SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પ્રસંગે “પ્રતિષ્ઠા મહોત્સવ અને કેળવણી” પર સુંદર પ્રવચન કરતાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વિવિધ નામથી આ ક્રિયા અથવા સંસ્કાર પ્રચલિત છે. પ્રતિષ્ઠા જડ અને ચેતન બંનેની થાય છે. આપણે જોઈએ અને જાણીએ છીએ કે દુનિયામાં અમુક વ્યક્તિઓ માનનીય બનેલી છે તે કોઈ ને કોઈ કાર્ય કે સંસ્કારને લીધે જ હોય છે. આપણે એ પણ જોઈએ છીએ કે નવા જના બંને પ્રકારના માણસો જડની પ્રતિષ્ઠા કરે છે. નવા મકાનની પ્રતિકા, કૂવાની પ્રતિષ્ઠા, રેલવે એજિનની પ્રતિષ્ઠા પણ થાય છે. આ વસ્તુ “ઇન્સ્ટોલેશન.” “ઇનૉગરેશન”, “ઓપનિંગ સેરિમનીઝ” વગેરે વિવિધ નામોથી ઓળખાય છે. આપણે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ છીએ એની પાછળની ભાવના આપણું ઉન્નતિ અને ઉત્કર્ષના કારણરૂપ બને છે. અમૂર્તને કોઈ પણ મૂર્ત સ્વરૂપ આપ્યા વિના તેના વિશે આપણે કંઈ વિચારી શકતા નથી. મારું તો એમ જ માનવું છે કે દરેક વ્યક્તિ એક યા બીજા રૂપમાં મૂર્તિપૂજક છે.” કેળવણીનો ઉલ્લેખ કરીને આચાર્યશ્રીએ કહ્યું કે, “સંસ્થાના સંબંધમાં લોકોમાં અનેક વાતો ચાલે છે, પણ એનો ઉદ્દેશ સ્પષ્ટ છે. વ્યાવહારિક અને આધ્યાત્મિક બને કેળવણી માનવીના વિકાસ માટે હોવી જોઈએ. આધ્યાત્મિક કેળવણીનું સાધન ધર્મ અને સદાચરણનું સેવન છે. તેના વિના વ્યાવહારિક કેળવણી અર્થ વગરની છે. જે કેળવણી નીતિમાન ન બનાવે, ઉન્નત આદર્શજીવનની પ્રેરણા ન આપે, સમાજસેવા, દેશસેવા આદિ કાર્યો પ્રત્યે વિચાર કરતા ન કરી મૂકે, તે સાચી કેળવણીથી દૂર છે.” આ ચાતુર્માસમાં મુંબઈમાં કોટ, ભાતબજાર વગેરેના ઉપાશ્રયે આચાર્યશ્રીએ જાહેર પ્રવચનો કર્યા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સારી મદદ મળી અને શ્રી આત્મારામજી જૈન શતાબ્દી ફંડ પણ સારા પ્રમાણમાં ભેગું થયું. ચાતુર્માસ પહેલાં પૂઆત્મારામજી મહારાજની ચાલીસમી પુણ્યતિથિ તા. ૯-૬-૧૯૩૫, સં. ૧૯૯૧ના જેઠ શુદિ આઠમના રોજ વિલે-પાર્લે ખાતે ઊજવાઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રીએ વ્યાવહારિક સાથે ધાર્મિક કેળવણીની યોજનાનો વિસ્તાર કરવાનું અને યુનિવર્સિટી અંગેનું પોતાનું સ્વપ્ન રજૂ કરી જેનોની એકતા ઉપર ભાર મૂક્યો હતો. જૈન વિદ્યાશાળાનો ઉત્સવ પણ શ્રાવણ વદિની શરૂઆતમાં ઊજવાયો હતો. તેમ જ ભાદરવા શુદિ ૧૧ના દિવસે શીહીરવિજયસૂરીશ્વરજીની ૧ ઊજવાઈ હતી. આ પ્રસંગે ૫૦ લાલન, શ્રીયુત મોતીચંદ કાપડીઆ, વગેરેએ પ્રવચનો કર્યા હતાં. સં. ૧૯૯૨ના કારતક સુદિ ૧૧ ને બુધવારે ગોડીજીના ઉપાશ્રયમાં “શતાબ્દી અને આપણી ફરજ ” ઉપર આચાર્યશ્રીએ પ્રવચન કર્યું હતું. મુંબઈમાં આવાં બીજાં ત્રણ વ્યાખ્યાનો થયાં હતાં. - મુંબઈથી વિહાર કરી આચાર્યશ્રી સં. ૧૯૯૨ના પોષ શુદિ પૂનમે સૂરત. પધાર્યા. ત્યાં શતાબ્દી પર પ્રવચન કરી વિહાર કર્યો. ઝગડીઆ અને સિનોર ખાતે પૂ૦ આત્મારામજી મહારાજના વૃદ્ધ શિષ્ય શ્રી અમરવિજયજીની સુખશાતા પૂછી, અનેક જગાએ વિહાર કરી, વડોદરા પધાર્યા. વડોદરામાં તા. ૩-૨-૧૯૩૬ના સોમવારે આચાર્યશ્રીએ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સાથે લક્ષ્મી-વિલાસ પ્રાસાદમાં જૈનધર્મ ઉપર વાર્તાલાપ કર્યો. અહીંથી વિહાર કરી આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. ફાગણ શુદિ બારસના દિવસે આચાર્યશ્રી વડોદરા પાછા આવ્યા. પૂ. આત્મારામજી મહારાજનો શતાબ્દી મહોત્સવ અનેકગણું ઉત્સાહથી વડોદરામાં થયો. પંજાબથી અનેક માનવીઓ આ પ્રસંગે આવ્યા હતા. આ પ્રસંગોની ઊજવણી અંગે શંકા-અશંકાઓ દૂર કરતું લાંબું નિવેદન શ્રી ચરણવિજયજી મહારાજે અમદાવાદ ખાતેથી કર્યું હતું. આચાર્યશ્રીએ પણ પ્રેરક સંદેશો પાઠવ્યો. શતાબ્દીમાં પન્યાસ શ્રીલલિતવિજયજી, મુનિશ્રી ચરણવિજયજી, શ્રી હીરાનંદ શાસ્ત્રી, પં. સુખલાલજી, ૫૦ હંસરાજ વગેરેએ પણ વિચારપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy