SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જ્ઞાનભંડારના ઉદ્ધારક ૨૯ સૂરિજીને તથ્ય જણાયું અને તેમણે આ પુરાણા ભંડારનો પુનરુદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. તપાસમાં ઊંડા ઊતરતાં માલૂમ પડયું કે કામ ધારવા જેટલું સહેલું નહોતું. આમાં માત્ર પૈસાનો જ સવાલ નહોતો. તે સ્થળના હકક સંબંધે કોર્ટ સુધી વાત પહોંચેલી, પણ તેનો વહીવટ જેના હાથમાં હતો તેના જ હાથમાં રહ્યો. એટલે સંઘના મોટા ભાગે તેના પ્રતિ દુર્લક્ષ સેવ્યું. અને તેથી જ ખંભાત જેવી જૈનપુરીમાં ધર્મમાર્ગ હજારો રૂપિયા ખર્ચાતા હોવા છતાં આ સ્થાનની દશા કચ્છના રણ જેવી રહી ! - ગુરુદેવે વહીવટદાર તેમ જ તેમના વંશજનો માલિકીહક્ક કાયમ રહે અને જ્ઞાનભંડારની સ્થિતિમાં થાય એવી એક યોજના તૈયારી કરી, અને સૌથી પ્રથમ તે વહીવટદાર સમક્ષ મૂકી. સૂરિજીની પ્રતિભાની અને એ યોજના પાછળની પવિત્ર દૃષ્ટિની પેલા ગૃહસ્થ પર ઊંડી છાપ પડી. સૂરિજીની વાત તેને ગળે ઊતરી અને તેણે એ યોજનાનો સ્વીકાર કર્યો. વહીવટદારો તરફથી બે અને સંઘના બીજા નવ એમ કુલ અગિયાર સભ્યોની સમિતિ નીમી, જ્ઞાનભંડારનો સમગ્ર વહીવટ આ સમિતિને સોંપવામાં આવ્યો અને સમિતિએ તે કામ સારી રીતે પાર પાડયું. આ રીતે મુનિશ્રી ચરણવિજયજની ઈચ્છા કાર્યરૂપે પરિણમી, પણ આ પ્રયાસનું ફળ જેવા તે જીવ્યા નહિ. જર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય એ પહેલાં તેઓ સખત માંદગીમાં પટકાઈ પડ્યા. અનેક ઉપચારો છતાં કંઈ ફેરફાર ન થયો અને તેથી આચાર્યશ્રીએ સારી દવાઓ માટે તેમ જ હવાફેર અર્થે વડોદરા તરફ વિહાર કર્યો, પણ ત્યાં તેઓ વધુ દિવસ ટક્યા નહિ. જીર્ણોદ્ધારની સુધારણા થઈ પણ તેમના સ્વાસ્થની સુધારણા ન થઈ અને એક દિવસ સૂરિજીને નવીન પ્રેરણા અર્પનાર એ આત્મા સ્વર્ગગમન કરી ગયો. પરંતુ શ્રી ચરણવિજયે પ્રગટાવેલી જયોત બુઝાઈન ગઈ. બીજાં કામોને પડતાં મૂકી સૂરિમહારાજ પુનઃ ખંભાત આવ્યા. ત્યાં તેમણે મંદિરની પ્રતિષ્ઠા કરી અને ચોમાસું પણ ત્યાં જ ગાયું. આ રીતે એક જૂનું સ્થાન નવા સ્વાંગ સજી ઝળહળતો પ્રકાશ આપી રહ્યું! વ્યાખ્યાન સમયે દરરોજ તેઓ આ શાંતિનાથજ્ઞાનભંડારની વાત મૂકતા. તેમની દિવ્ય વાણીમાં એવું અપૂર્વ જોમ હતું કે તે આમ-જનસમૂહને અતીવ સ્પર્શી ગઈ. મકાનને સુધારવા પૂરતી રકમ મળી. છ કબાટ તૈયાર કરી આપનાર ગૃહસ્થો મળ્યા અને દરેક પ્રતના માપના લાકડાના દાબડા તૈયાર કરી આપવા અનેક નરનારીઓ ઉત્સુક બન્યાં. આ રીતે આચાર્યશ્રીએ જૈનસમાજમાં એક નવીન જાગૃતિ આણી, નૂતને જ્યોતિનો આવિર્ભાવ કર્યો, અને પુરાણ જ્ઞાનકોશના ઉદ્ધારનાં મંગલાચરણ કર્યો. પૂરતા પૈસા વગેરે મળતાં વહીવટકર્તાઓમાં જોર આવ્યું અને તેમણે વધારે ઉત્સાહથી કાર્ય પાર પાડવા તૈયારી કરી. સૌથી પ્રથમ ખંડેર મકાનને નવું સ્વરૂપ મળ્યું. ત્યારપછી લાકડાના દાબડાઓમાં દરેક પ્રતને સુરક્ષિત રીતે ગોઠવવામાં આવી અને આમ સર્વના સહકારથી કાર્ય પાર પડયું. જૈનો તેમ જ જૈનેતર, પૂર્વાચાર્યોનો આવો પ્રાચીન વારસો નજરે જોઈ શકે એ દષ્ટિએ, જ્ઞાનપંચમીના પર્વદિને ત્યાં પૂજ ભણાવવાની સૂરિજીએ શરૂઆત કરાવી. એ સમયે તાડપત્રોની પ્રતો દર્શનાર્થ બહાર મુકાવી. આ પ્રથા આજે પણ ચાલુ છે અને તેથી અનેક જણને પૂજનનો તેમ જ દર્શનનો લાભ મળે છે. મંદિરનો અને પ્રાચીન સાહિત્યનો આ રીતે આચાર્યશ્રીના હાથે ઉદ્ધાર થયો. તેમનું આ પગલું ખંભાતના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહેશે. ચોમાસું પૂરું થયું. આચાર્યશ્રીએ અન્ય સ્થળે વિહાર કરવાની તૈયારી કરી. તે સમયે મળવા આવેલા સમિતિના સભ્યોને તેમણે સંદેશ પાઠવ્યોઃ “મહાનુભાવો ! પ્રતો સુરક્ષિત સ્થાને મુકાઈ ગઈ એટલે તમારું કાર્ય પૂર્ણ થયું એમ ન માનતા. એ સર્વનું વ્યવસ્થિત સૂચિપત્ર તૈયાર કરાવવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy