WWW vWI અમને આશ્ચર્ય તો એ થાય છે કે, સાહેબજીનેં કોઇને તપ-ત્યાગની વાત અાગ્રહથી નહી કરી હોય એમના જીવનમાં તપ-ત્યાગ એવા સિદ્ધ થઇ ગયેલ કે તેનો વિનિયોગ સહજભાવે થયા કરે. યુવાનોમાં સામાયિક-કંદમૂળ ત્યાગ- રાત્રીભોજન ત્યાગ- પ્રભુપૂજા જેવા નિયમો તો જાણે સહજ ભાવે આવી ગયા હોય. પૂજ્યશ્રીના હૈયામાં શાસનદાઝ તો રગેરગમાં એવી પ્રસરી ચૂકેલી કે – મારા ભગવાન - મારું શાસન – મારો સંઘ .... આ સંઘ - શાસનનું ઉત્થાન કેમ ન થાય ? થવું જ જોઇએ. આપણે બધા એક શુભ ભાવના પ્રસરાવીએ તો થઇ જ શકે. એવી દશ્રદ્ધા અને નિષ્ઠાથી તેઓ જીંદગીના અંત સુધી ટકેલા રહ્યા. આંયબિલ જેવો મહાન તપ કરતાં રહ્યાં. પૂજ્યશ્રીનું જીવન, એમની નિઃસ્પૃહતા એ તો સંયમપાલન પ્રત્યેની અવિહડ નિષ્ઠાનો પ્રસંગ બન્યો ત્યારે જાણ્યું. ૧૬ રે રે ૐ છે 2 હાલારના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જામનગરથી ગિરનારજી તીર્થ થઇ શત્રુંજય તીર્થનો છરી પાલિત સંઘ સં. ૨૦૩૨ માં નક્કી થયો. તેમા નિશ્રા માટે અમારા ગુરુમહારાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાએ (ત્યારે મુદ્ઘિ હતા), પરમપૂજ્ય, તપસ્વીરત્વ, આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરવા કહ્યું. સંઘના આગેવાનોએ વિનંતી કરી. પૂજ્યશ્રીએ ખાવવા અનુતિ આપી. સંઘ પ્રયાણના દિવસો બજીક આવવા લાગ્યા. રુટ પ્રમાણે પૂજ્યશ્રી વિહાર કરીને જામનગર તરફ પધારી રહ્યા હતા. વારંવાર વરરો આવવાનું કે મળી જવાનું સ્પષ્ટ ના પાડતાં. વાંકાનેરથી વિહાર કર્યો, કાર્યકરો મળી આવ્યા. અનેં નક્કી હતું કે આ દિવસે જામનગર આવી જઇશું. કાર્યકરો દિવસ ભૂલી ગયા બીજો દિવસ એમના ખ્યાલમાં રહી ગયો, વરરો મળવાનું પણ કહી ગયેલા કે અમે આવી જઇશું પણ પહોંચી ન શક્યા અને પૂજયશ્રી તો જામનગર પધારી ગયા. પ્રવેશ પ્રસંગ ભવ્ય કરવાનો હતો પણ પૂજ્યશ્રી તો સહજતાભાવે પધારી ગયા. સંઘના આગેવાનોને થયુ કે સાહેબ નારાજ થયા હશે. કંઇક બોલશે. પણ સાહેબજી તો જાણે કંઇ બન્યું જ નથી એવા જ વાત્સલ્ય ભાવથી બધા સાથે વાત કરી અને હવે પછીનો પ્રોગામ કેવી રીતે કરવાનો તે બધુ વિચારીને ગોઠવ્યું. એ રીતે ધર્મથી અબુધ એવા હાલારના જીવોને પોતાની અંતરની અત્યંત કરુણાથી, સદ્ભાવનાથી વ્યાખ્યાન આદિમાં એવા પ્રસંગો લીધા કે તે વખતે બધા એકાગ્ર બની જતા. ગામોમાં આવતા અજૈનોની સમક્ષ જૈન-અજૈન પ્રસંગોને એવી મીઠાશથી પ્રકાશતા કે સાંભળનાર એ પ્રસંગને વચ્ચેથી છોડી શકે જ નહીં. સામુહિક ચૈત્યવંદનોમાં સ્તવનો ઝીલાવતા એમાં પણ જે મીઠાશપૂર્વકના રાગ....... બધા આવા અનુષ્ઠાનથી અજ્ઞ હોવા છતાં પૂજ્યશ્રીના સાન્નિધ્યથી પોતે જરા પણ ક્ષોભ રાખ્યા વિના એમની પાસે જઇ શકતા અને પોતાના ભાવો વ્યકત કરી શકતા. આવા તો અનેક ગુણોના સ્વામી પૂજ્યપાદશ્રીના હૈયામાં ગિરનાર તીર્થ અને ગિરનારી શ્રીનેમનાથભગવાન હતા તેથી જીવનના અંતે એમની ભાવના મુજબ નજર સમક્ષ એ જ પરમાત્મા અને એ જ તીર્થના ધ્યાનમાં મધ્યરાત્રિએ પૂજ્યશ્રી ઉચ્ચ પંથે જવા માટે પ્રયાણ આદરી ગયા. તેમના જીવનમાં રહેલા અગણિત ગુણોના ખજાનામાંથી આંશિક ગુણોના ભાજન બનીએ એજ અંતરની અભિલાષા. ૦ www.nbrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy