SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - વાત્સલ્યમૂર્તિ આચાર્યભગવંત....! - ૫.પૂ. પયાર્યસ્થવિર દિવ્યાનંદ મ.સા. અનંતઉપકારી, પરમ તારક પરમાત્માએ ભવિ જીવોના કલ્યાણ માટે શાસનની સ્થાપના કરીને અનેક આત્માઓને આત્મ કલ્યાણનો માર્ગ બતાવ્યો, અને તે પરમાત્માની શાસનની જ્યોત જલતી રહે તે માટે ભગવાનની પાટ પરંપરામાં અનેક સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એ જ્યોતને જલતી રાખીને પરમાત્માના પરમ તત્ત્વને આપણા સુધી પહોંચડ્યા છે. તે પરમ તારક પરમાત્મા વિશ્વવત્સલનું વિશેષણ ધારણ કરનારા હતા. તે જગત્ વાત્સલ્યના કંઇક અંશને તેની પાટપરંપરામાં થયેલા આચાર્ય ભગવંતોએ જાળવી રાખ્યું છે. તેમાં પરમ પૂ. આત્મારામજી મહારાજ સાહેબ તથા તેમની પાટે આવેલા ૫.પૂ. કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તેમની પાટે આવેલા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ, તેમની પાટે આવેલ જ્યોતિષમાર્તંડ વિશુદ્ધ સંયમધારક પ.પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમની પાટે આવેલ વિશુદ્ધ ચારિત્રચૂડામણિ સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત, પૂણ્ય નામધેય ૫.પૂ. આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ કે જેમણે અનેક જીવોને શાસન રસીયા બનાવ્યા. તેમની પાર્ટ પ્રવચનપ્રભાવક, સમ્યગ્દર્શનના અજોડ ઉપાસક, અનેક જીવોને સમ્યગ્દર્શનની સાચી સમજ પમાડનાર પ.પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેમના જ પધર મહાન તપસ્વી, આયંબિલ તપના અજોડ ઉપાસક, એટલે જ વાત્સલ્ય વારિધિનું સ્વરુપ પ્રાપ્ત કરનાર સ્વ. પ. પૂ. આ. શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ! મને તેમનો પહેલો પરિચય સં. ૨૦૨૧ માં થયો અને તે વખતે તેઓ પાટણમાં બિરાજમાન હતા. હું અને મારા ગુરુ મ. પં.જયંતવિજયજી ગણિવર્યશ્રી (આ. જયંતશેખરસૂરીશ્વરજી મ. સા.) વિહાર કરતાં મહેસાણા પહોંચ્યા. પાટણની બાજુમાં વડાવલી ગામમાં પ.પૂ. સંઘસ્થવિર બાપજી મ. સા. ના એક વૃદ્ધ સાધુ બિમાર પડ્યા. એટલે ત્યાંના સંઘે અમને જાણ કરી. મારા ગુરુમહારાજે મને અને વર્ધમાનતપના આરાધક પ.પૂ. મહાનંદ વિ.મ. સા. ને સેવા માટે મોકલ્યા. આચાર્યભગવંતને આ વાતની ખબર પડતા પ. પૂ. નરરત્નવિ. મ. ના શિષ્ય પૂ. વિનયચંદ્ર વિ. મ. ને પણ મોકલ્યા છતાં આચાર્યમહારાજને સંતોષ ન થયો. વિચાર્યું કે નવા સાધુ છે. એટલે પોતે જાતે પાટણથી તાબડતોબ એક દિવસમાં ૩૦ કિ.મી. નો લાંબો વિહાર કરીને આવી ગયા અને વૃદ્ધ ગ્લાન સાધુની વૈયાવચ્ચમાં પોતે પણ સામેલ થયા. ત્યારે મનમાં થયું કે કેવી વૃદ્ધ સાધુ પ્રત્યે ભકિત, વાત્સલ્ય... એમનો ભાવ જોઇને દીંગ થઇ જવાયું. ત્યારબાદ અવાર નવાર આચાર્યભગવંતની સાથે રહેવાનું થયું. ત્યારે પણ એમનો વાત્સલ્યભાવ જોવા મળ્યો. પારકા-પરાયાનો જરાય ભેદ જોવા ન મલ્યો. તથા એક વખત હું અને મારા ગુરુ મ. અમદાવાદ ઉસ્માનપુરા ચોમાસુ હતાં. આચાર્ય મહારાજ ગિરધરનગર ચોમાસુ હતા. તેમાં હીરાભાઇ મણિલાલ એક વાર મારા ગુરુ મ. પાસે આવ્યા. અને સાધુના લોચ અંગે વાત કરી. એટલે બીજે દિવસે હું ગિરધરનગર ગયો. ત્યાં ૩-૪ સાધુના લોચ કર્યા બાદ કહ્યું ‘“સાહેબ આપની આયંબિલની ગોચરીનો મને લાભ આપો.'’ત્યારે મારી ભાવના ભાંગી ન જાય એ વિચારી દીર્ધદષ્ટા આચાર્ય મહારાજે મને અનુમતિ આપી. મને પૂજ્યશ્રીનો ગોચરીનો લાભ મળ્યો. આવું પૂજ્યશ્રીનું વાત્સલ્ય નીતરતું હૈયું નિહાળી હું ખુબ ઉલ્લાસિત બન્યો. For Prive & Personal Use Only જયારે જયારે ભેગા થવાનું થતું ત્યારે ત્યારે ખુબ વાત્સલ્ય મળતું ત્યારબાદ મારા ગુરુ મ. કાળધર્મ પામ્યા બાદ મેં આચાર્ય મહારાજને આલોચના અંગે જણાવ્યું ત્યારે પણ જે વાત્સલ્ય અને હૂંફ તેમના તરફથી મળ્યા તેને આજે પણ યાદ કરું તો હૈયું ગદ્ગદિત થઇ જાય છે. છેલ્લે જયારે એમણે જુનાગઢ તળેટીએ ચોમાસુ કર્યુ. ત્યારે મારું ચોમાસુ જામનગર શાંતિભુવન હતું. તેમાં સં. ૨૦૫૯ ના કા. સુ. ૨ ના એક ભાઇ રાતે મારી પાસે આવ્યા અને સમાચાર આપ્યા કે જુનાગઢ આચાર્ય ભગવંતની તબીયત ઠીક નથી, વધારે ગંભીર સ્થિતિ છે તેથી મેં તુરત જ આચાર્યભગવંતને કાગળ લખ્યો કે મારે આપના દર્શનવંદનની ભાવના છે. પણ પગની તકલીફના કારણે હું ચોમાસા પછી ધીમે-ધીમે આપની નિશ્રામાં આવું છું. એમ ભાવના વ્યકત કરેલી એ વખતે જામનગરના અમુભાઇ ત્યાં ચોમાસુ કરવા ગયેલા. તેમણે કા.સુ. ૧૫ ના બપોર પછી જામનગર જવાની રજા માંગી ત્યારે કેટલાય ભક્તો બેઠેલા હતા. તો પણ અમુભાઇને પાસે બોલાવી કહ્યુ કે ‘દિવ્યાનંદવિજયને કહેજો કે ચિંતા ન કરે અને પગની તકલીફ છે તો પણ ધીમે-ધીમે વિહાર કરે.’ આ વાત મને જ્યારે અમુભાઇએ કરી ત્યારે ખરેખર એમ થયું કે પોતાની આવી નાજુક પરિસ્થિતિ છતાં બીજાની કેટલી ચિંતા અને વાત્સલ્યભાવ કેવો! પૂજ્યશ્રીના વચનથી જ હું ધીમે-ધીમે વિહાર કરીને જુનાગઢ આવ્યો. આઠ દિવસ સાથે રહેવાનું થયું. યત્કિંચિત્ ભકિતનો લાભ મળ્યો તેને મારું પરમ સૌભાગ્ય માનું છું. આઠ જ દિવસમાં આચાર્યભગવંત કાળધર્મ પામ્યા ત્યારે શ્રી સંઘે તેમના નિમિત્તે એક મહિનાનો મહોત્સવ કર્યો. ત્યારબાદ શ્રી સંઘની વિનંતી થતા ચોમાસુ કરવાનું થયું અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંતની હયાતીમાં જે વાત્સલ્યભાવ મળ્યો તે તો અપૂર્વ જ હતો પણ કાળધર્મ પામ્યા પછી પણ અદશ્ય જે કૃપા વરસાવી રહ્યા છે તે તો કંઇક અલૌકિક જ છે. કારણ કે શ્રી નેમનાથદાદાની યાત્રા ૭ થી ૮ વખત કરી પણ પગની તકલીફ જરાય પણ જણાય નહી અને તે બધો પ્રભાવ એમની અદૃશ્ય કૃપાનો લાગે છે. આમ પૂજ્યશ્રી સતત અદશ્ય કૃપા વરસાવતા રહે અને તેમના જીવનના કંઇક ગુણો મારામાં આવે એજ અભ્યર્થના.. www.ellareny
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy