SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબજી કાળધર્મ પામી ગયા છે અમારું કમભાગ્ય કે અંતિમસમયે સાહેબજીની સાથે ન રહી શક્યા! આવા વિચાર ચાલતાં હતાં તેવામાં એરપોર્ટ ઉપર જ અમે બેઠાં હતા ત્યાં આંખો અંજાય જાય તેવા અત્યંત તેજોમય દિવ્યસ્વરૂપે સાહેબજીના સાક્ષાત્ દર્શન થયાં. મનમાં વિશ્વાસ બેસી ગયો કે હવે અગ્નિસંસ્કાર પૂર્વે અવશ્ય પહોચી જવાશે. અને ખરેખર અનેક કસોટીમાંથી પસાર થઇ અને છેલ્લે અગ્નિદાહ આપવાના સમયે જ સહસાવન પહોંચ્યા અને સાહેબજીના પાર્થિવદેહનાં અંતિમદર્શન કરી તેમના પૌદગલિકદેહને અગ્નિદાહ આપવાનો લાભ પણ મળ્યો. આજે પણ તેમના સ્મરણમાત્રથી અનેક પ્રેરણા-પ્રોત્સાહન અને આત્મિકશાંતિનો અનુભવ થાય છે. કંઇ તકલીફ હોય તો જણાવો.” મુનિ કહે ‘કાંઇ નહિં, આતો આજે અટ્ટમનું પારણું થયું છે ... વાપરીને તરત આપના દર્શને આવ્યો છું. ... ચક્કર જેવું લાગે છે....... મુનિવરની હા-ના સાંભળ્યા વિનાજ પૂજયશ્રીએ એજ વખતે વૈયાવચ્ચી મુનિરાજ હેમવલ્લભ વિ. મ. સા.ને કહ્યું “ કેમ! હમણાં દાળ- ભાત જેવું કાંઇ મળશે? તો આ મહાત્માને વપરાવો’ ‘હાજી' કહીને વૈયાવચ્ચી મુનિતો ગોચરી માટે ઉપડી ગયા. .. ગોચરી આવે ત્યાંસુધી પૂજ્યશ્રીએ મુનિને આરામ કરાવ્યો... ગોચરી આવી ગઇ એટલે વપરાવી દીધી.... માત્ર વંદનાર્થે આવેલા મહાત્મા પ્રત્યે પણ પૂજયશ્રીની કેવી કાળજી! કેવો વાત્સલ્યભાવ! વાત્સલ્યપૂંજ પૂજ્યશ્રી એક મુનિરાજ વાસણામુકામે બિરાજમાન પૂજયશ્રીના વંદનાર્થે આવ્યા..... પૂજયશ્રીને રાઇય મુહપત્તિ કરી.... અને નીચે આશન પાથરી બેસી ગયા.... પૂજયશ્રીની દ્રષ્ટિ ચકોર હતી.... તેમને આ મુનિના ચહેરા ઉપર થાકે જણાતાં પૂછયું કેમ!શાતા છે ને? કોઇ તકલીફ છે? મુનિ કહે ‘ના’.... પૂજયશ્રી કહે “ના, પણ તમારા શરીરમાં થાક દેખાય છે, ૨૦૫
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy