SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વિવેકપ્રાપ્તિ થશે. તો જ શાસન-હિતનાં સારાં કામો થશે. ભાવિ પ્રજાના યુવકો નાસ્તિક બનતા જાય છે તેનું કારણ શું? તેઓ ગુરુ પાસે આવે છે તે શું “નાસ્તિક' શબ્દ સાંભળવા? અને આમ તેમને તમે નાસ્તિક કહ્યા કરશો તો તેઓ–ભાવિ પ્રજા તમારી પાસે આવશે ખરી? રસ્તો એક જ છે. ધાર્મિક જ્ઞાનસંસ્કાર મળે તેવી વ્યવસ્થા કરો, સંપ કરો. સાધુઓના સંબંધમાં મનફાવે તેમ લખે તેવા છાપાઓને ન પોષો.” સં૦ ૧૯૮૫ના પોષ શુદિની શરૂઆતમાં આચાર્યશ્રી છાણીથી વડોદરા પધાર્યા. ત્યાંથી મહા શુદિ ૫-૬ના દિને કરચલીઆમાં અપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો. અહીં સમાજ-જીવન અને જૈનધર્મ પર પ્રવચનો કર્યો. પાઠશાળા પણ શરૂ થઈ. મહા વદિ દશમના દિવસે બુહારીના સંઘે આચાર્યશ્રીનું સામૈયું કર્યું. ત્યાં પચીસ દિવસ રિથરતા કરી. મુંબઈના બત્રીસ ગૃહસ્થોના પ્રતિનિધિ મંડળે અહીં આવી મુંબઈમાં ચોમાસું કરવા વિનતિ કરી. આચાર્યશ્રીએ તેનો સ્વીકાર કર્યો. કરચલીઓથી વિહાર કરી ટાંકલ થઈ સીસોદરા અને ત્યાંથી નવસારી પધાર્યા. ત્યાં ચૈત્રી પૂનમ કરી ત્યાંનો કલેશ શાંત કયો. અહીંથી આચાર્યશ્રી સૂરત પધાર્યા અને ગોપીપુરાના મોહનલાલજી મહારાજના ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાંથી વાપી થઈ ગોલવડ પધાર્યા. પન્યાસ શ્રીલલિતવિજયજી વરકાણાથી ત્યાં આવી પહોંચ્યા. સં. ૧૯૮૫ના જેઠ શુદિ સાતમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આચાર્યશ્રી પધાર્યા. આઠમના દિવસે પૂ. આત્મારામજી મહારાજની જયંતી ઊજવી. આચાર્યશ્રીએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અપૂર્વ આનંદ, પ્રેમ અને ધર્મભાવના જોયાં. ખૂબ આનંદ થયો અને પોતાની એક અપૂર્વ મહત્વાકાંક્ષા પૂર્ણ સ્વરૂપે ફળેલી જોઈ એમના હૈયામાં આનંદ આનંદ થઈ ગયો. જેઠ શુદિ દશમના દિને મુંબઈએ આચાર્યશ્રીનું બાદશાહી સ્વાગત કર્યું. સં૧૯૮૫ના મુંબઈ ખાતેના ચાતુર્માસમાં ગોડીજીના ઉપાશ્રયમાં જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ, જ્ઞાનપ્રચારની આવશ્યકતા, સમાજકલ્યાણની જરૂરિયાત, સાચું સ્વધર્મી વાત્સલ્ય, શિક્ષણસંસ્થાઓની સમૃદ્ધિ વગેરે વિષયો ઉપર મનનીય પ્રવચનો થયાં. ચાતુર્માસ પછી આચાર્યશ્રીની પ્રેરણાથી એક કચ્છી આગેવાને વીસા ઓસવાળ જૈન ઑડગને રૂપિયા સવા લાખની ઉદાર સખાવત કરી. અહીં અમુક વર્ગનો ઉશ્કેરાટ છતાં આચાર્યશ્રીનો જવાબ સ્પષ્ટ હતો: “શાંતિમાં જ શ્રેય છે. ઉશ્કેરાટથી કશું વળવાનું નથી. જેનું કામ જે હોય તે કરે. જૂઠા આક્ષેપો કરવાની કશી જ જરૂર નથી. શાંતિ રાખવી એ જ આપણો ધર્મ. વિરોધી પક્ષના હદયને જીતવા શાંતિ જેવું અમોધ શસ્ત્ર બીજું એકેય નથી. રાગદ્વેષ ન રાખીએ તો આપણો કોઈ વિરોધી નથી. શાંતિ અને સચ્ચાઈ આખરે જીતશે.” મુંબઈથી વિહાર કરી ઘાટકોપર, થાણું વગેરે સ્થળોએ થઈ આચાર્યશ્રી ખડકી આવ્યા અને પૂનાના સંઘની તકોનું સમાધાન કર્યુંત્યાર પછી જ પૂનામાં પ્રવેશ કર્યો, અહીં સં. ૧૯૮૬નાં ચાતુર્માસ દરમ્યાન અદ્યતન શિક્ષણ-સંસ્થાઓનો ખ્યાલ મેળવ્યો. શ્રીસંઘની વિનતિથી ઉપધાન-અનુદાન ખૂબ જ સાદાઈથી અને શુદ્ધ ક્રિયા દ્વારા કરાવ્યા. શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરીની સ્થાપના થઈ ત્યાંથી વિહાર કરી તળેગામ, ઢમઢેરા, અહમદનગર થઈ યેવલા પધાર્યા અને ત્યાં પ્રતિષ્ઠા કરાવી. ઈલોરાની આકર્ષક ગુફાઓ જોઈ. દોલતાબાદ ઔરંગાબાદ વિહાર કરી આચાર્યશ્રીએ અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી ત્યાં પચીસેક દિવસની સ્થિરતા કરી. ધર્મશાળા માટે પ્રેરણા આપી બાલાપુર પધાર્યા અને ત્યાં સંવત ૧૯૮૭નું ચાતુર્માસ કર્યું. આકોલા ખાતે શ્રી સમુદ્રવિજયજી મહારાજ તેમ જ બીજાઓને આચાર્યશ્રીએ આજ્ઞા આપી. ત્યાંથી સંવત ૧૯૮૮ના પોષ માસમાં વિહાર કરી ખામગામ આદિ થઈ બુરાનપુર પધાર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy