SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી ૫૫ મંગલ ઉદબોધનો કર્યા. ત્રણ દિવસ ઉત્સાહથી શતાબ્દી–જયંતી ઊજવાઈ પાટણમાં પણ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના અધ્યક્ષપણું નીચે શતાબ્દી મહોત્સવ ઊજવાયોએમાં મુનિશ્રી જિનવિજયજી, મુનિશ્રી પુણ્યવિજ્યજી, ૫૦ સુખલાલજી વગેરેએ પ્રવચનો કર્યા. સાદડીમાં આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીની દોરવણી નીચે શતાબ્દી ઊજવાઈ મુનિશ્રી વિદ્યાવિજયજી, મુનિશ્રી ભુવનવિજયજી, મુનિશ્રી દર્શનવિજયજી, મુનિશ્રી હિમાંશુવિજયજી વગેરેના પ્રેરક પ્રવચનો થયાં. સારાયે પંજાબમાં તેમ જ મુંબઈ સૂરત અને અમદાવાદ તેમ જ ઠેરઠેર શતાબ્દી ઊજવાઈ વડોદરાથી આચાર્યશ્રીમિયાગામ પધાર્યા અને સંધના અતિ આગ્રહને વશ થઈ વૈશાખ શુદિ છઠ્ઠના રોજ ૫૦ શ્રી લલિતવિજયજી, અને ૫૦ શ્રી કસ્તુરવિજયજી (શ્રી ઉદ્યોતવિજયજીના શિષ્ય) ને આચાર્યની પદવી આપી, અને મુનિશ્રી વિવેકવિજયજી મહારાજને, પન્યાસ શ્રી ઉમંગવિજ્યજીને વલાદમાં અને મુનિરાજ શ્રી સુમતિવિજયજી મહારાજને, ૫૦ મુનિશ્રી વિદ્યાવિજયજીને ગુજરાનવાલામાં આચાર્યની પદવી આપવા આજ્ઞા મોકલી. મીઆ ગામ પછી દશપુરા ખાતે ૫૦ શ્રી લાભ વિજયજી મહારાજને આચાર્યની પદવી અને એમના શિષ્ય ૫૦ મનિશ્રી પ્રેમવિજયજીને ઉપાધ્યાયની પદવી માટે આજ્ઞા આપી. સં. ૧૯૯૨ના ચોમાસા દરમિયાન વડોદરાના ઉપાશ્રયના ઉદ્ધાર માટે આચાર્યશ્રીએ પ્રેરણા આપી. શ્રી હીરવિજયજીની જયંતી પણ સારી રીતે ઊજવાઈ. પંડિત લાલનને સર્વધર્મપરિષદમાં જવા માટે આચાર્યશ્રીએ પ્રેરણા આપી. આ પ્રસંગે વડોદરામાં ઉપધાન થયાં. કાતિક વદિ ૧૩ના દિવસે માળનો વરઘોડો નીકળ્યો અને બીજે દિવસે માળ-પ્રદાન વિધિ થઈ વડોદરાથી વિહાર કરી લગભગ વીસ વર્ષના ગાળા બાદ આચાર્યશ્રી ખંભાત પધાર્યા. ખંભાતમાં સારો ઉત્સાહ હતો. ખંભાતના ભંડારોની વ્યવસ્થા તથા માંડવીની પોળના દહેરાસરના જીણોદ્ધાર માટે આચાર્યશ્રીએ પ્રેરણા આપી, અને દીવાનશ્રી કેકે. ઠાકોરના અધ્યક્ષપણા નીચે પૂ. આત્મારામજી જયંતી ઊજવી. સં. ૧૯૯૩નું ચોમાસું આચાર્યશ્રીએ ખંભાત ખાતે કર્યું. સં. ૧૯૯૩ને ભાદરવા શદિ ૧ના દિવસે વડોદરા ખાતે વિદ્વાન મુનિરાજ શ્રી ચરણવિજયજી કાળધર્મ પામ્યા. આચાર્યશ્રીને આથી ભારે ખોટ પડી. ખંભાતના ચાતુર્માસમાં શ્રી ઋષભદેવની માંડવીની પોળમાં પ્રતિષ્ઠા કરી. ચોમાસા બાદ ખંભાતથી વિહાર કરી આચાર્યશ્રી સોજિત્રા, માતર વગેરે સ્થળે થઈ અમદાવાદ પધાર્યા અને ત્યાં પ્રવચન કરી શેરીસા, ભોયણી, શંખેશ્વરજી વગેરે તીથની યાત્રા કરીને રાધનપુર પધાર્યા. રાધનપુરના સંઘે આચાર્યશ્રીનું સુંદર સ્વાગત કર્યું. આ પ્રસંગે શેઠ ઈશ્વરલાલ અમુલખરાય જૈન બૉડિંગનું ઉદ્દઘાટન થયું. રાધનપુરનો ઉત્સાહ આ વખતે અપૂર્વ હતો અને ગામોગામના જૈન આગેવાનો હાજર હતા. આચાર્યશ્રીના નેતૃત્વ નીચે અઠ્ઠાઈ મહોત્સવ, રથયાત્રા, શાંતિનાત્ર, સાધર્મિક-વાત્સલ્ય વગેરે થયાં. રાધનપુરનો ઉત્સવ પતાવી આચાર્યશ્રી પાટણ પધાર્યા. પાટણે એમનું ભવ્ય સ્વાગત કર્યું. પાટણમાં પોળે પળે પ્રવચન કરી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિશ્રી ચતુરવિજયજી તથા મુનિશ્રી પુણ્યવિજયજીના કાર્યની અનુમોદના કરતાં જ્ઞાનમંદિર માટે ફંડની શરૂઆત કરાવી. પાટણની જનતાએ પૂર્ણ ઉલ્લાસથી સાથ આપ્યો. શ્રી હેમચંદભાઈ મોહનલાલે જ્ઞાનમંદિરનું ભવ્ય મકાન બંધાવી આપ્યું અને હેમસારસ્વતસત્ર ઊજવાયું. પાટણથી વિહાર કરી આચાર્યશ્રી ચારૂપ-મેત્રાણુ થઈ પાલણપુર પધાર્યા અને ત્યાં ત્રણેક દિવસ રોકાયા. પાલણપુરના નવાબે આચાર્યશ્રીની મુલાકાત લીધી. ત્યાંથી કુંભારીઆ તીર્થની યાત્રા કરી. અહીંથી ભાલણ, કુંભારીઆઇ, ભારજા, શેરીડા, ધનારી, પીંડવાડા, નાણા, ચામુંડેરી, ભાડુન થઈ વિજાપુર, સેવાડી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy