SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલાય તેમ નથી. બાલ્યકાળથી જ સાહસિક મનોવૃત્તિ અને ગંભીરતા તેમના ભાવિના ભવ્યજીવનની સાખ પૂરતી હતી... તેઓશ્રીના લાગણીપ્રધાન વ્યક્તિત્વને કારણે રોમે રોમમાં જીવમાત્ર પ્રત્યે કરૂણાભાવ છલકાતો હતો. સકલવિશ્વ જૈનશાસનમાં શાંતિનું સ્થાપન થાઓ! એવી શુભભાવના તેમના શ્વાસોશ્વાસમાં સતત વહેતી હતી. ત્યાગ અને તપશ્ચર્યા દ્વારા સતત જીવનને સંયમી અને નિયમી બનાવવા ભગીરથ પ્રયાસો કરતાં હતા. પરમાત્મા અને પરમાત્માના શાસનપ્રત્યેનો અવિહડરાગ તેમના સંયમજીવનનો સાર હતો. અમૂલ્ય એવા લોકોત્તર આ શાસનને પામ્યાનો આનંદ ૯૬ વર્ષની ઊંમરે પણ તેમનાં મુખકમલની પાંગરતી પ્રસન્નતાથી સહજ કળી શકાતો હતો. તપ દ્વારા કરાયેલા દેહદમનની કોઇ છાયા સીધી કે આડકતરી રીતે પણ તેમની આંતરીક પ્રસન્નતાને હેજ પણ હાનિ કરવા અસમર્થ હતી. જયારે જયારે વંદનાર્થે જવાનો અવસર આવતો ત્યારે તેમની શાંત-પ્રશાંત મુખાકૃતિ નિહાળી આત્મશાંતિનો અનુભવ થતો હતો. | અનાર્યદેશમાં ધર્મ ક્યાં મળે? તેવી સાહેબની પ્રેરણાથી લગભગ ૫૦ ઉપરાંત વર્ષોનો વિદેશવાસ છોડી છેલ્લા ૧૩ વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા. સાહેબજીની પ્રેરણાથી ગૃહચૈત્ય બનાવ્યું. વાસણા- ધર્મરસિક તીર્થવાટિકા મથે પૂજ્યશ્રીની ભાવનાને પૂર્ણ કરવા માત્રના શુભાશયથી એકાવનલાખ રૂપિયાનો મોટો લાભ પણ પ્રાપ્ત થયો અને માણેકપૂરમાં અમારાં બાપદાદાના વખતના ઘરની પુણ્યભૂમિ ઉપર તે ભૂમિ ગુરૂમંદિરના નિર્માણ માટે આપવાના અમારા ભાઇઓના સહર્ષ સહકાર થી ત્યાં ગુરૂમંદિર નું નિર્માણ કાર્ય કરવાનો પણ મને લાભ મળતાં અમારૂ જીવન સફળ બની ગયું. એકવાર પર્યુષણ પર્વના પ્રથમદિવસે વાસણામાં સાહેબને વંદન કરવા જવાનું થયું ત્યારે શ્રાવિકાએ ઉપવાસના પચ્ચખાણ માંગતા, સાહેબે કહ્યું” કેમ? અઠ્ઠાઇની ભાવના છે?” ત્યારે શ્રાવિકાએતો અઠ્ઠાઇનો કોઇ વિચાર પણ નહોતો કર્યો પરંતુ સાહેબના વચનથી ભાવના થઇ ગઈ અને નિર્વિદને અઠ્ઠાઇની આરાધના થઇ ગઇ. અમે શારીરિક સ્વસ્થતા માટે જયારે જયારે નેચરોપેથી સેન્ટર (કુદરતી ઉપચાર કેન્દ્ર) માં જતાં ત્યારે સાહેબ અચૂક કહેતાં“એના કરતાં ભગવાનની આજ્ઞા મુજબના આયંબિલ કરો! તો આ વજન ઉતરતાં શરીર સ્વાભાવિક રીતે સ્વસ્થ જ રહેશે” અંતિમબિમારી અવસરે મોહદશાને કારણે સાહેબજીને અમદાવાદમાં આધુનિક સારવાર ઉપલબ્ધ થઇ શકે તે આશયથી જૂનાગઢથી અમદાવાદ આવવા માટે એબ્યુલન્સ મોકલાવી પણ સંયમમાં કટ્ટર એવા સાહેબજીએ તેનો નિષેધ કરી જણાવ્યું કે ‘આ તીર્થભૂમિમાં મોત મળતું હોય તો શું ખોટું છે?’’ અને એબ્યુલન્સ ખાલીને ખાલી અમદાવાદ પાછી ફરી. મારે ફોરેન વીઝા પૂરા થતાં હોવાથી ૪-૫ દિવસમાટે પણ ભારતની બહાર જવું અનિવાર્ય હતું. સાહેબજીની નાજુક સ્થિતિને કારણે જવાની ઇચ્છા ન હોવા છતાં લાચારી હતી તેથી અમે ચાર દિવસમાટે શ્રીલંકા જઈને મદ્રાસ એરપોર્ટ ઉપર આવ્યા ત્યાં ફોનથી સમાચાર મળ્યા કે ૨૦૪ Jain Education Internasonal
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy