________________
જ
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
આમ ધર્મની વૈજ્ઞાનિક રજુઆત આજે વાયુ અને જળ જેટલી જરૂરી બની છે. જે વસ્તુ જમાનામાં છે, આજના પરિવર્તનશીલ સમાજના અંતર્ગત ઘડતરમાં છે એ વસ્તુનો સ્વીકાર કરીને, એને આપણી રીતે ઘટાવીને જીવનમાં ઉતાર્યા વિના હવે ચાલે નહિ. ધર્મના અનેક દેશીય વિકાસ થવો ઘટે. “પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા” એ સૂત્રના આધારે સમાજની રૂઢ વારસાગત પરંપરાને પણ નવી રીતે આપણે પિખવી જોઈએ. વ્યાવહારિક કેળવણીની આખરી તાવણીમાં આપણે ધર્મના સંસ્કારો તપાસવા જેશે. ધર્મ માનવમૂલ્યોને પ્રેરતો હોવો જોઈએ. આવા ધર્મના ઉત્થાન અર્થે આધુનિક કેળવણી સાથે ધાર્મિક શિક્ષણ આવશ્યક બની રહે છે. ધર્મ એ કેળવણીનું અગત્યનું અંગ છે. ધાર્મિક સંસ્કારોના વિકાસમાં કેળવણીનો વિકાસ છે. સાચી કેળવણી એ છે કે જે ધર્મને પોતાનાથી અવિભિન્ન તેમ જ અવિચ્છિન્ન ગણે. આને માટે એવી સંસ્થાઓ ઊભી કરવી જોઈએ કે જે ધર્મના અને વ્યવહારના–– ઉભયના જ્ઞાનને પોષક બને. આમ સૂરિજીએ યુગે યુગે વિકાસ પામતા વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરવા અને સાથે સાથે ધાર્મિક સિદ્ધાંતોને નૂતન સ્વરૂપમાં રજૂ કરવા ઘોષણા કરી. એ બન્નેના સુભગ સમન્વય માટે અનેક સંસ્થાઓ સ્થાપિત કરવા ઉદ્દબોધન કર્યું. તેઓશ્રીના આ સુધારક વિચારો સમાજને અતિ પ્રશંસનીય અને મનનીય લાગ્યા.
શ્રીસંઘના વિચારક અને ધનવાન આગેવાનોને તેઓશ્રીની વાત અતિ ઉચિત અને અપનાવવા યોગ્ય લાગી, તે પર વિચારવિનિમય કર્યા, અનેક યોજનાઓ પર વિચારણા થઈ અને એવી કોઈ વિશિષ્ટ યોજના બર લાવવા બીજું ચાતુર્માસ મુંબઈમાં કરવા વિજ્ઞપ્તિ થતાં તેનો સ્વીકાર થયો. મુંબઈ શહેરના સ્થાનિક સંયોગો, વિદ્યાભ્યાસ માટે બહારગામથી આવનારની અગવડો અને બીજી આનુષંગિક હકીકતો પર વિચારણાને પરિણામે મુંબઈમાં એક વિદ્યાલય સ્થાપવાની યોજનાનો સાર્વત્રિક સ્વીકાર થયો. મહારાજશ્રીએ આ યોજના પર વિચાર કર્યો, શ્રીસંઘે એ યોજના તરફ પસંદગી બતાવી, ધનવાનોએ એને ટેકો આપ્યો, કેળવાયેલા વર્ગ એમાં કાર્ય દ્વારા સાથ આપવાનો ઉમંગ બતાવ્યો અને મધ્યમ જનતાએ એના વિકાસ માટે બનતો ફાળો અને તનમનધનને ભોગ આપવા અભિલાષા દર્શાવી. આ સર્વ ચર્ચાને પરિણામે સં. ૧૯૭૦ના ફાગણ શુદિ પાંચમને રોજ મહારાજશ્રીની હાજરીમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરવાનો મુંબઈમાં શ્રીસંઘે એકમતે નિર્ણય કર્યો. અને નવીન પદ્ધતિથી ઊંચી કેળવણી લઈ ધર્મના દઢ-સંસ્કાર સાથે સમાજનું હિત હૃદયમાં રાખી કાર્ય કરનારા યુવકોનો મોટો સમૂહ ઉત્પન્ન કરવાનો આદર્શ સ્વીકારી, તેનું કામ હાથ ધરવા અને તે માટે યોજનાઓ ઘડવા તથા જરૂરી ફાળો ઉઘરાવવા વ્યવસ્થા કરવામાં આવી. આ નાના પાયા પર ઊભી થયેલ સંસ્થાએ દિવસે દિવસે અપૂર્વ વિકાસ સાધ્યો. માત્ર ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ધામ તરીકે આજે તેણે અભુત પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે.
મુંબઈથી બગવાડા, પારડી, બીલીમોરા, નવસારી થઈ સૂરતમાં પ્રવેશ કર્યો. ત્યાં મહિલા આશ્રમ માટે પ્રેરણા આપી. ફરી પાછા નવસારી, કાલિયાવાડી થઈ સિસોદરા પધાર્યા. ત્યાંના મતભેદો દૂર કર્યા. ટાંકલથી કરચલીઆ અને પછી સૂરત ગયા. સં. ૧૯૭૧નું ઓગણત્રીસમું ચોમાસું ત્યાં કર્યું. આ સમયની શિક્ષણ પ્રચાર માટેની એમની તમન્ના કેટલી હતી તે વો મુનિશ્રી હંસવિજ્યજી પરનો નીચેનો પત્ર આપે છે :
“આપણાં લોકો હજુ ગફલતમાં છે તેનું મૂળ કારણ અવિદ્યા છે. જૈન સમાજમાં એક પણ ઊંચા દરજાનો સુશિક્ષિત શ્રાવક હોય તો પણ આપણાં બધાં કામ સારી રીતે થઈ શકે. પણ અફસોસ તો એ વાતનો છે કે લાખો શ્રાવકોમાં એક પણ એવો નથી કે જેનો પ્રભાવ પ્રત્યેક સ્થાનોના જૈનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org