SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ યુગદષ્ટા આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી આચાર્યશ્રીને અનુરોધ કયોં. આથી આચાર્યશ્રીએ વિહાર કર્યો. પેથાપુર પાસે રાંધેજા ગામમાં મુનિશ્રી હંસવિજયજીના કાળધર્મના સમાચાર મળ્યા. સાધુ-સંધ સંમેલનમાં ઉત્સાહ ઘણો હતો. વાતાવરણમાં નવી ચમક હતી. સારાયે હિંદની સંમેલન પર નજર હતી. પણ કાર્યપ્રણાલીનો ખ્યાલ ન આવતાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ દહેગામમાં આચાર્યો-મુનિવરોનું એક નાનું સંમેલન બોલાવવાનો પ્રયાસ કર્યો. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ અગિયારસના રોજ દહેગામમાં આ સંમેલન થયું, અને તેમાં આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી તથા મુનિશ્રી વિદ્યાવિજયજીએ ઊલટભેર ભાગ લીધો. દહેગામથી વિહાર કરી, આચાર્યશ્રીએ ફાગણ વદિ ત્રીજે અમદાવાદમાં પ્રવેશ કર્યો અને ઉજમબાઇની ધર્મશાળામાં ઊતર્યા. સં. ૧૯૯૦ના ફાગણ વદિ ત્રીજે મુનિ સંમેલન મળ્યું. જેમાં જૈન સમાજના નાયકો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ એક સાથે મળ્યા અને વિચાર-વિનિમય થયો. આ સંમેલનમાં કોઈ અધ્યક્ષ હતું નહિ અને સર્વ સંમતિથી કામ થયું. શરૂઆતમાં પરસ્પર આક્ષેપો, શાસ્ત્રાર્થની ચર્ચા થઈ વિરોધી ભાવોના સમન્વય માટે પ્રયત્ન થયો. પહેલાં બોતેર મુનિ મહારાજેની સમિતિ રચાઈ. તે પછી ત્રીસની સમિતિ રચાઈ, પછી ચારની સમિતિ રચાઈ અને છેવટે આચાર્યશ્રી વિજયનેમિસુરિજી, આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી. આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી, આચાર્યશ્રી વિજ્યદાનસુરિજી, આચાર્યશ્રી જયસૂરિજી, આચાર્યશ્રી વિજયભૂપેન્દ્રસૂરિજી અને મુનિરાજ શ્રીસાગરચંદ્રજી એમ નવની સમિતિ નિર્ણય કરવા માટે નીમવામાં આવી. આ સંમેલનમાં અનેક પ્રકારના નિર્ણયો થયા, પરંતુ તેનો પૂર્ણ અમલ થયો નહિ. જે આ નિર્ણયો અમલમાં મુકાયા હોત તો આજે જૈન સંઘની જુદી દશા હોત! સંમેલન પ્રસંગે આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજીના સૂચનથી વર્ષો બાદ પૂ. આત્મારામજી મહારાજના સંધાડાના સાધુઓ મહત્ત્વની મંત્રણ માટે વિદ્યાશાળામાં મળ્યા. વર્ષો બાદ શ્રી વિજયદાનસરિઝને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મલ્યા. પણ મતભેદોની ગાંઠો ન ઉકલી શકી. અને એ અવસર ગયો તે ગયો. જૈન સંઘનું એકતાનું સ્વપ્ન ભગ્ન અવસ્થામાં રહ્યું. ભાવિ ભાવે થવાનું હતું તે થયું! આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના આગ્રહથી સેરીસાની યાત્રા માટે અમદાવાદથી ચૈત્ર વદિ આઠમના રોજ આચાર્યશ્રીએ વિહાર કર્યો. સેરીસા તીર્થમાં બંને મહામુનિઓએ સંધના અનેક પ્રશ્નો ઉપર વિચારોની આપ-લે કરી. એક જ મકાનમાં સ્થિરતા કરી. આ પછી જૈન આગેવાનોના આગ્રહથી આચાર્યશ્રી, આચાર્યશ્રી નેમિસૂરીશ્વરજી સાથે, પાનસર ગયા અને બંને મહામુનિઓ ત્યાંથી ટા પડ્યા. અને ત્યાંથી આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. વડોદરા, ડભોઈ થઈ લોઢણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી અમદાવાદ પધાર્યા. અહીં પૂ૦ આત્મારામજી મહારાજની જયંતી ઊજવી. સં. ૧૯૯૦નું ચોમાસું અમદાવાદમાં કર્યું. ચોમાસું પુરું થતાં બારેજા થઈ આચાર્યશ્રી મહેમદાવાદ થઈ, કપડવંજ પધાર્યા. ત્યાં ત્રણ બહેનોને દીક્ષા આપી, વડોદરા શહેર પાવન કર્યું. અહીં પૂ. મૂળચંદજી મહારાજની જયંતી ઊજવીવિહાર કરી મીઆગામ, પાલેજ આદિ થઈભરૂચ, અંકલેશ્વર, સૂરત થઈ ત્યાંથી નવસારી, બીલીમોરા, વલસાડ થઈ આચાર્યશ્રી મુંબઈ પધાર્યા. સુરતમાં સં. ૧૯૯૧ના પોષ વદિમાં ત્રણ જાહેર વ્યાખ્યાનો થયાં હતાં, ભરૂચમાં વેજલપુરના ભાઈઓનો ઝગડો દૂર થયો હતો. મુંબઈએ સં. ૧૯૯૧ના મહા શુદિ પાંચમના દિવસે આચાર્યશ્રીનું સુંદર સામેયું કર્યું, અને મહા શુદિ દશમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy