________________
પર
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ એ વિચારના પરિણામે આ સંઘ-કલેશની બાબતમાં જે કંઈ મારી ભૂલ દેખાય તો તેઓ મને સૂચવે.”
શ્રીસંઘને હું ખાતરી આપું છું કે ઉક્ત ચાર સ્થવિરોની એકમતિથી કે બહુમતિથી પણ જે મને મારી કંઈ પણ ખામી જણાવવામાં આવશે તો હું તેના પર શ્રદ્ધા અને ઉદારતાપૂર્વક વિચાર કરીશ, અને જે એ ખાતરી સાચી ભાસશે તો તેનો ખુલેખુલ્લો એકરાર હું કરીશ. એટલું જ નહિ પણ મારા તરફથી એને દૂર કરવા હું બનતું કરીશ. હું સમજું છું કે, પરિમિત શક્તિવાળો કોઈપણ પછી તે ભલે આચાર્ય હોય–સમગ્ર સંધ પરત્વે આથી વધારે શું કરી શકે? બાકી હું તો મારા પોતાથી બનતી શાસનસેવા અને સંઘનું હિત સાધી શકાય તેટલું સાધુ છું અને સાધતો રહીશ એમાં કોઈને કંઈ કહેવાપણું નહિ રહે.”
જેસલમેર સંઘમાં જવાની નેમથી ચાતુર્માસ પૂરું થતાં આચાર્યશ્રી રાણકપુરની યાત્રાએ ગયા અને ત્યાંથી સાદડી, વકાણા, પાલી થઈ જોધપુરનું સામૈયું સ્વીકારી મણોદ તીર્થ થઈ ઓસિયા થઈ આચાર્યશ્રી ફલોધિ પધાર્યા. અને સંધપતિ શેઠશ્રી પાંચુલાલજી સાથે જેસલમેરની યાત્રાએ ગયા. જેસલમેરના પ્રાચીન મંદિરો અને અદ્વિતીય જ્ઞાનભંડારોનો આચાર્યશ્રીએ ખ્યાલ મેળવ્યો. જેસલમેરથી બાડમેર તરફ વિહાર કરી, નાકોડા તીર્થની યાત્રા કરી, બાલોતરાદિ થઈ જાલોર પધાર્યા. ત્યાં દર્શન કરી, આહોર, ગડા, બાલોતરા આદિ થઈ આચાર્યશ્રી ઉમેદપુરમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરી વાંકલીમાં આચાર્યશ્રી ગયા. અહીં ચૌદ વર્ષથી બે તડાઓ પડ્યા હતા અને એની ધાર્મિક કાર્યો પર અસર પડતી હતી. બંને પક્ષોને સમજાવી આચાર્યશ્રીએ ફેંસલો આપ્યો. ત્યાંથી શિવગંજ પ્રતિ ગમન કર્યું. ત્યાંનો ઝગડો શાંત કરી બામણવાડા તીર્થ આવ્યા. અહીં પોરવાડ સંમેલન મત્યું. અહીંયાં બાર હજારની માનવ-મેદની સમક્ષ પ્રેરક ઉદબોધન કરી સામાજિક જાગૃતિનો અનુરોધ કર્યો. પોરવાડ સંમેલનમાં આચાર્યશ્રીએ કહ્યું કે, “દાન-પ્રવાહની નીચે સુમતિનું નીર વહેતું હોય તો તે ક્ષેત્ર જરૂર નવપલ્લવિત બને. સમાજની અસમાનતાઓ તપાસો. જે મારવાડી ભાઈઓમાં શિક્ષણના સંસ્કાર ન હોવાથી તેમની શું સ્થિતિ છે તે તપાસો. એ...... આ સમયે શાંતમૂર્તિ શ્રી શાંતિવિજયજી મહારાજે રત્નપ્રભસૂરિ આદિ પૂર્વાચાર્યોનો દાખલો આપી પ્રેરક પ્રવચન કર્યું. પોરવાડ સંમેલને શિક્ષણ અંગે, મૃત્યુ પાછળના જમણવારો બંધ કરવા અંગે, કન્યાવિક્રય બંધ કરાવવા અંગે, તેમજ વૃદ્ધતમ અને બાળલગ્ન બંધ કરાવવા અંગે ઠરાવો
ીઓની પણ જાહેર સભા થઈ. મારવાડમાં આથી સારી જાગૃતિ આવી. સંમેલને આચાર્યશ્રીને. યોગીરાજ શ્રી વિજય શાંતિસૂરીશ્વરજીને અને પન્યાસ લલિતવિજયજીને બિન્દો અર્પણ કર્યો. બામણવાડાથી તીર્થયાત્રાઓ કરી આચાર્યશ્રી પાલણપુર પધાર્યા. ત્યાંથી પાટણ જઈ પૂ. આત્મારામજી મહારાજની જયંતી લજવી. આત્માનંદ જૈન શતાબ્દી માટે ભૂમિકા રચી. આચાર્યશ્રી ફરીથી પાલણપુર આવ્યા. ત્યાં ઉપધાન કરાવ્યા. સં. ૧૯૮૯નું ચોમાસું અહીં કર્યું. પાલણપુરથી ઝડપી વિહાર કરી સં. ૧૯૯૦ના માગશર વદિ એકમના દિવસે પાલીતાણા પધાર્યા. ત્યાં શ્રી મૂળચંદજી મહારાજની જયંતી ઊજવી, યાત્રા કરી ભાવનગરના સંઘના આગ્રહથી ત્યાં “મનુષ્યકર્તવ્ય” જેવા વિષય પર મનનીય પ્રવચન કર્યું. ત્યાંથી લાઠીદડ ખાતે આચાર્યશ્રીને મુનિ-સંમેલન માટે વિનતિ કરવા અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ આવ્યા. આ પછી આચાર્યશ્રીએ ઝડપથી વિહાર કર્યો. બોટાદ, વઢવાણ શહેર અને વઢવાણ કેમ્પ આચાર્યશ્રી પધાર્યા. ત્યાંથી વિરમગામ, ભોયણી થઈ પાલણપુર પધાર્યા. ત્યાં ઊજમણામાં જનતાને નવી પ્રેરણા આપી. પાલણપુરમાં જૈન કન્યાશાળા ખુલ્લી મુકાઈ
પાલણપુરથી વિહાર કરી આચાર્યશ્રી પાટણ પધાર્યા. ત્યાં શાંતમૂર્તિ મુનિવર શ્રીહંસવિજયજી મહારાજની અવસ્થ તબિયત જોઈ ચિંતા થઈ પણ શ્રી હંસવિજયજીએ મુનિ-સંમેલનમાં જવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org