SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદક આચાર્ય શ્રીવિયવલભસૂરીશ્વરજી સં. ૧૯૬૬ના કાર્તિક વદિ બીજના દિને મુનિશ્રી મિત્રવિજયની દીક્ષા થઈ. પાલણપુરથી વિહાર કરી મુનિશ્રી રાધનપુર આવ્યા અને બાવીસ વર્ષે દીક્ષાની ભૂમિને પાવન કરી. સં. ૧૯૬૬ના માગસર શુદિ બીજને દિવસે પાલીતાણ સંઘની સાથે જવા વિહાર કર્યો. પાલીતાણા યાત્રા કરી વળતાં ભાવનગર, ધોધા, વરતેજ, સિહોર થઈ વળા ગયા અને ત્યાં બે પક્ષોનું સમાધાન કર્યું. ધોલેરામાં એમનું અપૂર્વ સ્વાગત થયું. ત્યાંથી તેઓ ખંભાત થઈ વડોદરા ગયા. ત્યાં સં. ૧૯૬૬ના વૈશાખ શુદિ દશમના દિવસે ભવ્ય સ્વાગત થયું. ત્યાંથી ભરૂચ ગયા અને પન્યાસ શ્રીસિદ્ધિવિજયજી સાથે ત્રણ દિવસ એમની સેવામાં રહ્યા. ભરૂચથી જગડિયા તીર્થની યાત્રા કરી સૂરત પધાર્યા. ત્યાંના ગોપીપુરાના ઉપાશ્રયમાં સંવત ૧૯૬૭ના મહા વદ છઠ્ઠના રોજ શ્રી સુખરાજજીને દીક્ષા આપીને મુનિશ્રી સોહનવિજ્યજીના શિષ્ય તરીકે મુનિશ્રી સમુદ્રવિજયજી નામ આપ્યું. સં૧૯૬૭નું પચીસમું ચોમાસું મીઆ ગામમાં કર્યું, ત્યાં બે તડો વચ્ચે સમાધાન કરાવતો ચુકાદો આપ્યો ને શાંતિ સ્થાપી. પાઠશાળાની શરૂઆત કરાવી. સુરવાડા થઈ વણછરા ગામ આવ્યા અને દશા શ્રીમાળીઓના પંચ સમક્ષ વ્યાખ્યાન કરી કન્યાવિક્રયનો કુરિવાજો બંધ કરાવ્યો. પાછિયાપુરમાં અઠ્ઠા મહોત્સવ કરાવી, સિનોર અને ડભોઈ થઈ વડોદરા આવ્યા. આજના યુગની પરિસ્થિતિની તેમ જ વિષમ કાળની વિચારણા માટે “મુનિસમેલનની મુનિશ્રી વલ્લભવિજયજીને વિચાર આવ્યો. પૂ. આત્મારામજી મહારાજના સંધાડાના સાધુઓના સંમેલનની યોજના કરી. વૃદ્ધ આચાર્ય શ્રી વિજયકમળસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ વગેરેની સંમતિ મેળવી વડોદરામાં ત્રણ દિવસ મુનિ-સંમેલન ભરાયું, જેમાં પચાસ જેટલા સાધુ–મુનિરાજેએ હાજરી આપી હતી. ચોવીશ જેટલા ઠરાવો પસાર કર્યા હતા. સં. ૧૯૬૮નું છવ્વીસમું ચોમાસું ડભોઈમાં થયું. ત્યાંથી નાંદોદ ગયા. ત્યાં આઠ દિવસ સુધી સતત વ્યાખ્યાનો આપ્યાં. ત્યારપછી વડોદરામાં “ધર્મતત્વ અને “સાર્વજનિક ધર્મ” ઉપર જાહેર વ્યાખ્યાનો આપ્યા. ત્યારબાદ મુંબઈના અતિ આગ્રહથી એ ભણી ઝડપથી વિહાર કર્યો. તે વખતે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનો સૂર્ય મધ્યાહ્ન વીતાવી ગયો હતો. એણે સમસ્ત જૈન કોમમાં અનેક નવીન આશાઓ ઉત્પન્ન કરી હતી, વિચારવાતાવરણમાં મહાન પરિવર્તન કરી નાખ્યું હતું અને સામાજિક ઉન્નતિની ભવ્ય તમન્ના જગાવી હતી. નવપ્રકાશ ઝીલવા જનતા તૈયાર થઈ ગઈ હતી. એ સમયે નૂતન પ્રકાશ અર્પવા વર્તમાન યુગની નાડ પારખનાર અને સમયધર્મના અવિચલિત સિદ્ધાંતને હસ્તગત કરી વ્યવહાર નિશ્ચયનો સમન્વય કરનાર પૂજય સૂરિજીનું મુંબઈમાં આગમન થયું. અહીં તેમનું અભૂતપૂર્વ સ્વાગત થયું. સામૈયા માટે મોટો માનવસમુદાય ઊમટયો હતો. સર્વત્ર આનંદ અને ઉમંગની લહરીઓ પ્રસરી રહી હતી. આ ઉત્સાહના વાતાવરણે સૂરિજીની વાણી ખૂબ સારી રીતે ઝીલી. અઠ્ઠાઇમહોત્સવ, શાંતિસ્નાત્ર, પૂજા-પ્રભાવના અને ઉપધાન જેવાં ઘણાં અનુછાનો થયાં. હૃદયના અખલિત પાવિત્ર્યપ્રવાહથી સભર એવાં એમનાં વ્યાખ્યાનો ખૂબ જ અસરકારક નીવડ્યાં. “જ્ઞાનયાખ્યાં મોક્ષઃ ” એ જ એમનાં પ્રવચનોનું મધ્યબિન્દુ હતું. પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા. માનવી માનવીને ભિન્ન બનાવતા સંસ્કારો સિંચવાનું કાર્ય જ્ઞાનનું છે. જ્ઞાન વિના પ્રગતિ સાધવી અતિ કઠિન છે. નથી વ્યવહારમાં સાયુજ્યતા સાંપડતી કે ધર્મ એના શુદ્ધ અને અરૂપી સ્વભાવમાં આચરણ પામતો. ચારે બાજુ જામેલા અજ્ઞાનના અંધકારમાં એક પિપાસા છે અને તે જ્ઞાનની દીવડીની. જમાનાના વિકાસમાં ભાગ ભજવે છે. વિજ્ઞાન, અને તેથી ધર્મને પણ વિજ્ઞાનના કસોટી-પથ્થર ઉપર ચકાસ્યા વિના જરા યે ચાલે એમ નથી. ધર્મ અને વિજ્ઞાનના સમન્વયમાં જ બન્નેનું શ્રેય છે. ધર્મને એક જગાએ સ્થગિત ન કરતાં સર્વ દિશામાં વ્યાહત કરવો આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy