________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ લુણવા, લાઠારા, રાણકપુર, સાદડી, બાલી, ફાલના થઈ વરકાણના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી બીજોવા થઈ આચાર્યશ્રી ઉમેદપુર ગયા. ત્યાં ફાગણ શુદિ દશમના રોજ અંજનશલાકા કરી, વિહાર કરી તખતગઢ ગયા. ત્યાંથી વ્યાવર ખાતે મહાવીર જયંતીની ઊજવણી કરી ઝડપથી અજમેર, જયપુર, અલ્વર થઈ આચાર્યશ્રીએ દિલ્હીમાં આગમન કર્યું. દિલ્હીમાં શ્રી આત્માનંદ જયંતીનો ઉત્સવ થયો અને વિદ્વાન ત્રિપુટી મુનિશ્રી દર્શન-વિજયજી, મુનિશ્રી જ્ઞાનવિજયજી અને મુનિશ્રી ન્યાયવિજયજી સાથે ગાઢ સંપર્ક થયો. અહીંથી ઝડપભેર વિહાર શરૂ કર્યો. આચાર્યશ્રીએ ૧૯૯૪ના જે વદિ સાતમ તા. ૨૦-૬-૧૯૩૮ના રોજ અંબાલા શહેરમાં પ્રવેશ કર્યો.
આચાર્યશ્રી તથા મુનિમંડળનું સ્વાગત એક માઈલ જેટલા લાંબા સરઘસમાં થયું. આ સમયે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ અંબાલા ખાતેની શ્રી આત્માનંદ જૈન કૉલેજની ઉદ્દધાટનવિધિ કરી. આ પ્રસંગે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “પંજાબની પુણ્યભૂમિમાં ગુરુદેવના આ સ્મારકની હું વર્ષોથી ઝંખના કરું છું. પંજાબ જૈન ગુરુકુળ પછી જૈન સંસ્કૃત, જૈન તત્ત્વજ્ઞાન, જૈન ઈતિહાસ અને જૈન સાહિત્યના અભ્યાસીઓ તૈયાર કરવાની મંગળ ભાવના સિદ્ધ થયેલી જોઈ મારી ઊર્મિઓ હર્ષથી ઊછળે છે. પંજાબી ભાઈઓની ગુરુભક્તિ તો અનુપમ છે.” લાલા મંગતરામજીએ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને પંજાબના સંઘનું “માનપત્ર” વાંચી સંભળાવ્યું. ત્રણ દિવસના ઉત્સવમાં અનેક સમારંભો થયા. હોસ્ટેલનું તેમ જ લાયબ્રેરીનું ઉદ્ઘાટન થયું. - આચાર્યશ્રીની દીક્ષાને પચાસ વર્ષ પૂરાં થયેલાં હોવાથી દીક્ષાર્ધશતાબ્દી મહોત્સવ પંજાબમાં જાહેર તહેવાર તરીકે ઊજવાયો હતો. અમદાવાદમાં ઊજમબાઈની ધર્મશાળામાં જેઠ વદિમાં બુધવાર તા. ૨૬-૬-૧૯૩૮ના દિને, તેમ જ વડોદરામાં શ્રી વિજયલાભસૂરિજીના પ્રમુખપદે, મુંબઈમાં પન્યાસજી શ્રી પ્રીતિવિજયજીના પ્રમુખપદે ઊજવાયો હતો. અંબાલામાં પં વૈજનાથજી, પં. હંસરાજ શાસ્ત્રી. શેઠ શ્રી સાકરચંદ મોતીલાલ તેમ જ બીજા અનેક આગેવાનોએ આચાર્યશ્રીના અનેક કાર્યોની પ્રશંસા કરી. . આચાર્યશ્રીનું સં. ૧૯૯૪નું ચોમાસું અંબાલામાં પૂર્ણ થયું. એ સમય દરમ્યાન અનેક જયંતી– મહોત્સવ ઉજવાયા.
સં. ૧૯૯૫ના કારતક વદિ બીજના દિવસે અહીંથી વિહાર કરી આચાર્યશ્રી અંબાલા કેમ્પ ગયા. ત્યાંથી કારતક વદ છઠના દિને સાઢૌરા નગરમાં પ્રવેશ કર્યો. મહા સુદિ સાતમ-આઠમના દિવસોમાં શ્રી આત્માનંદ જૈન મહાસભાનું દશમું વાર્ષિક અધિવેશન જીરાનિવાસી વકીલ બાબુરામજી જૈનના અધ્યક્ષપણ નીચે થયું. એમાં પંજાબભરમાં રચનાત્મક કામો કરવા, સંગઠન સાધવા, શિક્ષણસંસ્થાઓના વિકાસ માટે તેમ જ જૈન ભાઈઓની ઉન્નતિ માટે આચાર્યશ્રીએ પ્રેરક અને દીર્ધજીવી પ્રવચનો કર્યા.
આ પછી આચાર્યશ્રીએ બડૌતમાં પ્રતિષ્ઠા કરી. બાર-તેર વર્ષ પછી આચાર્યશ્રી અહીં પધારતા હોવાથી ઠેર ઠેર આનંદ-મંગળ વર્તાયાં. આ ઉત્સવ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં જૈન ધર્મનો મહાન પ્રચાર થયો. બે હજાર જેટલા અગ્રવાલોને જૈન બનાવનાર મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી વગેરે પધાર્યા હતા. શહેર બહાર આત્મવલ્લભનગરની રચના કરી. આ પ્રસંગે મુનિશ્રી ન્યાયવિજયજીએ “કષાયોની મુક્તિ એ વિષય ઉપર તેમ જ બીજાઓએ પણ પ્રેરક પ્રવચન કર્યો.
બતની પ્રતિષ્ઠા પતાવી આચાર્યશ્રી બિનલી, પીવાઈ સરધના, મેરઠ વગેરે જગાઓએ થઈ હસ્તિનાપુરની યાત્રા કરી, મુઝફરનગર, દેવબંધ, નાગલ, સહરાનપુર, સરસાવા આદિ થઈ ફરીથી અંબાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org