________________
૪૯
યુગદણ આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી સં. ૧૯૮૪ના ફાગણ શુદિ ત્રીજના દિવસે પાટણે આચાર્યશ્રીનું ભાવભીના હૃદયે સ્વાગત કર્યું. પાટણમાં પ્રવર્તકજી મહારાજ, મુનિશ્રી ચતુરવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી વગેરે સાથે વિચાર-વિનિમય કર્યો. એક વિદ્યાર્થી સંમેલન યોજાયું. પંજાબ તથા મારવાડના વિદ્યાર્થીઓએ આચાર્યશ્રીની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું. આ પછી ચારૂપ, કલાણા, મેત્રાણ, ગઢ, ભીલડિયાજી, ડીસા અને પાલણપુરનો વિહાર કરી પાટણમાં સં. ૧૯૮૪નું ચોમાસું કર્યું. પાટણના જ્ઞાનભંડારી માટે થતા કાર્યનો આચાર્યશ્રીને ખ્યાલ આવ્યો.
પાટણના ચોમાસા બાદ ગાંભુ તીર્થની યાત્રા કરી. ધીણોજથી મહેસાણું થઈ બોસ ગયા અને પાનસર તીર્થમાં ચારપાંચ દિવસની સ્થિરતા કરી. ત્યાંથી વિહાર કરી કલોલ-શેરીસા થઈ અડાલજ ગયા અને ત્યાંથી વલાદ, નરોડા દ્વારા અમદાવાદ આવ્યા. અમદાવાદ આચાર્યશ્રીને હેતના સ્વસ્તિકથી સાદાઈપૂર્વક વધાવ્યા. અમદાવાદમાં શ્રી ઉજમબાઈની ધર્મશાળામાં સ્થિરતા કરી અને વિશાશ્રીમાળીની વાડીમાં જાહેર પ્રવચનો કર્યા. સં. ૧૯૮૫ના માગશર વદિ છઠ્ઠના દિને સ્વર્ગવાસી પૂ. શ્રી મૂળચંદજી મહારાજની જયંતી ઊજવી. અહીંથી વિહાર કરી બારેજા, માતર, વડોદરા, ભીઆગામ, વામજ, જગડીઓ, વગેરે સ્થળોએ થઈ આચાર્યશ્રી કરચલીઓ પધાર્યા.
અમદાવાદના પ્રવચનોમાં આચાર્યશ્રીએ “સમયધર્મ” ઉપર ઘણો ભાર મૂક્યો. તેઓ કહેતા હતા ? યુવકોને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળ કહેવાથી કશો અર્થ સરવાનો નથી. બંનેના હાથ સમયને, દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈન ધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કાંઈ કોઈનો ઈજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેક જે વીતરાગ બને તો મોક્ષ મેળવીશ કે છે. ગૌતમાદિ ગણધર બ્રાહ્મણ હતા, તીર્થંકર દેવો ક્ષત્રિય હતા ને બૂસ્વામી આદિ વૈશ્ય હતા. જૈન ધર્મમાં સર્વને સ્થાન છે. જૈન ધર્મ છે, જાતિ નથી. જૈનનો અનુયાયી ગમે તે જાતિનો હોઈ શકે છે. રાગ-દ્વેષને છોડે તે કેવલ્યપ્રાપ્તિ કરી મોક્ષાભિગમન કરી શકે છે. પુરુષ, સ્ત્રી કે નપુંસકને પણ મોક્ષને લાયક ગણ્યો છે; આમાં લિંગભેદ ક્યાંયે નથી.
પૂર્વાચાર્યો સમયાનુસાર વતીને જૈન ધર્મ દીપાવી ગયા છે. પૂર્વના જૈનો પણ તે પ્રમાણે વર્તીને પોતાનાં નામ રોશન કરી ગયા છે. આજે આપણે ક્યાં છીએ ? વિચાર કરો, આપણે ક્યાં છીએ? આપણું કર્તવ્ય શું છે?
કેળવણી વિના આપણે આરો નથી. કેળવણી પણ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિક કેળવણી નહિ હોય ત્યાંસુધી આપણો ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જ જૈન શાસનની રક્ષા કરશે. સ્વામી–ભાઈની કમાવાની તાકાતમાં વધારો કરો. એક દિવસની રોટી આપ્યા કરતાં તેને નિરંતર રોટી મળે એવી વ્યવસ્થા કરો. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કહ્યાં છે : (૧) જિનચૈત્ય (૨) જિન–પ્રતિમા (૩ અને ૪) સાધુ અને સાધ્વી (૫) સજ્ઞાન (૬ અને ૭) શ્રાવક અને શ્રાવિકા. તીર્થનો વિચ્છેદ થતાં પ્રથમ શ્રાવક-શ્રાવિકા, પછી સાધુ અને સાધ્વીનો વિચછેદ થશે. તીર્થમાં શ્રાવક-શ્રાવિકા પણ છે. માટે સંધના એ અંગને પણ મજબૂત બનાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસંપ નહોતો, અને જ્યાં કુસંપ હોય ત્યાં જંપ થતો. તે સમયે ઝીણાં કપડાં નહોતાં વપરાતાં, હમણાં તો તમે અમને ઝીણાં કપડાં વહોરાવો છો; તે સમયે અમે ચા-દૂધ માટે વહોરવા નહોતા નીકળતા, આજે અમે તેમ કરતા થઈ ગયા છીએ. અમારે ને તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણુની ટેવ ત્યાગી-ફકીરને લાયક છે ખરી? સ્વધર્મીઓ માટે ઉદ્યમ કરો. તેમને વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક શિક્ષણ મળે તેવો પ્રબંધ કરો. એકલી પૌગલિક કેળવણીથી કોઈનો ઉદ્ધાર નથી થવાનો. ધાર્મિક કેળવણું હશે તો ધાર્મિક સંસ્કાર મળશે. તો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org