________________
યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
૪૫
પર પડી શકે. આમ છતાં લોકોની નિદ્રા તો હજુ ઊડતી નથી. આ દશા કેટલી શોચનીય છે! હજારોલાખો રૂપિયાની આહુતિ દર વર્ષ વાજ, ગાજા, રંગ, રાગ અને મેવા-મિષ્ટાન્નમાં ઉડાડવામાં આવે છે પણ શિક્ષણના નામે તો બસ ભગવાનનું નામ જ નામ છે. હવે તો આપ જેવા પ્રતાપી પુરુષોનું ધ્યાન આ તરફ જાય અને નિરંતર ચારે તરફથી એ ઉપદેશ થવા લાગે કે અમુક કાર્ય તમારે કરવું જ પડશે તો સંભવ છે કે આપણે માટે કોઈક દિવસ શિર ઉઠાવીને જોવાનો સમય આવી પહોંચે.”
સૂરતથી વિહાર શરૂ કર્યો. ખંભાત થઈ, ધોલેરા થઈ, સં. ૧૯૭રમાં પાલીતાણાની યાત્રા કરી જૂનાગઢ આવ્યા. ત્યાં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાનો થયાં. વણથલીમાં પ્રતિષ્ઠા કરી અને સં. ૧૯૭૨નું ત્રીસમું ચાતુર્માસ જૂનાગઢમાં કર્યું. જૂનાગઢમાં શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી તથા શ્રી જૈન સ્ત્રી-શિક્ષણ શાળાની ઉદ્દઘાટનક્રિયા થઈ. પંજાબના નેતાઓ જૂનાગઢમાં વિનતિ કરવા આવ્યા. ચોમાસું પૂરું થતાં વેરાવળ ગયા અને ત્યાં “શ્રી આત્માનંદ જૈન સ્ત્રી-શિક્ષણશાળા” અને “શ્રી આત્માનંદ જૈન ઔષધાલય” નામની બે સંસ્થાઓ સં. ૧૯૭૩ના મહા સુદિ દશમના દિવસે સ્થાપિત થઈ. વેરાવળથી ભાંગરોળ ગયા. ત્યાં શાંતિ-સ્નાત્ર અને વ્યાખ્યાનો થયાં. ત્યાંથી વેરાવળ, ઊના, દીવ, મહુવા, દાઠા, તળાજ થઈ પાલીતાણા થઈ સૂરિજી ભાવનગર આવ્યા. ત્યાં “વર્તમાન પરિસ્થિતિ અને આપણી આવશ્યક્તાઓ’ ઉપર જાહેર પ્રવચન કર્યું. ભાવનગરમાં એક પંજાબી બહેનને ભાગવતી દીક્ષા આપી. ત્યાંથી ખંભાત થઈ વડોદરા પ્રવર્તક શ્રી કાંતિવિજયજીને મળ્યા. વડોદરાથી વિહાર કરી અને મહાત્માઓ જગડિયા તીર્થની યાત્રા કરી મુંબઈ પધાર્યા જ્યાં એમનું ભવ્ય સામૈયું થયું. મુંબઈમાં એમના કાર્યોના પ્રત્યાઘાતો અને વમળો ઊભાં થતાં હતાં. આ ચાતુર્માસમાં ખડતરગચ્છ અંચલગચ્છના પર્યુષણ પર્વ માટે ચર્ચા ચાલી. આનાથી પર રહી તેઓશ્રીએ એકતાની હિમાયત કરી. એમનાં મંતવ્યો સ્પષ્ટ હતાં. “આજે લોકો એકતા ચાહે છે. પોતાના હકો માટે પ્રયત્ન કરે છે. અંગ્રેજ, પારસી, હિંદુ અને મુસલમાન બધાં એક જ ધ્યેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા આગળ વધી રહી છે. બીજી બાજુએ આપણું ભાઈઓ દશ કદમ પાછા હઠવાનો પ્રયત્ન કરે છે. આજે તો બધા એક થઈ સમાજ, ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.”
મુંબઈના આ ચાતુર્માસ દરમિયાન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાન માટે લગભગ એક લાખ રૂપિયાનું ફંડ થયું. નાનાં ગામોનાં મંદિરોના જીર્ણોદ્ધાર માટે પણ સારું ફંડ કરવા ઉપરાંત શ્રી પાટણ જૈન મંડળ બૉડિંગ માટે લગભગ રૂપિયા લાખનું ફંડ થયું. મુંબઈથી વિહાર કરીને પ્રતાપનગરમાં તેઓ પૂજ્યશ્રી હંસવિજયજી મહારાજને મળ્યા. તેમની સાથે તેઓ અમદાવાદ આવ્યા અને શ્રી ઉજમબાઈની ધર્મશાળામાં ચાતુર્માસ ગાળ્યું. સં. ૧૯૭૪ના બત્રીસમા ચોમાસા દરમિયાન વ્યવહારુ દષ્ટિ, સાધારણ કુટુંબોની પરિસ્થિતિનો ખ્યાલ, ટીપો ઉઘરાવવાની ખોટી આદતો, શ્રીમંતોની મોટાઈ, સામાન્ય જનતાનો ધર્મપ્રેમ વગેરે વિષયોને આવરી લેતાં પ્રવચનો કર્યા. અહીં શ્રી મહાવીર સ્વામીની પંચકલ્યાણ પૂજાની રચના કરી. પછી શ્રી હંસવિજયની વિદાય લીધી. અમદાવાદથી મહેસાણામાં મહારાજશ્રી સિદ્ધિવિના દર્શનનો લાભ લઈને ત્યાંથી વિસનગર થઈ પાટણું ગયા. ત્યાં દયા-ધર્મ પર જાહેર વ્યાખ્યાન કર્યું. ત્યાંથી ચારૂપ, મેત્રાણા થઈ પાલણપુર ગયા. ત્યાં ત્રણ પ્રસિદ્ધ આચાર્યપ્રવરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી અને શ્રી પાલણપુર જૈન વિદ્યાલય માટે ફંડ કરાવ્યું. ત્યાંથી તારંગાઇ, કુંભારીઆઇ, આબુ, અચલગઢ, બામણવાડા થઈ, પીંડવાડા ગયા ને ત્યાંના શ્રાવકોનો આંતરકલહ દૂર કર્યો. અહીંથી નાણુંબેડાને રસ્તે લૂંટાયા અને ત્યાંથી બીજાપુરમાં બે પક્ષો વચ્ચે સંપ કરાવી એક પાઠશાળા સ્થાપી. ત્યાંથી વિહાર કરી સાદડીમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૯૭૫નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org