________________
યુગદા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
પદ્મ
છુરાનપુરના સંધનો કુસંપ દૂર કરાવ્યો. માતાપુત્ર વચ્ચેનો ઝધડો દરમિયાનંગરી કરી દૂર કરાવ્યો. ત્યાંથી વિહાર કરી માંડવગઢ થઈ, શાંતિનાથ પ્રભુની યાત્રા કરી, આચાર્યશ્રી ધારમાં પધાર્યાં. ત્યાંથી આશપુર તરફ વિહાર કરી ભોવાપર તીર્થમાં બાર ફૂટની શ્રી શાંતિનાથ પ્રભુની કાયોત્સર્ગમાં ઊભી ભવ્ય મૂર્તિના દર્શન કરી પટલાવદ થઈ રતલામના આગ્રહથી ત્યાં ગયા. ત્યાંથી સલાના, વાંસવડા આદિ થઈ આશપુર પધાર્યાં. પાટણથી વિદ્વાન મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી પ્રભાવિજયજી, મુનિશ્રી રામવિજયજી આદિ આપ્યુ કેશરિયાજીની યાત્રા કરી આશપુર આવી આચાર્યશ્રીને મળ્યા. ત્યાંથી ભંકોડા ગામમાં થઈ કશરિયાજી પધાર્યાં. શ્રી મહાવીરજયંતી તેમજ શ્રી નવપદજીની ઓળી કરી ઉદયપુર પધાર્યાં. અહીંયાં મહારાણાને જૈનધર્મનું રહસ્ય સમજાવ્યું. ત્યાંથી રાણકપુર વગેરે થઈ સાદડી થઈ આચાર્યશ્રી વરકાણાજી પધાર્યાં. ત્યાંથી ચાંદરાઈ, કવરાડા થઈ, બીજોવા થઈ, નાંડોલ ગયા. ત્યાં પદ્મપ્રભુના મંદિરના પ્રતિષ્ઠા કરી પાછા વરકાણા થઈ ચાતુર્માંસ માટે સાદડી પધાર્યાં. સં૦ ૧૯૮૮નું ચોમાસું અહીં કર્યું.
આંતરિક અશાંતિ દૂર કરવા માટે આચાર્યશ્રીએ સં॰ ૧૯૮૮ના આસો વદ ૯, રવિવાર તા॰ ૨૩-૧૦-૧૯૩૨ના રોજ આત્મનિવેદન કર્યું. આ નિવેદન આચાર્યશ્રીના સ્વભાવનો સરસ ખ્યાલ આપી જાય છે. આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, “ આ વર્ષે સાંવત્સરિક પર્વ નિમિત્તે આત્મવિચારણા કરતા સંઘ અને શાસન પરત્વે કેટલાક વિચારો આવ્યા, જેમાંથી થોડો ભાગ—જે મારા પોતાના આત્મા અને સંધ સાથે સંબંધ ધરાવે છે તેટલો ભાગ–સંધ સમક્ષ મૂકવા ઈચ્છું છું. જો તેમાં કોઈ ને સમભાવ અને સત્ય દેખાય તો તેના પર વિચાર કરે.
આજકાલ આખા જૈન સંધમાં કલેશ અને કંકાસનું વાતાવરણ ચોમેર ફેલાઈ રહ્યું છે અને તે દિવસે દિવસે ઉગ્ર બનતું જાય છે. દરેક પક્ષકાર સામા પક્ષ ઉપર બધો દોષ નાખવા પ્રયત્ન કરે છે. સામો પક્ષ પણ એ જ કાદવ ઉડાડતો હોય છે. પરિણામે કોઈ પોતાના દોષ તરફ્ અને બીજાના ગુણુપરત્વે લક્ષ આપતું નથી. સંધના કેટલાક આગેવાનો મને પણ કહે છે કે સંધમાં શાંતિ સ્થાપવી જોઈ એ, અને આપ આ કલેશો દૂર કરવા કંઈ કરો.
66
“ ધર્માત્મા અને સરળ ચિત્તવાળા આવા ભાઈઓની વાત ઉપર હું વિચાર કરું છું ત્યારે છેવટે મને એમ લાગે છે કે આ બાબતમાં હું મારા આત્મનિવેદન સિવાય કંઈ કરી શકું તેમ નથી. કોઈનો સૌના ઉપર અધિકાર ચાલતો નથી, તેમ સૈા એક સ્વભાવના હોઈ શકે નહિ. તેથી મને મારા પોતાના વિશે કાંઈ કરી શકવાનો કે કહેવાનો હક રહે છે. જૈન સંઘમાં વર્તતા કે વધતા કોઈ પણ જાતના કલેશમાં હું નિમિત્ત થતો હોઉં એ મારી જાણમાં આવતું નથી. પ્રયત્ન તો એ વિશે હોય જ ક્યાંથી ? તેમ છતાં એવો પણ સંભવ છે કે જે વસ્તુ મારા લક્ષમાં ન હોય કે ન આવતી હોય તે ખીજાઓના લક્ષમાં આવે કે આવતી હોય છે. તેથી આ બાબતમાં મને એક જ માર્ગ સૂઝે છે, અને તે કોઈ પણ રીતે નુકસાનકારક નથી. કદાચ તે બીજાઓને પણ અનુકરણ કરવા જેવો બને. તે માર્ગ આ છે
“ન્યાયાંભોનિધિ જગવિખ્યાત પરમ ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના હસ્તે દીક્ષિત અને અમારા સંધાડામાં અતિ માન્ય વયોવૃદ્ધ એવા એ મુનિવરો છે, જેમને હું પૂજ્ય ગણું છું અને જેમના માટે જૈન સંધના મોટામાં મોટા ભાગને આદરમાન છે. તે બે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી અને શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ છે. આ એ સિવાય વિદ્વાન, પ્રતિભાસંપન્ન અને પ્રભાવશાળી આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ છે કે જેઓ તદ્દન નિષ્પક્ષ અને કોઈનાય પ્રભાવથી અંજાય તેવા નથી. આ ચાર સ્થવિરોને હું મારા તરફથી વિનવું છું કે તેઓ એકત્ર મળીને અગર પત્રવ્યવહાર કરીને જો હું કંઈ ભૂલ કરતો હોઉં તો તે વિશે વિચાર ચલાવે. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org